Wednesday, June 10, 2026
HomeGeneralઅરવલ્લીમાં SMCનો દરોડો, ફોર્ચ્યુનરમાંથી ₹10.88 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અરવલ્લીમાં SMCનો દરોડો, ફોર્ચ્યુનરમાંથી ₹10.88 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

- Advertisement -

ARAVALLI SMC RAID: અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ વધુ એક મોટી કાર્યવાહી કરીને ભિલોડા તાલુકાના પાલ્લા-ટોરડા રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાન સરહદ મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસ વચ્ચે SMCએ ફોર્ચ્યુનર કારમાંથી ₹10.88 લાખનો દારૂ અને બિયર ટીન જપ્ત કર્યા છે. જોકે, કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાની રાજસ્થાનને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો મારફતે મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. આ માહિતીના આધારે SMCએ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીદારો સક્રિય કરીને પેટ્રોલિંગ અને વોચ ગોઠવી હતી.

- Advertisement -

તપાસ દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં પ્રવેશ કરવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે SMCની ટીમે પાલ્લા-ટોરડા માર્ગ પર નાકાબંધી ગોઠવી હતી.

SMCની કાર્યવાહી જોઈને કારચાલક દારૂ ભરેલી ફોર્ચ્યુનર રસ્તા પર મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ટીમે વાહનની તપાસ કરતાં તેમાં સંતાડેલો વિદેશી દારૂ અને બિયર ટીન મળી આવ્યા હતા.

પોલીસે કુલ 2,829 નંગ વિદેશી દારૂ અને બિયર ટીન, જેની કિંમત ₹10,88,208 થાય છે, તે જપ્ત કર્યા હતા. ઉપરાંત ફોર્ચ્યુનર કાર સહિત કુલ ₹30.98 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

- Advertisement -

આ મામલે અજાણ્યા કારચાલક તેમજ ગુજરાતમાં દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular