નવજીવન ન્યૂઝ. વેરાવળ: Veraval Dr. Atul Chag suicide case: ગતરોજ રવિવારના રોજ વેરાવળના વિખ્યાત તબીબે આત્મહત્યા (Veraval Doctor Suicide) કરતા ગમગીની છવાઈ ગઈ હતી. આત્મહત્યા પહેલા તબીબે લખેલી સુસાઈડ નોટ(Suicide Notes) આવતા રાજકારણમાં પણ હડકંપ મચી ગયો હતો. ત્યારે હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે અને પોલીસની(Gir Somnath Police) તપાસની દિશા પણ બદલાઈ છે.
ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લાના વેરાવળ શહેરમાં વિખ્યાત તબીબ ડૉ. અતુલ ચગે પોતાની હોસ્પિટલમાં જ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. આજરોજ ડૉ. ચગની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને વેરાવળમાં ગમગીનીનું વાતાવરણ જોવા મળ્યું હતું. સાથે જ રઘુવંશી સમાજના આગેવાનો પણ અંતિમ યાત્રામાં પહોંચી ગયા હતા અને ડૉ. ચગની આત્મહત્યાની ઊંડાણ પૂર્વકની પોલીસ તપાસન માગણી કરતા જોવા મળ્યા હતા. સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સી.ઈ.ઓ. અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પણ દુઃખ વ્યક્ત કરતા સંવેદના પાઠવી હતી.

સાથે જ ડૉ. અતુલ ચગના પરિવારજનો પણ ન્યાયની માગણી કરતા જોવા મળ્યા હતા. પરિવારજનોનું માનવું છે કે, અતુલ ચગ આર્થિક કારણોથી આવું પગલું ભરી શકે નહીં. તેઓ ખુબ મજબૂત મનોબળના હોય તેમજ અનેક વખત જીવનમાં ચઢાવ-ઉતારમાંથી પસાર થઈ ચૂક્યા છે. માટે તેમને આત્મહત્યાનું કારણ આર્થિક ભારણ હોય તેવી વાત ગળે ઉતરતી નથી. સાથે જ તેમજ ડૉ. અતુલ ચગના બહેને જણાવ્યું હતું કે, રાજેશ ચુડાસમાએ સુસાઈડ નોટમાં જે ઉલ્લેખ કર્યો છે તેમના નામ તેમણે સાંભળેલા છે. અને ડૉ.ચગે કોરોનાકાળમાં તેઓની ખુબજ મદદ કરી હતી અને રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો. છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો છે.
મહત્વની વાત છે કે, અતુલ ચગની સુસાઈડ નોટે રાજકારણમાં હડકંપ સર્જી દિધો હતો. જે સુસાઈડ નોટમાં રાજેશ ચુડાસમાનું નામ લખેલું હોય સાંસદ રાજેશ ચુડાસમા તરફ આંગળી ચીંધાઈ હતી. પરંતુ હાલ સુધી સત્તાવાર રીતે સુસાઈડ નોટમાં ઉલ્લેખીત નામ કોના છે તેની કોઈ માહિતી સામે આવી નથી.
(માહિતી: પરાગ સંગતાણી. વેરાવળ)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








