Friday, July 17, 2026
HomeGujaratGandhinagarગાંધીનગરમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયેલા એન્જિનિયરના સ્કુટરની ડીકીમાંથી કાર્ડ-ફોન ચોરાયા, તસ્કરે...

ગાંધીનગરમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયેલા એન્જિનિયરના સ્કુટરની ડીકીમાંથી કાર્ડ-ફોન ચોરાયા, તસ્કરે 2.65 લાખના ઓનલાઈન ટ્રાન્ઝકેશન કર્યા

- Advertisement -

Transactions worth lakhs of rupees made using stolen bank cards and phones : ગાંધીનગરના જમીયતપુરા ગામ (Jamiyatpura Gandhinagar) ની સીમમાં આવેલા ક્રિકેટ મેદાન ખાતે નાઈટ મેચ રમવા ગયેલા એન્જિનિયરને સ્કુટરની ડીકીમાં કિંમતી સામાન મુકવો ભારે પડ્યો છે. પર્સમાં રહેલાં બેંક કાર્ડ્સ અને મોબાઈલ ફોનની મદદથી તસ્કરે જુદાજુદા ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરીને 2 લાખ 65 હજાર 622 રૂપિયા ઉપાડી/ટ્રાન્સફર કરી દીધા છે. આ મામલે અગાઉ અરજી લેનારી અડાલજ પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી તપાસ આરંભી છે.

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આકાશ રેસિડેન્સી ખાતે રહેતા અને અદાણી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દીપક રાકેશ શર્મા ગત 27 જૂનના રોજ નાઈટ ક્રિકેટ રમવા જમીયતપુરા ખાતેના ગ્રાઉન્ડ પર ગયા હતા. દીપક શર્માએ ગ્રાઉન્ડની બહાર પોતાનું સ્કુટર પાર્ક કર્યું હતું. દીપકભાઈએ પોતાનો ફોન અને બેંકના વિવિધ કાર્ડસ મુકેલું પર્સ સ્કુટરની ડીકીમાં મુકી દીધું હતું. મધ્યરાત્રિ બાદ મેચ પૂરી થતાં દીપકભાઈ સ્કુટર પાસે પહોંચ્યા ત્યારે તેમનો ફોન અને પર્સ ચોરી થઈ ગયા હતા. આ મામલે તેમણે અડાલજ પોલીસ સ્ટેશન (Adalaj Police Station) માં અરજી આપી હતી અને તમામ બેંકના કાર્ડ્સ બ્લોક કરાવી દીધી હતી. ગત 30 જૂનના રોજ દીપક શર્માએ પોતાનું નવું સિમકાર્ડ એક્ટિવેટ કરતા ચોરે બેંક કાર્ડ્સ અને મોબાઈલ લિંકનો ઉપયોગ કરી 2.65 લાખથી વધુ રૂપિયાના રોકડ તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેકશન કર્યા હોવાની જાણ થઈ હતી. આથી અડાલજ પોલીસે આખરે આ મામલે ગુનો નોંધી તપાસ આરંભી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular