Tuesday, July 21, 2026
HomeGujaratBhavnagarSurat : પ્રથમ મેરેજ એનિવર્સરીના બીજા દિવસે દંપતીના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યા,...

Surat : પ્રથમ મેરેજ એનિવર્સરીના બીજા દિવસે દંપતીના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યા, પોલીસ તપાસ શરૂ

- Advertisement -

Couple dies under mysterious circumstances in Surat : સુરતના કતારગામ ડભોલી ચાર રસ્તા પાસે આવેલી કિસ્મત કોલોનીમાં રહેતા એક દંપતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. એક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનારૂં દંપતી મેરેજ એનિવર્સરીના બીજા દિવસે મૃત (Couple dies on the second day of their first wedding anniversary) હાલતમાં મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ ચકચારી ઘટનાના પગલે કતારગામ પોલીસ (Katargam Police) નો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોલીસે તપાસ આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગરના મહુવા તાલુકાના ખડસલીયા ગામના વતની અભય ગિરીશભાઈ કાતરીયા (ઉ.23 હાલ રહે. સુરત) લિફ્ટ રીપેરિંગનું કામ કરતા હતા. અભયે એક વર્ષ અગાઉ ઝારખંડની દિશા મનોજ આહોજા (ઉ.19) સાથે પ્રેમલગ્ન કર્યા હતા. કિસ્મત કોલોનીમાં રહેતા દંપતીના લગ્નની પ્રથમ વર્ષગાંઠના બીજા જ દિવસે એટલે કે, 19 જુલાઈના રોજ રહસ્યમય સંજોગોમાં મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 23 વર્ષીય પતિ ઘરના પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે પત્ની દિશા નીચે જમીન પર ચાદર ઓઢેલી મૃત હાલતમાં મળી હતી. ગઈકાલે રવિવારે અભયના માતા-પિતા પોતાના રોજિંદા કામ અર્થે બહાર ગયા હતા. આ સમયે ઘરમાં અભય અને દિશા હાજર હતા. દરમિયાન કોઈ અગમ્ય કારણોસર અભયે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે દિશા જમીન પર પડી હતી. અભયના કાકીએ રૂમનો દરવાજો ખોલતા બિહામણું દ્રશ્ય જોઈ તુરંત 108 ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ કરતા બંને મૃત્યુ પામ્યા હોવાની જાહેરાત કરી હતી.

- Advertisement -

ગત શનિવારે આ દંપતીના લગ્નની પ્રથમ મેરેજ એનિવર્સરી હોવાથી બંને બહાર ફરવા પણ ગયા હતા. અભયના કાકા પ્રવીણભાઈ ઉજવણી માટે કેક અને નવા કપડાં પણ લાવ્યા હતા, પરંતુ ફરવા જઈને પરત ફરેલા અભયે ભારે થાક લાગ્યો હોવાનું કહીને કેક બીજા દિવસે રવિવારે કાપવાનું કહ્યું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular