Saturday, July 13, 2024
HomeSeriesDeewal Seriesમહંમદ અને તેના સાથીઓ કોર્ટ ના હુક્મથી નારાજ થયા કારણ હવે બહાર...

મહંમદ અને તેના સાથીઓ કોર્ટ ના હુક્મથી નારાજ થયા કારણ હવે બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-20 દીવાલ): તે દિવસે કોર્ટ Court ની મુદત હતી. જ્યા સુધી કોઈ પણ કેદી Prisoner ને સજા થાય નહીં ત્યાં સુધી તે કેદી Prisoner ને દર 14 દિવસે કોર્ટ Court માં રજુ કરવા પડે પણ ક્રાઈમ બ્રાન્ચે Crime Branch કોર્ટ Court ને અરજી આપી કહ્યુ હતું આ આરોપીઓ ઉપર ભયંકર આરોપ છે. તેમના સાથીઓ પૈકી હજી ઘણા પકડવાના બાકી છે. જેલ Jail માંથી કોર્ટ Court માં લાવતી વખતે પોલીસ પાર્ટી ઉપર હુમલો કરી આ આરોપીએને ભગાડી જવાનો પ્રયત્ન થશે તેવી અમારી પાસે જાણકારી છે. તેના કારણે આ આરોપીઓને કોર્ટ Court માં રજુ કરવાને બદલે કોર્ટ Court જેલ Jail માં ગોઠવવામાં આવે તેવી અમારી વિનંતી છે. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની દલીલો સામે મહંમદ Muhammad અને તેના સાથીઓના વકીલે ખુબ દલીલ કરી, તેમનો પોલીસ ઉપર આરોપ હતો કે પહેલા તો જે ગુનામાં પોલીસે તેમને પકડ્યા છે તેની સાથે તેમના અસીલોને કોઈ નિસ્બત નથી.પોલીસે તેમની ઉપર ખોટો કેસ કર્યો છે અને પછી આખી ઘટનાને મોટી બનાવવા માટે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch તેમના અસીલો ભાગી જશે તેવી મનઘડંત સ્ટોરીઓ બનાવી કોર્ટ Court ને ગેરમાર્ગે દોરી રહી છે. જો કે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે Court ઓર્ડર કર્યો હતો કે કોર્ટ Court ના આદેશ વગર મહંમદ Muhammad સહિત તેના કુલ આઠ સાથીઓને જેલ Jail ની બહાર કાઢવા નહીં. જ્યારે પણ અનિવાર્યતા ઉભી થાય ત્યારે કોર્ટ Court ની પુર્વ મંજુરી લેવી. બીજા હુકમ સુધી હવે દરેક મુદતે કોર્ટ Court સાબરમતી જેલ Sabarmati Jail માં જ મળશે અને જેલ Jail સત્તાવાળાઓ જેલ Jail માં કોર્ટ Court ઉભી કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવી. આ વાતને પુરા સાડા 7 વર્ષ થઈ ગયા હતા. જજ દરેક મુદતે જેલ Jail માં પોતાના કોર્ટ Court સ્ટાફ સાથે આવતા હતા. સાડા 7 વર્ષથી મહંમદ Muhammad અને તેના સાથીઓ જેલ Jail ની બહાર ગયા જ ન્હોતા. ગુજરાત સરકારે પણ ગુનાની ગંભીરતા જોતા આરોપીઓ સામે CRPC 268ની કલમ લાગુ કરી હતી. આ કલમનો અર્થ થતો હતો કે આ કેદી Prisoner ને કોઈ પણ એજન્સી રાજ્ય સરકારની મંજુરી વગર જેલ Jail ની બહાર કાઢી શકશે નહીં.

પહેલા તો મહંમદ Muhammad અને તેના સાથીઓ કોર્ટ Court ના આ હુકમ સામે ખુબ નારાજ થયા હતા. કારણ હવે તો જેલ Jail ની બહાર તેમના નિકળવા ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો હતો. પહેલા તો મહંમદ Muhammad ને લાગ્યુ કે હાઈકોર્ટ HighCourt માં આ નિર્ણયને પડકારવો જોઈએ પણ પોતે પણ વ્યવસાયે વકીલ હતો અને ક્રિમિનલ Criminal કેસોની પ્રેક્ટિસ કરતો હોવાને કારણે તેને અંદાજ આવી ગયો હતો કે આવા સંજોગોમાં હાઈકોર્ટ HighCourt પણ ખાસ રાહત આપશે નહીં. ધીરે ધીરે બધા નવી વ્યવસ્થામાં ગોઠવાઈ ગયા હતા. મહંમદ Muhammad અને તેના સાથીઓ માટે કોર્ટ Court જેલ Jail માં જ લાગતી હતી. તેના કારણે જેલ Jail માં એક ખાસ અલગ કોર્ટ Court રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. જજ મુદત હોય ત્યારે જેલ Jail માં જ આવતા હતા. મહંમદ Muhammad વકીલ હોવાને કારણે તેને કોર્ટ Court ના નિયમો અને મરતબાની ખબર હતી.જજ આવવાના અડધો કલાક પહેલા મહંમદ Muhammad અને તેના સાથીઓને જેલ Jail પોલીસ કોર્ટ Court માં લાવી દેતી હતી. કોર્ટ Court ક્રાર્યવાહી ઉપર નજર રાખવા માટે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch અને એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડના અધિકારીઓ સહિત IB ઓફિસર્સ પણ કોર્ટ Court માં હાજર રહેતા હતા, તે દિવસે જજ પોતાની ચેમ્બરમાંથી આવી રહ્યા છે તેવો પોકાર થયો હતો. આ પ્રકારનો એક શિરસ્તો છે કે પોકાર થાય એટલે કોર્ટ Court માં હાજર આરોપી સહિત તમામ પોલીસ અને કોર્ટ Court સ્ટાફ પોતાની જગ્યા ઉપર ઉભા થઈ જાય અને જજ આવી પોતાની ખુરશી ઉપર બેસે પછી બધા પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. મહંમદે Muhammad પહેલા પોતાના સાથીઓને કોર્ટ Court ને કઈ રીતે માન આપવુ જોઈએ તે શીખવાડ્યુ હતું.

- Advertisement -

જજ સુશીલા મહેતા Judge Sushila Mehta પોતાની ચેમ્બરમાંથી આવે તે પહેલા પોકાર થતાં જેલ Jail માં હાજર હતા તે બધા પોતાની જગ્યા ઉપર ઉભા થયા. પરંતુ જ્યારે પોલીસનું ધ્યાન મહંમદ Muhammad અને તેના સાથીઓ તરફ ગયુ ત્યારે તેમને આશ્ચર્ય થયુ કારણ મહંમદ Muhammad અને તેના સાથીઓ સહિત આઠેય આરોપીઓ પોતાની ખુરશી ઉપર બેસી જ રહ્યા હતા. કોર્ટ Court ના બેંચ ક્લાર્કે હાથનો ઈશારો કરી મહંમદ Muhammad ને ઉભા થાય તેમ કહ્યુ, મહંમદે કલાર્ક સામે જોયુ અને પછી પોતાના સાથીઓ પૈકી કોઈ ઉભુ થયુ નથીને તેની ખાતરી કરવા તેણે પોતાના સાથીઓ તરફ એક નજર ફેરવી. કલાર્કની વાત મહંમદ Muhammad ને સમજાઈ નથી, પહેલા તો પોલીસને તેવુ લાગ્યુ એટલે એક પોલીસ અધિકારી જજ Judge આવે તે પહેલા ઝડપથી મહંમદ Muhammad પાસે આવ્યા અને પોતાનું મોંઢુ નીચુ કરી મહંમદ Muhammad ને ખભેથી પકડતા કહ્યુ ઉઠ જાઓ સાહબ આ રહે હે. મહંમદે પોલીસ અધિકારીએ પકડી રાખેલા ખભા ઉપરનો હાથ હટાવતા કહ્યુ વો આપકે સાબ હોંગે હમારે નહીં, હમે ઉઠના ચાહિયે કૌનસે કાનુન મેં લીખા છે.પોલીસ અધિકારી કંઈ દલીલ કરવા જાય તે પહેલા જજ સુશીલા મહેતા Judge Sushila Mehta ચેમ્બરમાંથી નિકળી ડાયસ ઉપર આવ્યા, તેમને પણ આરોપીઓ કેમ બેસી રહ્યા છે તેવો પ્રશ્ન થયો. તેમના ચહેરા ઉપર તેમનો પ્રશ્ન સ્પષ્ટ રીતે વાંચી શકાતો હતો. જજે ક્લાર્કને કોર્ટ Court ની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો. ક્લાર્કે નિયમ પ્રમાણે તમામ આરોપીઓ કોર્ટ Court માં હાજર છે તેની ખાતરી કરવા માટે આરોપીઓના નામ બોલવાની શરૂઆત કરી મહંમદ Muhammad, યુનુસ Yunus, પરવેઝ Pervez, યુસુફ Yusuf, ચાંદ Chand, દાનીશ Danish, અબુ Abu અને રીયાઝ Riaz, પહેલા તો આરોપીના નામ બોલાય એટલે એક પછી એક બધા ઉભા થતા અને જજ બેસવાનો આદેશ આપે પછી બધા બેસી જતા હતા પણ આજે એક પણ ઉભા થયા નહીં. જેમ જેમ નામ બોલાતા ગયા, તેમ તેમ તેઓ હાજર હોવાની ખાતરી આપવા પોતાનો હાથ ઉંચો કરી રહ્યા હતા. જજ મહેતા પોતાની ચશ્માની દાંડી નીચી કરી તમામને જોઈ રહ્યા હતા. નામ બોલાવાઈ ગયા પછી કાર્યવાહી શરૂ કરતા પહેલા કોર્ટે Court આરોપીઓ સામે જોતા પુછ્યુ તમારે કોઈને કંઈ કહેવુ છે, કોઈ ફરિયાદ છે?

હમણાં સુઘીની પરંપરા હતી કે કોર્ટ Court કંઈ પણ પુછે એટલે મહંમદ Muhammad ઉભો થતો અને કોઈ ફરિયાદ નથી તેમ કહી બેસી જતો હતો. પરંતુ આજે કોર્ટે Court પુછ્યુ કે કોઈ ફરિયાદ છે એટલે મહંમદે Muhammad યુનુસ તરફ જોયુ અને યુનુસે પોતાનો હાથ ઉંચો કર્યો અને પોતાની જગ્યા ઉપરથી ઉભા થતાં કહ્યુ સાહેબ જેલ Jail પોલીસ અમને ખુબ ત્રાસ આપે છે, ઝડતીના નામે ગમે ત્યારે બેરેક Barracks માં આવી જાય છે, અમારો સામાન ફેંકી દે છે અને અમને ફટકારે પણ છે. યુનુસ Yunus ની ફરિયાદ સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા. કોર્ટ Court માં હાજર જેલ Jail પોલીસના અધિકારીઓ એકબીજા સામે જોવા લાગ્યા આવુ ક્યારે અને કોણે કર્યુ તેવુ તેમને ચહેરો એકબીજાને પુછી રહ્યો હતો. જજે યુનુસની ફરિયાદ સાંભળી જેલ Jail અધિકારીએ સામે જોતા પુછ્યુ તમારે કંઈ કહેવુ છે, તરત જેલર કૌશીક પંડ્યા Jailer Kaushik Pandya આગળ આવ્યા અને તેમણે સાવધાન ઉભા રહેતા કહ્યુ સર આવુ કંઈ ક્યારેય બન્યુ જ નથી.જો કે જજ મહેતા Judge Mehta નો ચહેરો કહેતો કે તેમને પંડ્યાના બચાવ ઉપર ભરોસો નથી. પંડ્યાએ વધુ સ્પષ્ટતા કરતા કહ્યુ સર જેલ Jail માં એક કેદી Prisoner નું હમણાં જ મર્ડર થયુ હતું તેના કારણે ચેકિંગ કરીએ છીએ પણ કોઈ કેદી Prisoner નો સામાન ફેંકી દીધો હોય અને કોઈને માર્યા હોય તેવુ બન્યુ નથી. પછી જેલરે Jailer મહંમદ Muhammad સામે જોયુ અને જાણે કંઈક યાદ આવ્યુ હોય તેમ મહંમદ Muhammad સામે ઈશારો કરતા કહ્યુ સર આ મહંમદ Muhammad અમને ચેકિંગ કરવા જ દેતો નથી. દર વખતે તે સિપાઈ સાથે માથાકુટ કરે છે. જજએ ક્લાર્કને નોંધ લખાવાનો ઈશારો કર્યો અને નોંધાવ્યુ કે જેલ Jail અધિકારીઓને તાકીદ કરવામાં આવે છે કે ચેકિંગ વખતે કેદી Prisoner ઓ સાથે દુરવ્યવહાર કરવો નહીં અને માર મારવો નહીં.. મહંમદે Muhammad આ સાંભળ્યુ ત્યારે તેના ચહેરા ઉપર એક સ્મિત હતું, તેણે ત્રાંસી આંખે જેલર પંડ્યા Jailer Pandya સામે જોયું.

(ક્રમશ:)

- Advertisement -

PART – 19 | મહંમદ હસી પડ્યો તેને કેદીને પુછ્યુ રોટલીનુ બીજુ થઈ શકે છે- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular