Tuesday, July 21, 2026
HomeNationalરાહુલ-પ્રિયંકા ગાંધીએ PM મોદીના ઘર આગળ શરૂ કર્યા ધરણાંઃ 'નરેન્દ્ર મોદી, અમિત...

રાહુલ-પ્રિયંકા ગાંધીએ PM મોદીના ઘર આગળ શરૂ કર્યા ધરણાંઃ ‘નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામુ આપો’

- Advertisement -

Paper leak scam protest Rahul Gandhi and Priynka Gandhi: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જના વિરોધમાં વડાપ્રધાનના નિવાસસ્થાન (PM Residence) નજીક ધરણા પર બેઠા હતા. જંતર-મંતર (Jantar Mantar) પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપવા માટે વિરોધ પક્ષના અનેક નેતાઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થિતિને ધ્યાનમાં રાખીને લોક કલ્યાણ માર્ગ (Lok Kalyan Marg) વિસ્તારમાં અર્ધલશ્કરી દળ (Paramilitary Force) તૈનાત કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ (Jitendra Singh) ધરણા સ્થળે પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી હતી. તેમની સાથે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન (Govind Mohan) પણ હાજર રહ્યા હતા. સરકાર તરફથી પ્રદર્શનકારીઓ સાથે થયેલી ચર્ચા અંગે માહિતી આપવાની સાથે ધરણું સમાપ્ત કરવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસના જણાવ્યા મુજબ આ ચર્ચા કોઈ નિષ્કર્ષ પર પહોંચી નહોતી અને જિતેન્દ્ર સિંહ પરત ફરી ગયા હતા.

- Advertisement -

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર તરફથી સંસદમાં આ મુદ્દે ચર્ચા કરાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો. જોકે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની મુખ્ય માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ના રાજીનામાની છે અને જ્યાં સુધી આ માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણું ચાલુ રહેશે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે તેઓ વિદ્યાર્થીઓ સાથે થયેલી કથિત ક્રૂરતા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પાસેથી જવાબ માંગવા માટે તેમના નિવાસસ્થાન સુધી માર્ચ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર જવાબદારી સ્વીકારવા અથવા સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર નથી અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવા બદલ વડાપ્રધાન તથા ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી.

આ દરમિયાન કોંગ્રેસના કેટલાક સાંસદોને પોલીસે અટકાયતમાં લીધા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) સહિતના કેટલાક નેતાઓએ વિરોધના પ્રતીકરૂપે પોતાના હાથ નાયલોનની દોરીથી બાંધી દીધા હતા. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi)ને પણ પોલીસે અટકાયતમાં લીધા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

- Advertisement -

કોંગ્રેસના સાંસદ સુખજિંદર સિંહ રંધાવા (Sukhjinder Singh Randhawa)એ કહ્યું કે જો સાંસદો સાથે આવું વર્તન થઈ રહ્યું છે તો વિદ્યાર્થીઓ સાથે શું થઈ રહ્યું હશે તેની કલ્પના કરી શકાય છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સૈયદ નાસિર હુસૈન (Syed Nasir Hussain)એ આરોપ લગાવ્યો કે સંસદમાં વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહીનો મુદ્દો ઉઠાવવાની તક પણ વિરોધ પક્ષને આપવામાં આવી નહોતી.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular