Saturday, May 23, 2026
HomeGujaratSuratસુરતમાં DGVCL ભરતી કૌભાંડમાં આરોપીઓની પૂછપરછમાં થયા ચોકાંવનારા ખુલાસા

સુરતમાં DGVCL ભરતી કૌભાંડમાં આરોપીઓની પૂછપરછમાં થયા ચોકાંવનારા ખુલાસા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં (Surat) તાજેતરમાં લેવાયેલી DGVCL વીજ કંપનીની જૂનિયર કલાર્કની પરીક્ષામાં ગેરરિતીનો મામલો (Malpractice in Junior Clerk Exam) સામે આવતા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. ભરતીમાં થતી ગેરિરીતને અટકાવવા રાજ્ય સરકાર દ્ઘારા કડક કાયદો બનાવમાં આવ્યો છે. છતાં પણ કેટલાક લેભાગુ તત્વોને કાયદાનો કોઈ ડર ન હોય તેમ પરીક્ષામાં ગેરરીતિ કરી રહ્યા છે. સુરતમાં DGVCLની પરીક્ષામાં ચાલી રહેલા કૌભાંડનો (Scam) સુરત ક્રાઈમ બ્રાંચે (Surat Crime Branch) પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી હતી, જેમની પૂછપરછ કરતા ચાકોંવનારા ખુલાસા થયા છે.

જેમાં લેભાગુ તત્વો એક જ CPUમાં બે મોનિટર ઓપરેટ કરતા હતા અને એક ઉમેદવાર પાસેથી પરીક્ષા દીઠ 7 થી 10 લાખ રૂપિયા લેતા હતા. જેમાં ક્રાઇમ બ્રાંચે સર્ચ દરમિયાન CPU પણ કબ્જે કર્યા છે. ગેરરિતીમાં કુલ 11 લોકોની સંડોવણી હોવાની વાત પૂછરપછમાં સામે આવી છે. પોલીસે 11 લોકો સામે ગુનો નોંધી આરોપીને પકડવાની તપાસ શરૂ કરી છે.

- Advertisement -

શું હતો સમ્રગ મામલો

સુરતમાં વીજ કંપની જૂનિયર કલાર્કની પરીક્ષા લેવાઈ હતી, જે પરીક્ષામાં પણ ગેરરિતી થઈ હોવાનું સામે આવતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથધરી હતી. સરકારી વીજ કંપનીઓ દ્ઘારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા દરમિયાન સિસ્ટમમાં રહેલા કેટલા ભ્રષ્ટ લોકોએ અગાઉની જેમ ફરી એકવાર ભરતીમાં ગેરરિતી કરાવી હોવાની વિગતો સામે આવી છે. જેમાં ઉમેદવારોને કોમ્પ્યુટર પર બેસવાનું હતું અને જવાબ આપોઆપ લખાઈ જતા હતા. પરીક્ષા કેન્દ્રના માલિકો તેમજ કોમ્પ્યુટર ઇન્ચાર્જ અને એજન્ટની મિલિભગતથી સમ્રગ ભરતી કૌભાંડ ચાલી રહ્યું હતું. જે બાબતની બાતમી સુરત ક્રાઈમ બ્રાંચને મળતા ક્રાઇમ બ્રાચં આ મામલામાની ગંભીરતાથી તપાસ કરી હતી અને આ કૌભાંડમાં સંડોવાયેલા ઈશ્વર પરમાર અને મોહંમદ ઉવેશ નામના વ્યકિતઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, સરકારી વીજ કંપનીઓ દ્ઘારા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે છે અને તેમના પરીક્ષા કેન્દ્ર પર કોમ્પયુટર ફાળવામાં આવે છે. જોકે આ પરીક્ષાને લઈ લેભાગુ ટોળકી પણ પહેલાથી સક્રિય હતી અને જે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવતી ત્યાં આરોપીઓ નિરીક્ષકો સાથે સેંટિગ કરી કૌભાંડ આચરતા હતા. સિસ્ટમ રહેલા વ્યકિતના મદદથી આ સમ્રગ કૌભાંડ થતુ હોવાનું પણ સામે આવ્યું છે.

TAG: Surat DGVCL Recruitment Scam

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular