નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથ: Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળના (Veraval) ચકચારી ડૉ. અતુલ ચગ આપઘાત મામલે (Dr. Atul Chag Suicide Case) ન્યાય માટે ડૉ. ચગના પરિવારે ગુજરાત હાઈકોર્ટના (Gujarat High Court) દ્વારા ખખડાવ્યા છે. આ મામલે આજરોજ ગુજરાત હાઈકોર્ટ સુનાવણી હાથ ધરશે. ડૉ. ચગના પરિવારે અને સમાજે આક્ષેપ કર્ય હતા કે પોલીસ દ્વારા આ કેસ મામલે નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. મહત્વની વાત છે કે ડૉ. ચગે સુસાઈડ નોટમાં (Dr Chag Suicide note) ભાજપના સાંસદ રાજેશ ચૂડાસમા (BJP MP Rajesh Chudasama) અને તેમના પિતા નારણભાઈનું નામ લખ્યું હોય આ મામલો ખુબ ગરમાયો હતો. પરંતુ આજ સુધી પોલીસે આ મામલે કોઈની ધરપકડ કરી નથી. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પોલીસ ઉચ્ચ અધિકારીઓને સુનવાણી સમયે હાજર રહી જવાબ રજૂ કરવાના છે.
વેરાવળના નામાંકિત ડૉકટર અતુલ ચગ દ્વારા આપઘાત કરી લેતા સમ્રગ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ડૉ. ચગે સુસાઇડ નોટમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારાયણ ચુડાસમાને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. આ સનસનીખેજ સુસાઈડ નોટ બાદ ગીર સોમનાથ સહિત રાજ્યનું રાજકારણ ગરમાયું હતું. આ મામલે ડૉ અતુલ ચગના પુત્રએ પણ જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી અને લોહાણા સમાજના આગેવાનો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પોલીસે કાર્યવાહી નહીં કરતા ડૉ. ચગના પરિવારે અને સમાજે આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી પોલીસે ઢાંકપિછોડો કરવાનું કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ પણ ડૉ. અતુલ ચગના આપધાત કેસમાં કોઈ કાર્યવાહી ન થતા રઘુવંશી સમાજ આક્રમક બન્યું હતું અને જિલ્લા પોલીસવડાને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ રાજ્યના વિવિધ સ્થળો પર ન્યાયીક તપાસની માગણી થઈ હતી.
શું છે સમ્રગ મામલો?
ગત 12 ફેબ્રુઆરીના રોજ વેરાવળના નામાંકિત ડૉકટર અતુલ ચગે હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાને પગલે ચોમેર સનસનાટી મચી જવા પામી હતી. પરંતુ ડૉ. અતુલ ચગે લખેલી સુસાઈડ નોટ પોલીસને હાથ લાગતા ચકચાર મચી ગઈ હતી. જેમાં રાજેશ ચૂડાસમા અને તેમના પિતા નારણભાઈના નામનો ઉલ્લેખ હતો. જેના કારણે ભાજપના સાંસદ પિતા-પુત્ર પર કાર્યવાહીની માગણી ઉઠી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ચગ પરિવાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો અને ન્યાયની માગણી કરી રહ્યો છે. ત્યારે હાઈકોર્ટે આ મામલાની સુનાવણી હાથ ધરી છે અને આજરોજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ આ મામલે જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
TAG: Gir Somnath News, Veraval Doctor Suicide, Dr Atul chag Suicide Case
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








