Tuesday, July 21, 2026
HomeInternationalRussia-Ukraine War : રશિયાએ કરેલા હુમલામાં ચાર ભારતીયના મોત, માતા-પિતાના એકના એક...

Russia-Ukraine War : રશિયાએ કરેલા હુમલામાં ચાર ભારતીયના મોત, માતા-પિતાના એકના એક પુત્રનું પણ મોત

- Advertisement -

Four Indians killed in Russian missile attack : ઘણા લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં અનેક ભારતીયોના મોત (Indian deaths in Russia-Ukraine war) થઈ ચૂક્યા છે. રશિયાએ કરેલા એક મિસાઈલ હુમલામાં ચાર ભારતીયો અને સિરિયન નાવિકો સહિત 10ના મોત થયા છે. યુક્રેનના ઓડેસા બંદર પરથી અનાજ લઈને જઈ રહેલા માલવાહક જહાજ પર થયેલા હુમલાને ભારત સરકારે વખોડી કાઢ્યો (India condemns Russia’s attack) છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, એમવી ગોલ્ડન લીયો નામના જહાજ પર ૧૯ જુલાઈના રોજ હુમલો થયો હતો. જેમાં પાંચ ભારતીય સહિત ૧૭ ક્રૂ હતા. ઘાયલ ક્રૂ મેમ્બરમાં એક ભારતીય સામેલ છે અને તેની સ્થિતિ ગંભીર છે. અત્રે નોંધનીય છે કે, મૃતક ભારતીયોમાં કેરળનો 26 વર્ષીય નાવિક અખિલ જોયન તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને તેના બે મહિના બાદ લગ્ન થવાના હતા.

રશિયાએ કરેલા મિસાઈલ હુમલામાં ચાર ભારતીયોના મોત બાદ ભારતે જણાવ્યું છે કે, કોર્મશિયલ જહાજોને નિશાન બનાવવામાં ના આવે તેનું વારંવાર કહેવામાં આવ્યું છે. આ હુમલાને વખોડી કાઢવામાં આવ્યો છે. યુક્રેનના જણાવ્યાનુસાર એમવી ગોલ્ડ લીયો શિપ મકાઈ લઈને જતું હતું. ઓડેસા બંદર નજીક રશિયાએ ત્રણ મિસાઈલ છોડી હુમલો કર્યો હતો. 17માંથી 8 ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા હતા. યુક્રેને રશિયાની રાજધાની મૉસ્કો ઉપર 400થી વધુ ડ્રોન વડે હુમલો કર્યો છે. યુક્રેને લાંબા અંતરના ડ્રોન વડે રશિયામાં ખાસ્સા એવા અંદર જઈને હુમલો કરવાની ક્ષમતા કેળવી છે. રશિયાએ કીવ અને યુક્રેનના અન્ય શહેરો પર બેલિસ્ટિક મિસાઇલ વડે હુમલો કર્યા પછી વળતો જવાબ આપતા યુક્રેને આ હુમલો કર્યો છે. મોસ્કોના મેયરે જણાવ્યું હતું કે યુક્રેનના ૮૫ ટકા ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. યુક્રેન ડ્રોન વડે અને રશિયા બેલિસ્ટિક મિસાઇલથી એકબીજા ઉપર હુમલા કરી રહ્યાં છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular