નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ‘પત્રિકાકાંડ’ બાદ સત્તાપક્ષમાં પણ એવી વાતોએ વેગ પકડ્યો છે કે, ભારતીય જનતા પક્ષમાં (BJP Gujarat) હવે આતંરિક ખટરાગ વધી રહ્યો છે. જેને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ (Manish Doshi) આજે અમદાવાદમાં (Ahmedabad) પત્રકાર પરિષદ યોજીને મિડીયા સાથે વાત કરી હતી.
મનીષ દોશીએ સત્તાપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “શિસ્તબદ્ધ પાર્ટીના નારા આપતી સત્તા, સુવિધાને નામે અહંકારની લડાઈ લડતી ભાજપમાં નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. એક બાદ એક કાંડ બહાર આવી રહ્યા છે. ભરોસાની ભાજપના નારા આપતી ભાજપ સરકાર જામનગરની જનતા સાથે પ્રતિનિધિઓ ભરોસો તોડી રહ્યા છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી ભાજપના નેતાઓના કાંડની એક બાદ એક ઘટના સામે આવી રહી છે. પછીએ નવસારીની હોય સુરતની હોય કે પછી આજે જામનગરમાંથી સામે આવી છે એ હોય.
જામનગરની ઘટના એ ભાજપની આંતરિક લડાઈ નથી. સત્તા અને વર્ચસ્વ સ્થાપિત કરવાની લડાઈ છે. જનતા પ્રતિનિધિઓનો ભોગ જામનગરની જનતા બની રહી છે. પ્રતિનિધિઓ જનતાની સુવિધા માટે નહીં પણ પોતાના વર્ચસ્વ માટે લડાઈ લડી રહ્યા છે. તેઓ એ નથી વિચારતા કે જનતાને મોંઘવારીથી કેવી રીતે મુક્તિ આપીએ? કેવી રીતે ભષ્ટ્રાચારમાંથી મુક્તિ આપીએ? એવી લડાઈ નથી લડતાં પણ પોતાના વર્ચસ્વની લડાઈ જનતાને ભોગ બનાવીને ખુલ્લો તમાશો કરી રહ્યા છે?
તેમણે વધુમાં કહ્યું હતું કે, “ભાજપના નેતાઓનો પત્રિકાકાંડ તમામ ગુજરાતે જોયો પણ સામાન્ય જનતાને શું મળ્યું? તેમના ભ્રષ્ટ્રાચાર અને સંપતિની લૂંટ ચાલી રહી છે પણ ભોગવી રહી છે ગુજરાતની જનતા! લોકશાહીના સમયમાં પણ તાનશાહ જેવું વલણ ભાજપ સરકાર અપનાવી રહી છે. જામનગરની જનતા પોતાના મૂળભૂત પ્રશ્નો માટે લડવા જાય તો મહાનગર પાલિકા 144નું જાહેરનામું બહાર પાડે છે. આ લડાઈ સત્તા, સંપતિ અને વર્ચસ્વ માટેની છે. જેમાં જનતા પ્રતિનિધિ પોતે સર્વોચ્ય સ્થાને પહોંચવા માટે લડાઈ લડતા હોય અને જનતાને સાઈડ લાઈન કરી હોય તેમ જાણાય છે.”
તેમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, “કોર્પોરશનમાંથી કેટલા ટકા કમિશન કમલમ્ સુધી જાય છે? સેવાસદનથી લઈ કમલમ્ સુધી કેટલા કૌભાંડો આચરવામાં આવે છે? એ પણ ગુજરાતની જનતા જાણવા માગે છે. આ ભાજપની લડાઈથી ગાંધી અને સરદારના ગુજરાતમાં શરમજનક સ્થિતિ ઊભી થઈ છે!
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જામનગર ખાતે એક કાર્યક્રમમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ વચ્ચે કોઈ બાબતને લઈ તૂં તૂં મેં મેંના દૃશ્ય સામે આવ્યા હતા. જે ઘટનાનો વિડિયો પણ હાલ સોશિયલ મિડીયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








