Tuesday, July 21, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના જાણીતા અંબિકા ફટાકડાના માલિક સામે નોંધાયો ગુનો, માલિક અને મેનેજરનો ધરપકડ...

અમદાવાદના જાણીતા અંબિકા ફટાકડાના માલિક સામે નોંધાયો ગુનો, માલિક અને મેનેજરનો ધરપકડ બાદ છૂટકારો

- Advertisement -

Illegal firecracker godown owner Amit Modi arrested : ગુજરાતના ડીસામાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ (Deesa Firecracker Factory Blast) માં 7 બાળકો સહિત 21 લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે તપાસનું નાટક શરૂ કરાવ્યું હતું. હાલમાં આ મામલો હાઇકોર્ટમાં છે. ડીસા બ્લાસ્ટ બાદ પણ ફટાકડાના ગેરકાયદેસર ઉત્પાદન, સંગ્રહ તેમજ વેચાણ તંત્રની હપ્તાખોરી ચાલુ રહી. અમદાવાદ શહેરના છેવાડે RAF કેમ્પની પાછળ ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં બાળકો સહિત 10 લોકોના મોત થયા બાદ હવે તંત્રએ કામગીરીના નાટકો શરૂ કર્યા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસર ગામની સીમમાં આવેલા અંબિકા ટ્રેડ લિંક નામના ગોડાઉન ઉપર ચાંગોદર પોલીસે દરોડો પાડી 39.57 કરોડના ફટાકડા જપ્ત કર્યા (Ahmedabad Rural Police seizes firecrackers worth Rs 39.57 crore) છે. અમદાવાદના જાણીતા અંબિકા ફટાકડાના માલિક અમિત મોદી (Ambika Tradelink Amit Modi) અને ગોડાઉન મેનેજર કિશન પટેલ સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપીઓ સામે નોંધાયેલો ગુનો જામીનલાયક હોવાથી તેમને નોટિસ આપી પોલીસે જવા દીધા છે.

અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station) ની હદમાં ચાલતા ગેરકાયદેસર ફટાકડા ઉત્પાદન એકમમાં બ્લાસ્ટ થતાં 10 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ વિભાગ, પોલીસ તેમજ અન્ય વિભાગોએ નિયમનો ભંગ કરતા ફટાકડા ઉત્પાદન, સંગ્રહ તેમજ વેચાણના એકમો સીલ કરવાની કાર્યવાહી આરંભી દીધી છે. દરમિયાનમાં અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસર ગામે આવેલા ફટાકડાના ગોડાઉન ઉપર ચાંગોદર પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી છે. અમદાવાદના જાણીતા એવા અંબિકા ફટાકડાના માલિક અમિત હરિન્દ્રભાઈ મોદી (ઉ.64 રહે. સત્યાગ્રહ છાવણી સોસાયટી, સેટેલાઈટ,અમદાવાદ) વર્ષ 2016થી ફટાકડાનું ગોડાઉન મોડાસર ગામે ધરાવે છે. અમિત મોદી ફટાકડાના ગોડાઉનનો વર્ષ 2016થી પરવાનો ધરાવે છે. ગત માર્ચ મહિનામાં અમિત મોદીના પરવાનાની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં આ ગોડાઉનમાં કરોડો રૂપિયાના ફટાકડાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો.

- Advertisement -

ચાંગોદર પોલીસના જણાવ્યાનુસાર બાતમીના આધારે ફટાકડાના ગોડાઉન ઉપર રેડ કરવામાં આવી ત્યારે નિયમોના સરેઆમ ભંગ થતો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના પગલે પોલીસે 39.57 કરોડના ફટાકડાનો જથ્થો જપ્ત કરી અમિત મોદી સહિત બેની સામે ગુનો નોંધી ધરપકડ (Ambika Fireworks owner Amit Modi arrested) કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular