Saturday, May 23, 2026
HomeGujaratSuratસુરત વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં વધુ 4 આરોપીઓ ઝડપાયા! પૂછપરછમાં થયા ચોંકાવનારા...

સુરત વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં વધુ 4 આરોપીઓ ઝડપાયા! પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: તાજેતરમાં સુરત (Surat) ખાતે વિદ્યુત સહાયકની ભરતીમાં કૌભાંડની (Electrical Assistant Recruitment Scam) ઘટના સામે આવી હતી. સમ્રગ ભરતીકાંડનો સુરત ક્રાઈમબ્રાન્ચે (Surat Crime Branch) પર્દાફાશ કર્યો હતો. શરૂઆતના તબક્કે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીઓની પૂછપરછ કરતા અનેક ખુલાસા થયા હતા. આજે ભરતી કૌભાંડમાં સંકળાયેલા વધુ ચાર આરોપીની સુરત ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે. સુરત વિદ્યુત સહાયકની ભરતીમાં કૌભાંડમાં આજે 4 લોકોની ધરપકડ કરતાં આરોપીઓનો કુલ આંક 8 પર પહોંચ્યો છે. પોલીસે કુલ 11 લોકો સામે પરીક્ષામાં ગેરિરીત (malpractice) કરાવવા બાબતે ફરિયાદ નોંધી હતી. જેમાંથી 8 આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે.

વધુ વાંચો : સુરતમાં DGVCL ભરતી કૌભાંડમાં આરોપીઓની પૂછપરછમાં થયા ચોકાંવનારા ખુલાસા

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત ક્રાઈમબ્રાન્ચે વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં સંડોવાયેલા વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં નિશિકાંત સિન્હા, સલીમ નિઝામમુદ્દીન, મનોજ મકવાણા અને નિકુંજ પરમારનો સમાવેશ થાય છે. આરોપી નિશકાંત સિન્હા ભાયલીમાં વડોદરા ઇન્સ્ટીટયૂટ એન્જિનિયરિંગ લેબનો ઇન્ચાર્જ હતો. 2019માં રાજસ્થાનની કોલેજમાં ગેરકાયદેસર એડમિશન આપવાના મામલે પણ CBIએ નિશકાંત સિન્હાની ધરપકડ કરી હતી. જ્યારે બીજો આરોપી સલીમ નિઝામમુદ્દીન થાપાએ 30 જેટલા વિદ્યાર્થીઓને સરકારી ભરતીમાં પાસ કરાવી 3 કરોડ રૂપિયા પડાવ્યા હતા. એજન્ટ મનોજ મકવાણાએ 4 ઉમેદવારોની પરીક્ષામાં પાસ કરાવી 40 રૂપિયા જેટલી રકમ પડાવી હતી. નિકુંજ પરમારે પણ 4 ઉમેદવારોને પાસ કરાવી 40 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યુ છે કે, આ ટોળકી અત્યાર સુધી 300 ઉમેદવારોને પાસ કરાવી 30 કરોડથી વધુ રૂપિયા ખંખેરી લીધા છે અને 300 લોકો ગેરરિતીના આધારે અલગ અલગ ક્ષેત્રમાં ફરજ બજાવી રહ્યા છે. જેને લઈ આ કાંડ ભાવનગર ડમીકાંડ કરતા મોટા હોવાનો શંકા ઊભી થઈ છે.

શું હતો સમ્રગ મામલો

સુરતમાં સરકારી વીજ કંપની જૂનિયર કલાર્કની પરીક્ષા લેવાઈ હતી. જે પરીક્ષામાં ગેરરિતી થઈ હોવાનું સામે આવતા ક્રાઈમબ્રાન્ચે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી હતી. સરકારી વીજ કંપનીઓ દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પરિક્ષામાં સિસ્ટમમાં રહેલા કેટલા ભ્રષ્ટ લોકોએ અગાઉની જેમ ફરી ભરતીમાં ગેરરીતિ કરાવી હોવાની વિગતો સામે આવી હતી. જેમાં ઉમેદવારોને કોમ્પ્યુટર પર બેસવાનું હતુ અને જવાબ આપોઆપ ટીક થઈ જતા હતા. આ પરીક્ષા કેન્દ્રના માલિકો તેમજ કોમ્પ્યુટર ઇન્ચાર્જ અને એજન્ટની મિલિભગતથી સમ્રગ ભરતી કૌભાંડ ચાલી રહ્યુ હતુ. જે બાબતની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ક્રાઇમબ્રાન્ચે આ મામલાની ગંભીરતાથી તપાસ કરીને આ કૌભાંડમાં સંડોવાયેલા ઈશ્વર પરમાર અને મોહંમદ ઉવેશ નામના વ્યકિતઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં સામે આવ્યુ હતુ કે, સરકારી વીજ કંપનીઓ દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે છે અને તેમના પરીક્ષા કેન્દ્ર પર કોમ્પયુટર ફાળવામાં આવે છે. જોકે આ પરીક્ષાને લઈ લેભાગુ ટોળકી પણ પહેલાથી સક્રિય રેહતી હતી અને આ પરીક્ષા જે કેન્દ્ર પર લેવામાં આવતી ત્યાં આરોપીઓ નિરીક્ષકો સાથે સેટિંગ કરી કૌભાંડ આચરતા હતા.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular