Sunday, April 19, 2026
HomeNationalઅતિકને દોષિત ઠેરવતી યુ.પી. કોર્ટ, ઉમેશપાલ અપહરણ કેસનો આવ્યો ચૂકાદો

અતિકને દોષિત ઠેરવતી યુ.પી. કોર્ટ, ઉમેશપાલ અપહરણ કેસનો આવ્યો ચૂકાદો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉત્તર પ્રદેશ : Umesh pal kidnap case: ઉત્તર પ્રદેશના માફિયા અતિક અહેમદને (Atiq Ahmed) રવિવારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલથી (Sabarmati Jail Ahmedabad) ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ (Prayagraj) લઈ જવામાં આવ્યો છે. હાઈવોલ્ટેજ ડ્રામા બાદ યુપી પોલીસને (UP Police) અતિક અહેમદનો કબ્જો મળતા જ ભારે બંદોબસ્ત વચ્ચે અતિકને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવ્યો હતો. બાદમાં આજે બુધવારે વર્ષ 2007ના ઉમેશપાલ અપહરણ કેસમાં (Umesh pal kidnap case) તેને પ્રયાગરાજની MP-MLA કોર્ટમાં હાજર કરાયો હતો. જયાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો (UP Court Verdict) આપતા ઉમેશપાલ અપહરણ કેસમાં ગેંગસ્ટર અતિક અહેમદ સહિત અપહરણમાં સંડોવાયેલા તમામ 11 આરોપીને દોષિત જાહેર કર્યા છે.

ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર અને પૂર્વ સાંસદ અતિક અહેમદ ગુનાખોરીના વિશાળ સમ્રાજય સાથે સંકળાયેલો છે. તેની સામે યુ.પી.માં અપહરણ, ખંડણી, હત્યા સહિત નાના-મોટા કુલ 166 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2007માં ધારાસભ્ય રાજૂ પાલ હત્યા કેસના સાક્ષી ઉમેશપાલના અપહરણ કેસમાં હવે કોર્ટે ચૂકાદો આપ્યો છે. એટલે કે 15 વર્ષ જૂના કેસમાં આજે પ્રયાગરાજની MP-MLA કોર્ટે અતિક અહેમદ, અશરફ અહેમદ, ફરહાન સહિત 11 જેટલા આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.

- Advertisement -

મહત્વની વાત છે કે અતિક અહેમદ પર તાજેતરમાં જ થયેલા ઉમેશપાલ હત્યાકાંડનો આરોપ પણ છે. લાંબા સમયથી અતિક અહેમદ જેલની સજા ભોગવી રહ્યો છે. પહેલા તે ઉત્તરપ્રદેશની દેવરિયા જેલમાં હતો. બાદમાં સુરક્ષાના કારણોસર સુપ્રિમકોર્ટના આદેશ બાદ અતિક અહેમદને 2019ના વર્ષમાં અમદાવાદની સાબરમતી જેલમાં ખેસડવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉમેશપાલ અપહરણ કેસમાં પણ તેનું નામ ખુલતા ચકચાર મચી જવા પામી હતી. એવામાં કોર્ટમાં સુનાવણીના કામ અર્થે તેને સાબરમતી જેલ ઉત્તર પ્રદેશ લાવવા માટે કોર્ટે આદેશ કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. જેમાં એવી પણ આશંકા વ્યક્ત કરાઈ હતી કે પોલીસ અતિકનું એન્કાઉન્ટ કરી શકે છે. જેના કારણે અતિક અહેમદે એન્કાઉન્ટરની ભીતિ વ્યક્ત કરતા સુપ્રિમ કોર્ટ સમક્ષ પણ ધા નાખી હતી. આ દરમિયાન યુ.પી. પોલીસને સુનાવણી માટે અતિકને લઈ જવાનો કોર્ટનો આદેશ થતા તેને અમદાવાદ સાબમરતી જેલથી પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો છે. જયારે અતિક અહેમદનો ભાઇ અશરફ અહેમદ જે બરેલી જેલમાં બંધ હતો તેને પણ પ્રયાગરાજની કોર્ટમાં લવાયો હતો.

શું હતો સમ્રગ મામલો ?

બ.સ.પા.ના ધારાસભ્ય રાજૂ પાલની ગોળી મારી હત્યા નિપજાવામાં મામલામાં અતિક અહેમદનો હાથ હોવાનું સામે આવ્યું હતું. એક સમયે બાહુબલી બની ભયનો માહોલ પેદા કરનારો અતિક રાજકારણમાં આવી ધારાસભ્ય અને સાંસદ સભ્ય પણ રહી ચૂક્યો છે. એવામાં રાજૂ પાલે તેના ભાઈ અશરફને વિધાનસભાનીં ચૂંટણીમાં હરાવી જીત મેળવી હતી. આ બાબતે ગિન્નાયેલા અતિકે ધારાસભ્ય રાજૂ પાલની હત્યા કરાવી નાખી હતી. આ કેસમાં મુખ્ય સાક્ષી ઉમેશપાલનું પણ તેણે અપહરણ કર્યાનો કેસ દાખલ થયો હતો. ઉપરાંત તાજેતરમાં જ ઉમેશ પાલને પણ સરાજાહેર ગોળીઓથી વિંધી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ મામલો ચકચારી બન્યો હતો અને તેમાં સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદનો હાથ હોવાનું ખુલ્યું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular