નવજીવન ન્યૂઝ. સુરત: Surat DGVCL Scam: વિદ્યુત સહાયક ભરતી પરીક્ષામાં કૌભાંડને (electrical assistant recruitment scam) લઈ મહત્વના અહેવાલ મળી રહ્યા છે. પરીક્ષાના કૌભાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપીની સુરત ક્રાઈમ બ્રાંચે (Surat Crime Branch) ધરપકડ કરી છે. જેના પગલે વિદ્યુત સહાયક ભરતી કૌભાંડના આરોપીની સંખ્યા કૂલ 12 પહોંચી છે. સુરત ક્રાઇમ બ્રાંચે જૂનાગઢના (Junagadh) સરકારી શાળાના શિક્ષક નારાયણ મારુની ધરપકડ કરી છે. ભરતી કૌભાંડમાં નારાયણ મારુએ ઉમેદવારોને શોધી આપવા માટે એન્જટ તરીકે ભૂમિકા નિભાવી હતી. સુરત ક્રાઇમ બ્રાંચે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના કોમ્યુટર લેબ ઇન્ચાર્જ સહિત અત્યાર સુધી 12 જેટલા આરોપીઓની ધરપકડ લીધી છે. આ પરીક્ષામાં ગેરરિતી કરાવનારી ટોળકીએ 300 ઉમેદવારો પાસેથી 30 કરોડ જેટલી રકમ લઈ ઉમેદવારોને પરીક્ષાઓ પાસ કરાવ્યા હોવાનું ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો : સુરતમાં DGVCL ભરતી કૌભાંડમાં આરોપીઓની પૂછપરછમાં થયા ચોકાંવનારા ખુલાસા
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે વિદ્યુત સહાયક કૌભાંડમાં સંડોવાયેલા બાંટવાની સરકારી શાળાના શિક્ષક અને ભરતી પ્રક્રિયામાં એન્જટ બનેલા નારાયણ મારુની ધરપકડ કરી છે. નારાયણ મારુ ઉમેદવારોને શોધી પાસ કરાવવા વડોદરાના શિક્ષક મિતેશ મારુને મોકલતો હતો. જે કૌભાંડમાં ઉડાંણપૂર્વક તપાસ કરી આરોપીઓની સઘન પૂછપરછ કરતા આરોપીનું નામ ખૂલ્યું હતું. હજુ આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓના આંકડાઓ વધી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વર્ષ 2020 અને 2021માં લેવાયેલી સરકારી વિદ્યુત સહાયક ભરતીની ઓનલાઈન પરીક્ષામાં કોમ્પયુટર લેબના ઇન્ચાર્જ અને તેમજ નિરીક્ષકોએ મિલીભગતથી આ પરીક્ષામાં ઉમેદવારોને ગેરરિતી કરાવામાં મદદ કરી હતી. જેમાં આરોપીઓએ પ્રત્યેક ઉમેદવારો પાસેથી 10થી 15 લાખ રૂપિયા ખંખેર્યા હતા. આમ 300 જેટલા ઉમેદવારો પાસેથી કરોડો રૂપિયા લઈ પાસ કરાવ્યા હતા. જોકે સમ્રગ મામલો સુરત ક્રાઈમ બ્રાંચની સામે આવતા ક્રાઇમ બ્રાંચે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી હતી. જેમાં વિદ્યુત સહાયક ભરતીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. પહેલા ક્રાઇમ બ્રાંચે કૌભાંડના બે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી, ત્યાર બાદ તપાસમાં અનેક ખુલાસા દરમિયાન એક બાદ એક આરોપીના નામ ખુલ્યા છે.
TAG: Surat DGVCL Recruitment Scam, Surat News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








