Israel Lebanon War Hits US Iran Peace Deal : અમેરિકાએ મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપવા કરેલા પ્રયત્નોની વચ્ચે ઈઝરાયલે લેબેનૉન પર કરેલા ભીષણ હુમલાએ (Israel’s fierce attacks on Lebanon) વિશ્વ આખાને મોટો આંચકો આપ્યો છે. US-Iran વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર થવાનો દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્ર્મ્પે કર્યો છે, પરંતુ ઈઝરાયલની હરકતો તણાવપૂર્ણ માહોલ ઉભો કર્યો છે. અત્રે નોંધનીય છે કે, વ્હાઇટ હાઉસ છેલ્લાં કેટલાંય દિવસથી સતત દાવા કરે છે કે તેઓ ઈઝરાયલ અને લેબેનૉન વચ્ચે સીઝફાયર માટે પ્રયાસો (Efforts for ceasefire between Israel and Lebanon) કરી રહ્યાં છે.
ઈરાની મીડિયા અને પશ્ચિમના દેશોના યુદ્ધ નિષ્ણાતોએ અગાઉ આશા વ્યક્ત કરી હતી કે, આ શાંતિ કરારથી મિડલ ઈસ્ટમાં તણાવ ઓછો થશે. જો કે, ઈઝરાયલના આ તાજા વલણે ટ્રમ્પની રણનીતિ પર પાણી ફેરવી દીધું છે. ઈઝરાયલે દક્ષિણ લેબેનૉનમાં હિઝબુલ્લાહ અને અન્ય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી ભારે બોમ્બમારો ચાલુ રાખ્યો છે. આ પરિસ્થિતિમાં ટ્રમ્પનો ‘સંડે ડીલ’નો દાવો મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. કારણ કે જ્યાં સુધી ઈઝરાયલ પાછળ નહીં હટે ત્યાં સુધી ઈરાન કોઈપણ દસ્તાવેજ પર સહી કરવા તૈયાર નથી. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, પ્રસ્તાવિત યુએસ-ઈરાન શાંતિ કરારના ફ્રેમવર્કની પહેલી અને સૌથી અનિવાર્ય શરત એ જ છે કે લેબેનૉન સહિત તમામ મોરચે ઈઝરાયલે પોતાની સૈન્ય કાર્યવાહી અને ગોળાબારૂદનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવો પડશે.








