Tuesday, July 21, 2026
HomeGujaratઅરવલ્લીમાં અકસ્માતે ખુલ્લી પડી દારૂની હેરાફેરી, કાર પલટી જતાં હાઈવે પર વેરાઈ...

અરવલ્લીમાં અકસ્માતે ખુલ્લી પડી દારૂની હેરાફેરી, કાર પલટી જતાં હાઈવે પર વેરાઈ બોટલો

- Advertisement -

Aravalli Accident: અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે-48 (National Highway-48) પર દારૂ ભરેલી એક લક્ઝુરિયસ કાર (Luxury Car) અકસ્માતનો ભોગ બનતા મોટી માત્રામાં વિદેશી દારૂ (Foreign Liquor)ની બોટલો રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી. અકસ્માત બાદ દારૂની અનેક બોટલો ફૂટી જતાં હાઈવે પર દારૂની રેલમછેલ જોવા મળી હતી. શરૂઆતમાં અકસ્માત સમજીને મદદ માટે દોડી આવેલા લોકો કારમાં ઠસોઠસ ભરેલો વિદેશી દારૂ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજસ્થાન તરફથી વિદેશી દારૂ લઈને આવતી કારના ચાલકે શામળાજીના નવાગામ નજીક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પર ચઢી રોંગ સાઈડમાં જઈ પલ્ટી મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ કાર ચલાવતો બુટલેગર (Bootlegger) સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

- Advertisement -

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. અકસ્માતના કારણે અનેક બોટલો રોડ પર વેરાઈ ગઈ હતી અને કેટલીક બોટલો ફૂટી જતાં દારૂ હાઈવે પર વહેતો જોવા મળ્યો હતો.

અકસ્માતની જાણ થતાં શામળાજી પોલીસ (Shamlaji Police) તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે દારૂ ભરેલી કારને રોડ પરથી ખસેડી તેમાં રહેલો વિદેશી દારૂ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ફરાર થયેલા બુટલેગરની શોધખોળ પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular