Friday, June 5, 2026
HomeGeneralમોરબી બ્રિજ દુર્ઘટનાના બે આરોપીઓના હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા

મોરબી બ્રિજ દુર્ઘટનાના બે આરોપીઓના હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં (Morbi Bridge Tragedy) 135 લોકો મોતને ભેટ્યા હતા. ગુજરાતને હચમચાવનારી આ દુર્ઘટનામાં ગુજરાત સરકારે SITની રચના કરી હતી, જેમાં SITની ટીમે ઓરેવા કંપની માલિક જયસુખ પટેલ (Jaysukh Patel) સહિત 10 જેટલા લોકોની ધરપકડ કરી હતી. થોડા દિવસ પહેલા મોરબી બ્રિજના બે આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) નિયમિત જામીન માટે અરજી કરી હતી. જે અરજી પર આજે હાઈકોર્ટે સુનાવણી કરતા મહાદેવ સોલંકી અને મનસુખ પટેલ નામના બે આરોપીઓને શરતી જામીન મંજૂર કર્યા છે. જેમા હાઈકોર્ટે જામીન આપતા કહ્યું છે કે, બંને આરોપીઓ ગુજરાતની બહાર જઈ શકશે નહીં અને પોલીસની તપાસમાં સહકાર આપવો પડશે.

gujarat-high-court
gujarat-high-court

મોરબી બ્રિજ દુર્ઘટનામાં SITની ટીમે ઉંડાણપૂર્વક તપાસ કરતા ઝૂલતા બ્રિજ પર ક્ષમતા કરતા વધારે લોકોને પ્રવેશ આપી દેવાના કારણે બ્રિજ તૂટ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તેમજ બેદરકારી દાખવી ટિકિટ વહેંચણી કરવામાં આવતા SITની ટીમે ટિકિટ વહેંચણીનું કામ કરતા મહાદેવ સોલંકી અને મનસુખ પટેલની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ થોડા દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. જે મામલાની જામીન પર આજે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે ટિકિટ વહેંચનારા મહાદેવ સોલંકી અને મનસુખ પટેલના શરતી નિયમિત જામીન મંજૂર કર્યા છે. જેમાં બંને ગુજરાત છોડી બહાર જઈ શકશે નહીં અને પોલીસ તપાસમાં સહકાર આપવાનો રહેશે તેવી બાહેંધરી પણ લીધી છે.

- Advertisement -

મહત્વની વાત છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈ ગુજરાત હાઈકોર્ટ પોતે સુઓમોટો અરજી દાખલ કરી હતી. જેમાં મોરબી બ્રિજમાં મૃત્ય પામનાર લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા ઓરેવા કંપનીને આપવા આદેશ કર્યા હતા, ત્યાર બાદ આ બ્રિજ દુર્ઘટનાના મુખ્ય સૂત્રધાર જયસુખ પટેલ જે દુર્ઘટના બન્યા બાદ ભૂર્ગભ ઉતરી ગયા હતા. તેમને હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું અને જયસુખ પટેલે પોલીસ સમક્ષ સરેન્ડર કરી હાઈકોર્ટમાં હાજર થયા હતા. થોડા સમય પહેલા જયસુખ પટેલે પણ જામીન માટે અરજી કરી હતી, જેને હાઈકોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular