Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadતંત્રએ પાણી આવે તે પહેલા પાળ બાંધી, વિશાલા બ્રિજ પર મોટા વાહનો...

તંત્રએ પાણી આવે તે પહેલા પાળ બાંધી, વિશાલા બ્રિજ પર મોટા વાહનો પર લાદવામાં આવ્યો પ્રતિબંધ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ હાટકેશ્વર બ્રિજ બાદ વધુ એક બ્રિજ વિવાદમાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના (National Highways Authority) તાબામાં આવતા અમદાવાદના (Ahmedabad) વિશાલા બ્રિજની (Vishala Bridge) કફોળી હાલતના લીધે છેલ્લા કેટલાક સમય વિવાદ શરૂ થયો છે. તાજેતરમાં આ બ્રિજને લઈ શહેરના એક ધારાસભ્યએ નિવેદનમાં જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીએ બ્રિજમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને બ્રિજ સલામત હોવાનો દાવો કર્યો હતો. જોકે પ્રશાસને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બ્રિજની કફોળી સ્થિતિને જોતા ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. તેમજ વિશાલા બ્રિજ પર રેલિંગ પણ લગાવી દેવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટીના તાબામાં આવતા વિશાલા બ્રિજના સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા ગતરોજ કેન્દ્ર સરકાર દ્વારા બ્રિજના સમારકામ માટે 5.5 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : વિશાલા બ્રિજને લઈને ભાજપના નેતાએ આપી પ્રિતિક્રિયા, નેશનલ ઓથિરિટીના અધિકારીએ કર્યો આવો દાવો

- Advertisement -

અમદાવાદમાં આવવા એને જવા માટે વિશાલા બ્રિજએ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. મોટા વાહનો જેમ કે ટ્રક, લકઝરી, માલવાહક ટેમ્પો સહિત વિશાલા બ્રિજ થઇને અમદાવાદમાં પ્રવેશે છે અને બહાર જાય છે. પરંતુ હાલ તંત્ર દ્વારા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે, તે માટે રેલિંગ ઉભી કરાઈ છે. જેના કારણ હવે નાના વાહનો જ બ્રિજ પરથી પસાર થઈ શકશે. વિશાલા બ્રિજ પર પોલીસ કર્મચારીઓનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. જેના કારણે મોટા વાહનોને અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશાલા બ્રિજની હાલત છેલ્લા 5 વર્ષથી જર્જરિત છે. અનેક વખત અહેવાલો પ્રકાશિત થઈ ચૂક્યા છે. છતાં કોર્પોરેશન નેશનલ હાઈવે ઓથોરિટી પર દોષનો ટોપલો ઢોળી લૂલો બચાવ કરતું હતું. બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ વાત ધ્યાનમાં હોવાનું રટણ કરી રહ્યા હતા. હવે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 2 મહિના સુધી વિશાલા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગવામાં આવ્યો છે. આગામી દિવસોમાં બ્રિજનું સમારકામ થવાનું છે, જેને લઇ તે પહેલા કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તાકીદે તંત્રએ આ પગલું ભર્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular