પ્રશાંત દયાળ (ભાગ-66 દીવાલ ): મહંમદને Muhammad લાગી રહ્યું હતું એક સાધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ સર્જાઈ હતી, જે દિવસે જેલર કૌશીક પંડયા Jailer Kaushik Pandya અચાનક રાઉન્ડ Round લેવા આવી પહોંચ્યા તેના બીજા દિવસે સવારે સુરંગમાં Tunnel ઉતરી અબુ Abu અને રીયાઝ Riaz કામ કરી રહ્યા હતા, હવે નવી વ્યવસ્થા પ્રમાણે જ્યારે બે સાથીઓ સુરંગમાં Tunnel કામ કરતા હોય ત્યારે બે સાથીઓએ કોઈના કોઈ બહાને વોર્ડના દરવાજા Ward Door પાસે વોર્ડન Warden સાથે વાત કરતા બેસી રહેવાનું હતું, તેનું કારણ એવું હતું કે વોર્ડના દરવાજા ઉપર બે સાથીઓ બેઠા હોય તો દુરથી કોઈ અધિકારી Officer તેમની બેરેક Barrack તરફ આવી રહ્યા હોય તેની જાણકારી મળે અને મહંમદની Muhammad સૂચના પ્રમાણે કોઈ અધિકારી આવી પહોંચે તો કોઈને કોઈ કારણસર તે દરવાજા પાસે જ રોકાઈ જાય, તે માટે જેલમાં Jail તેમને ઘણી તકલીફો છે તેવી સાચી ખોટી ફરિયાદ કરી જેલ અધિકારીને Jail Officer વોર્ડના દરવાજા ઉપર જ ગુંચવી નાખવાના હતા.
તે દિવસે યુનુસ Yunus અને પરવેઝની Parvez ડયૂટી વોર્ડના દરવાજા ઉપર હતી જ્યારે મહંમદ Muhammad, યુસુફ Yusuf, ચાંદ Chand અને દાનીશ Danish વોર્ડમાં ઝાડ Tree નીચે બેઠા હતા, જો કે મહંમદ વાત કરી રહ્યો હોવા છતાં તેનું ધ્યાન સતત આસપાસ ફરી રહ્યું હતું, ત્યારે જ તેનું ધ્યાન બેરેકની આડમાં ઊભા રહેલા અબુ Abu તરફ ગયુ, અબુ સંતાઈ મહંમદનું ધ્યાન દોરવા માટે ઈશારો કરી રહ્યો હતો, તે આખો માટીવાળો હતો. તેના માથામાં પણ માટી હતી, અચાનક આ રીતે અબુને જોઈ મહંમદને Muhammad આશ્ચર્ય થયું હતું, મહંમદની નજર જે તરફ ગઈ તેની સાથે યુસુફ Yusuf અને ચાંદ-દાનીશની Chand- Danish નજર પણ તે તરફ ગઈ, મહંમદે બાજુમાં બેઠેલા યુસુફના પગ ઉપર હાથ મુકી કહ્યું તમે અહીંયા જ બેસો હું, જોઈ લઉ શું થયું, મહંમદ એકદમ સહજતાથી ઊભો થયો. તેણે દરવાજા તરફ જોયું યુનુસનું Yunus ધ્યાન અંદર તરફ હોવાને કારણે તેને લાગ્યુ કે કઈક થયું છે પણ શું થયુ તેની ખબર પડી નહીં, પણ મહંમદ બેરેકની પાછળ તરફ કેમ જઈ રહ્યો છે તેવો પ્રશ્ન થયો, મહંમદે તેને આંખના ઈશારો કહ્યું પછી વાત કરી કરીએ. યુનુસે બેરેક Barrack તરફ આવી રહેલા બંન્ને તરફના રસ્તા ઉપર નજર કરી, સામાન્ય કેદીઓની Prisoner અવરજવર સિવાય કોઈ ન્હોતુ.
મહંમદ Muhammad આસપાસ જોતો જોતો બેરેકની પાછળ તરફ જવા લાગ્યો તેને ડર હતો કે ક્યાંક અબુ Abu જે સ્થિતિમાં હતો તેને બીજુ કોઈ જોઈ જાય નહીં. તે બેરેકની Barrack આડમાં રહેલા અબુ પાસે ગયો, તે કઈ પુછે તે પહેલા અબુ Abu કહ્યું મેજર સાહબ ગરબડ હો ગયા, મહંમદે Muhammad તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયુ, અબુ સામે જોયુ અબુ કહ્યું મેજર Mejor અબ ઉપર સે મીટી ગીરને લગી હૈ, તેમ કહી તેણે પોતાના માથા ઉપર પડેલી માટી બતાડતા કહ્યું, મહંમદે વિચાર કરીને પુછ્યું બહુત જયાદા મીટીગીરી, અબુએ Abu કહ્યું એક મીટી કા બડા સ્લેબ મેરે સર પર હી ગીરા ઈસીલીયે મેં જલદી બહાર આ ગયા, મહંમદને Muhammad થયુ સારૂ થયુ અબુ Abu બહાર આવી ગયો જો વધુ માટી પડી હોત તો કદાચ અબુ દટાઈ પણ ગયો હોત. મહંમદે Muhammad એક વખત પાછળ જોયું અને પછી પુછ્યું રીયાઝ Riaz કહા હૈ, અબુ કહ્યું વહ તો બહાર હી ખડા હૈ,, મહંમદ તેની સાથે બેરેકની Barrack પાછળ તરફ ગયો રીયાઝ સુરંગના Tunnel મોઢા પાસે બેઠો હતો, મહંમદે Muhammad સુરંગના મોઢાની અંદર તરફ નજર કરી અંદરની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાંથી કઈ દેખાય તેવું ન્હોતુ, તેને ચિંતા થવા લાગી, તેણે કહ્યું એક કામ કરો અભી સે કામ બંધ કરદો મુઝે કુછ ઔર કરના હોગા, મહંમદે Muhammad કહી તો દીધુ કો મુઝે કુછ ઔર કરના હોગા પણ શું કરવુ તેની તેને પોતાને જ પણ ખબર ન્હોતી.
તેણે અબુ Abu અને રીયાઝને Riaz ન્હાઈ લેવાની સૂચના આપી, તે પાછો ઝાડ નીચે ઓટલા ઉપર આવી બેઠો, યુસુફે Yusuf મહંમદનો Muhammad ગંભીર ચહેરો જોઈ પુછ્યું શું થયું કોઈ ગરબડ છે, મહંમદે કહ્યું સુરંગમાંથી Tunnel ઉપરની તરફથી માટી પડવા લાગી છે, દાનીશે Danush પુછ્યું તો અબ કયા કરેંગે મેજર… પ્રશ્ન સાંભળી મહંમદને Muhammad પણ ગુસ્સો આવ્યો તેને લાગ્યું કે બધી જ ચિંતા તેને કરવાની અને બધા જ પ્રશ્નનો હલ પણ તેને જ શોધવાના. મહંમદ વિચાર કરી રહ્યો હતો, ત્યારે વોર્ડન Warden પાસે ઊભો રહેલો યુનુસ Yunus અંદર આવ્યો, તેણે જોયું તો મહંમદ ચિંતામાં હતો, તેણે યુસુફ Yusuf સામે જોયું, એટલે જ તેણે વાત કરતા કહ્યું અબુ Abu ખોદી રહ્યો હતો ત્યારે એકદમ ઉપરથી માટી પડવા લાગી, યુનુસને Yunus લાગ્યું કે મામલો તો ગંભીર છે, જો માટી પડવા લાગે તો કામ કરતી વખતે જ કોઈ દટાઈ જાય, તેણે એક મિનિટ સુધી વિચાર કર્યો અને પછી તેને કઈક યાદ આવ્યું હોય તેમ તેણે કહ્યું મેજર મારી પાસે તેનો રસ્તો છે, આ વાકય સાંભળતા મહંમદ Muhammad સહિત બધાએ યુનુસ સામે જોયું, મહંમદને લાગ્યું કે પહેલી વખત તેની મદદે Help કોઈ આવ્યું. યુનુસે બધાના ચહેરાના હાવભાવ જોઈ કહ્યું રસ્તો હમણાં મારી પાસે નથી, મને થોડો ટાઈમ Time આપો, એકાદ દિવસમાં હું કોઈક રસ્તો શોધી કાઢીશ. મહંમદ તેની સામે જોવા લાગ્યો, તેને લાગ્યું કે એકાદ દિવસમાં તો યુનુસ Yunus શું કરી શકે, તેણે આંખ મીચકારી મહંમદને કહ્યું મહંમદ તમે મેજર છો તો હું કેપ્ટન છું મારે પણ મારુ કામ કરવું પડશે મહંમદ Muhammad હસ્યો અને કહ્યું ઠીક હૈ કેપ્ટન અબ આપ ટીમ Team કો લીડ કરો, આ વાત ચાલતી હતી ત્યારે વોર્ડને બુમ પાડી ચાલો. મહંમદે દરવાજા તરફ જોયું તો જેલ સીપાઈ Jail Sepoy તેમને લેવા માટે ઊભા હતા.
હવે તેમને કૌશલ્ય કેન્દ્રમાં Skill Center જવાનો સમય થયો હતો, મહંમદે Muhammad ધીમા અવાજે યુસુફને Yusuf કહ્યું અબુ Abu ઔર રીયાઝ Riaz કો બહાર બુલાલે, ત્યાર પછી બધા કૌશલ્ય કેન્દ્રમાં Skill Center જવા માટે નિકળ્યા આજે સ્થિતિ જુદી હતી, રોજ મહંમદ બધી બાબતોનો વિચાર કરતો હતો, આજે તેની સાથે વિચારની પ્રક્રિયામાં યુનુસ Yunus પણ જોડાયો હતો. યુનુસ કલાસ રૂમમાં Class Room બેઠો હતો પણ તેના વિચારો કઈ રીતે સુરંગમાં Tunnel ઉપરથી પડી રહેલી માટીને રોકી શકાય તે દિશામાં ચાલી રહ્યા હતા, આ આઠ પૈકીને કોઈને ખબર ન્હોતી યુનુસે Yunus લાંબો સમય એક સિવિલ એન્જીનિયરીંગ કંપનીમાં Civil Engineering Comapny કામ કર્યું હતું, તે સિવિલ એન્જીનિયર ન્હોતો પણ તેને એન્જીનિયરીંગના Engineering પ્રાઈમરી ફન્ડાની ખબર પડતી હતી, તે બહાર હોત તો કદાચ તેના જુના સાથીઓને તેનો હલ પુછતો પણ જેલમાં Jail તેણે જાતે જ રસ્તો કરવાનો હતો. તેનું ધ્યાન કલાસમાં ન્હોતુ, તેને ભણાવી રહેલા સરએ પુછ્યું યુનુસ Yunus કયાં છો આજે, યુનુસ જાણે પકડાઈ ગયો હોય તેવું થયું. તેણે કહ્યું સર Sir કઈ નહીં એક પુસ્તક Book વિશે વિચારી રહ્યો હતો, તે સરને પણ સારૂ લાગ્યું અને આશ્ચર્ય થયું કે યુનુસને Yunus પુસ્તકના પણ વિચાર આવે છે. તેમણે પુછ્યું કયા પુસ્તક Book વિશે વિચારે છે. યુનુસે કહ્યું સર મને તેનું નામ યાદ નથી પણ તમે મને લાયબ્રેરીમાં Library જવાની મંજુરી આપો તો હું લાયબ્રેરીમાં જઈ આવીશ, સરે કહ્યું તો લાયબ્રેરીમાં જતા કોણ રોકે છે. યુનુસે ત્યાં હાજર જેલ સિપાઈ Jail Sepoy સામે જોયું, સર સમજી ગયા તેમણે સિપાઈને કહ્યું તમે તેમની સાથે લાયબ્રેરીમાં જજો, પણ યુનુસને જે પુસ્તક જોઈ છે તે વાંચવા દેજો, સિપાઈએ યુનુસ Yunus સામે જોયું તેને મનમાં થયુ આ મીયાઓનો કોઈ નવો દાવ લાગે છે.
(ક્રમશ:)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.