નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara News: ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી યુવાનોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થવાની ઘટનામાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. વધતા હાર્ટ અટેકના કિસ્સાઓને લઈ લોકો ચિંતત બન્યા છે. ત્યારે આજે વડોદરામાંથી (Vadodara) હાર્ટ એટેકના (Heart Attack) કારણે વધુ એક યુવાનના મૃત્યુની ઘટના સામે આવી છે. જૂવાનજોધ દીકારના મૃત્યુની પાટણ રહેતા પરિવારને થતાં તેઓ તાત્કાલિક વડોદરાની SSG હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુવાનના મૃત્યથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
મળતી માહિતી મુજબ, મૂળ પાટણનો વતની અને વડોદરાની MS યુનિવર્સિટીમાં (MS University) સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો 22 વર્ષીય યુવાન દીપ ચૌધરી આજે સવારે પોતાના મિત્રો સાથે બહાર નાસ્તો કરવા ગયો હતો. ત્યાર બાદ સવારે 10 વાગ્યાના અરસામાં દીપ તેના મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો, તે દરમિયાન અચાનક જમીન પર બેભાન થઈ ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે તેના મિત્રોએ તાત્કાલિક આ બાબતની જાણ હોસ્ટેલના ડીનને કરતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાર બાદ 108 એમબ્યુલેન્સ મારફતે દીપ ચૌધરીને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે દીપ ચૌધરીને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાની જાણ હોસ્ટેલ ડીને પાટણમાં રહેતા દીપ ચૌધરીના પરિવારને કરતા દીપનો પરિવાર તાત્કાલિક વડોદરાની SSG ખાતે દોડી આવ્યો હતો. ડૉકટર બનાવનું સ્વપ્ન જોતા પરિવારે અચાનક જુવાનજોધ દીકરાની વિદાયથી માતા-પિતાનું હૈયાફાટ રૂદન હોસ્પિટલમાં જોવા મળ્યું હતું. હાલ દીપ ચૌધરીના પરિવારજનો દ્વારા તેના મૃતદેહને વતન પાટણ લઈ જવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796