Monday, September 9, 2024
HomeSeriesDeewal Seriesઅબુ અને રિયાઝ વિચારી રહ્યા હતા કે કામ પુરુ થાય અને જલદી...

અબુ અને રિયાઝ વિચારી રહ્યા હતા કે કામ પુરુ થાય અને જલદી અહિયાથી નિકળી જઈશું

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-74 દીવાલ): સવારે બંદી ખુલતા પાવડો અને ત્રિકમ લઈ જઈ રહેલા અબુ Abu અને રીયાઝને Riaz રોકતા મહંમદે Muhammad કહ્યું ભાઈ આજ કામ નહીં કરના, અબુ અને રીયાઝ તેની સામે જોવા લાગ્યા, મહંમદે પહેલા વોર્ડના Ward દરવાજા તરફ જોયું અને કહ્યું મુઝે લગતા બહાર સે ચેકીંગ Checking આને વાલા હૈ, આજ હમ કામ નહીં કરેગે, હજી અબુ-રીયાઝ Abu-Riaz પાવડો-ત્રિકમ લઈ ઊભા હતા. યુનુસે Yunus તેમની સામે જોતા કહ્યું રીયાઝ આજ કામ નહીં કરના હૈ, મહંમદને બોલ દિયા તો કામ નહીં કરના હૈ, અબુ અને રીયાઝે પાવડો-ત્રિકમ લીમડાના ઝાડ Neem Tree નીચે મુકયા અને તેઓ વોર્ડન Warden સાથે ગપ્પા મારવા દરવાજા તરફ ગયા, આમ તો મહંમદે Muhammad જ્યારે પણ પોતાના સાથીઓને કામ બંધ રાખવાનું કહ્યું ત્યારે મનમાંથી તો હાશ નિકળી જતી હતી, પણ સાથે-સાથે જલદી કામ થઈ જાય તો જલદી નિકળી જઈએ તેવી મનમાં ઉતાવળ પણ થતી હતી. મહંમદ અને યુનુસ એકલા ઊભા હતા, યુનુસે પોતાની શંકાના સમાધાન માટે પુછ્યું કેમ મેજર Major તમને એવું લાગી રહ્યું છે કે ચેકીંગ આવી રહ્યું છે, મહંમદે વિચાર કરી પોતાના મનમાં રહેલી શંકા વ્યકત કરતા કહ્યું જો ગઈકાલે વસાવા સાહેબ Vasava Sir ચેકીંગમાં આવ્યા હતા, સામાન્ય રીતે જ્યારે બહારની કોઈ એજન્સી ચેકીંગમાં Checking આવવાની હોય છે, ત્યારે જેલવાળાને પહેલાથી ગમે ત્યાંથી ખબર પડી જાય છે. એટલે બહારની એજન્સી જેલમાંથી Jail કઈ પણ પકડે તે પહેલા જેલવાળા ચેકીંગ કરે છે. મને લાગે છે કે વસાવા સાહેબ ચેકીંગમાં આવ્યા તેનો અર્થ બહારની કોઈ એજન્સી આજે આવવી જોઈએ. યુનુસ Yunus વિચાર લાગ્યો કે ખરેખર મહંમદનું મગજ પણ એક ક્રિમીનલ માણસ જેવું વિચારી રહ્યું છે.



મહંમદની Muhammad શંકા પાછળ કેટલાક કારણો હતા, જેમાં સૌથી મહત્વનું જેલની હોસ્પિટલમાંથી Jail Hospital ચોરાયેલો ડૉકટરનો ફોન Phone હતો, જેલમાં કડક ચેકીંગ હોવા છતાં કેદીઓ Prisoners જ્યારે પણ કોર્ટની Court મુદતમાં જાય ત્યારે મોબાઈલ ફોન Mobile લઈ આવતા હતા, જેલમાં જામર લાગેલા હતા, છતાં સાબરમતી જેલની Sabarmati Jail ભુગોળ એવા પ્રકારની હતી કે જેલના કેટલાંક ખુણામાં જામરની અસર થતી ન્હોતી, અને ત્યાંથી ફોન ઉપર વાત થઈ શકતી હતી. જેલમાંથી અનેક વખત મોબાઈલ ફોન પણ પકડયા હતા, પણ જેલમાંથી કોઈ અધિકારીનો Officer ફોન ચોરાયો હોય તેવી આ પહેલી ઘટના હતી. આ ઉપરાંત બ્લાસ્ટ કેસના Blast Case આરોપીઓ છેલ્લાં કેટલાય દિવસથી કોર્ટમાં Court કોઈ ફરિયાદ કરી ન્હોતી અને જેલ અધિકારી Jail Officer સાથે ઝઘડો પણ કર્યો ન્હોતો. આ આરોપીનું એકદમ શાંત થઈ જવુ કોઈને પણ શંકા ઉપજાવે તેવું હતું, મહંમદને Muhammad રહી રહી તેવો વિચાર આવ્યો હતો. મહંમદને ખબર હતી કે તેમની બેરેકમાં Barrack હવે બહુ ઓછું ચેકીંગ હોવા છતાં જેલવાળા તેમની સામે શંકાની નજરે જોતા હતા અને જેલમાં આવતા ઈન્ટેલીઝન્સ અધિકારીઓ પણ સતત બ્લાસ્ટ કેસના આરોપીઓ Blast Case Accused શું કરી રહ્યા છે તે અંગે જેલ અધિકારીને પુછતા હતા. મહંમદને લાગતું હતું કે તેનું મગજ ઘણુ બધુ વિચારી રહ્યું છે કદાચ તે આ વિચારોને કારણે પાગલ થઈ જશે, મહંમદ વિચાર કરી રહ્યો હતો, ત્યારે યુનુસે Yunus તેને ખભો પકડી એકદમ હલાવ્યો, મહંમદે વોર્ડના દરવાજા તરફ જોયું, અબુ Abu અને રીયાઝ Riaz વોર્ડન સાથે વાત કરી રહ્યા હતા. તે એકમદ બેરેક તરફ આવી રહ્યા હતા, તેનો અર્થ કે દીવાલની પાછળથી કોઈ અધિકારી Officeer બેરેક તરફ આવી રહ્યા હતા, મહંમદ Muhammad ઓટલા ઉપરથી ઊભો થઈ ગયો, મહંમદની ધારણા સાચી પડી, ગુજરાતની જેલોના આઈજીપી IGP પોતે સ્કવોર્ડ Squad સાથે જેલના ચેકીંગમાં આવ્યા હતા. તેમની સાથે જેલર પંડયા Jailer Pandya અને સુપ્રીટેન્ડન્ટ વી એમ વસાવા Superintendent Vasava પણ હતા, આઈજીપી સાથે હતા તેના કારણે જેલર પંડયાએ રૂઆબ જાડતા મહંમદને કહ્યું મહંમદ અહીં આવો.. કયાંયથી તારા બીજા માણસો બોલાવી લો, યુનુસ તરત બેરેક તરફ બોલાવવા ગયો મહંમદે આઈજીપીને IGP નમસ્તે કર્યું અને હાથ જોડી લાઈનમાં ઊભો રહ્યો તેની બગલમાં અબુ અને રીયાઝ પણ આવી ઊભા રહ્યા,



આઈજીપીએ IGP મહંમદને પગથી માથા સુધી જોયો, તેમની બાજુમાં વસાવા સાહેબ Vasava Sir હતા, તેમણે આઈજીપી સાહેબના કાન પાસે મોંઢું લાવી, આંખથી મહંમદ Muhammad તરફ ઈશારો કરતા એકદમ ધીમા અવાજે કહ્યું, સાહેબ આ જ હરામખોર મહંમદ છે, કોર્ટમાં Court આપણી સામે આ જ ફરિયાદો કર્યા કરે છે, વકિલ Advocate પણ છે, એટલે પોતાને કાયદે આજમ સમજે છે. આઈજીપીએ IGP વસાવાની વાત સાંભળી હકારમાંથી માથુ હલાવ્યું, મહંમદને જોઈ રહેલી તેમની નજર બદલાઈ ગઈ, ત્યાં સુધીમાં તો બેરેકમાં Barrack રહેલા બધા જ બહાર આવી ગયા અને મહંમદની કતારમાં ઊભા રહી ગયા, આઈજીપીએ મનમાં ગણતરી કરી આઠ જણા ઊભા હતા, છતાં તેમણે વસાવાને પુછ્યું અહીં કેટલા કેદીઓ Prisoners રાખ્યા છે, વસાવાએ કહ્યું સર આઠ, આઈજીપીએ IGP એક ચક્કર માર્યું અને આઠે-આઠને ધ્યાનથી જોયા, બધા લાઈનમાં પોતાના બંન્ને હાથ આગળ તરફ રાખી ઊભા હતા.

આઈજીપીએ જેલર પંડયા Jailer Pandya સામે જોયું અને બેરેક ચેક Barrack Check કરવાનો ઈશારો કર્યો. પંડયા તરત જી સર કહી બેરેક તરફ ગયા, તેમની સાથે ચાર જેલના પોલીસવાળા Jail Police પણ ગયા, આઈજીપી IGP લાઈનમાં ઊભા રહેલા આઠ કેદીઓની Prisoners પાછળની તરફ જોઈ રહ્યા હતા, મહંમદને Muhammad ખબર પડતી ન્હોતી કે આઈજીપી તેમની પાછળ શું જોઈ રહ્યા છે. કારણ તે પાછળ વળી જોઈ શકતો ન્હોતો, કેદીઓ લાઈનમાં ઊભા હોવાને કારણે આઈજીપી IGP પોતાનું માથુ જમણી-ડાબી બાજુ ફેરવી જોઈ રહ્યા હતા કારણ તેમને જે જોવું હતું તેની વચ્ચે કેદીઓ Prisoners આવી રહ્યા હતા. આઈજીપીએ વસાવાને ધીમા અવાજે પુછ્યું આ બગીચો Garden આપણે બનાવી આપ્યો છે, વસાવાએ Vasava ધીમા અવાજે કહ્યું ના સર આ કેદીઓએ પોતે જ બનાવ્યો છે. આઈજીપીના IGP ચહેરા ઉપર પ્રસન્નતા આવી, તેમનો રૂક્ષ ચહેરો બદલાઈ ગયો, તેમણે મહંમદ સામે જોતા પુછ્યું તમે બનાવ્યો છે.. મહંમદ Muhammad સમજ્યો નહીં, વસાવાએ ફોડ પાડતા કહ્યું સાહેબ તમારા બગીચાની Garden વાત કરે છે, મહંમદે એક ક્ષણ માટે પાછળ જોયું અને આઈજીપી સામે જોતા કહ્યું જી સર અમે જ બનાવ્યો છે. આઈજીપીએ IGP કહ્યું ગુડ..Good ત્યારે જ જેલર પંડયા Jailer Pandya દોડતા બેરેકમાંથી આવ્યા, વસાવા અને આઈજીપીએ તેમની સામે જોયું તેમણે માથુ હલાવી ના પાડી, તેનો અર્થ બેરેકમાં Barrack કઈ વાંધાજનક મળ્યું નથી.



આઈજીપીએ IGP એકદમ કડક અવાજમાં મહંમદ Muhammad અને તેના સાથીઓ સામે જોતા કહ્યું મારે જેલમાં Jail કોઈ ગરબડ ન જોઈએ, અમારૂ કામ તમને કોર્ટના Coutrt આદેશ પ્રમાણે રાખવાનું છે. તમારે જેલના નિયમ Jail Rules પાળવા જ પડશે. મહંમદે માથુ હલાવી હા પાડી, આઈજીપીએ IGP મહંમદને પુછ્યું તમારી કોઈ ફરિયાદ છે, મહંમદે પહેલા વસાવા Vasava અને પછી પંડયા Pandya સામે જોયું, બંન્નેના જીવ તાળવે ચોટી ગયા, પણ મહંમદે Muhammad કહ્યું ના સર કોઈ ફરિયાદ નથી, આઈજીપી ઉઘા ફર્યા અને તે પોતાના કાફલા સાથે બીજી બેરેકની Barrack તપાસ માટે રવાના થયા, કાફલો જતો રહ્યો હતો છતાં આઠે કતારમાં જ ઊભા હતા. યુનુસે Yunus પોતાનું માથુ આગળ કરી મહંમદ સામે જોયું અને પુછ્યું મેજર Major તમે જયોતિષ વિદ્યા જાણો છો.. મહંમદ હસ્યો, યુનુસે તમે જે પણ બોલો છે તેવું થાય.. મહંમદે Muhammad કહ્યું જો આજે આપણે કામ ચાલુ રાખ્યું હોત તો શું થાત તેની કલ્પના કરો, જેલવાળા સાથે તો ઝઘડો કરી તેને રોકી લઈએ છીએ, પણ આઈજીપી IGP આવી ગયા તો આપણે શું કરતા.. મહંમદ આ વાકય બોલ્યો ત્યારે મહંમદ અને યુનુસના Yunus શરિરમાંથી એક સાથે એક ધ્રુજારી પસાર થઈ ગઈ હતી.

- Advertisement -

(ક્રમશ:)

PART – 73 | મહંમદ ક્રિમિનલ લોયર હતો તે બીજા વિચારે તેના કરતા એક ડગલું આગળનું વિચારતો હતો




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular