Massive fire breaks out at illegal firecracker factory in Ahmedabad : ડીસા ફટાકડા ફેક્ટરી (Deesa Fireworks Factory), કપડવંજ ફટાકડા ફેક્ટરી (Kapadvanj Fireworks Factory) બાદ હવે અમદાવાદની ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી મીડિયામાં ચમકી છે. અમદાવાદના છેવાડે રામોલ-ગતરાડ રોડ પર મહેમુદપુરા ખાતે આવેલી ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 5 લોકોના મોત નિપજ્યા છે અને 9 લોકો ઘાયલ થયા છે. ફટાકડા ફેક્ટરીમાં ભયાનક આગની ઘટના (Fire in illegal fireworks factory) ના પગલે ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને 108માં એલ.જી. તેમજ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી મેહુલ ડોડીયા નામનો શખસ ચલાવતો હતો. રામોલ પોલીસે આ મામલે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ આરંભી છે.
ગુજરાતમાં ઠેર-ઠેર ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીઓ ધમધમી રહી છે. મહેસૂલ, પોલીસ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહેરબાનીથી પૂર્વ અમદાવાદના છેવાડે ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીઓ ધમધમી રહી છે. રેપિડ એક્શન ફોર્સ કેમ્પની પાછળ આવેલી ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં આજે 18 જુલાઈની બપોરે ભીષણ આગ (Fire breaks out at fireworks factory behind RAF camp Ahmedabad) લાગી હતી. ઝૂંપડીઓમાં ચાલતી ફટાકડા ફેક્ટરીમાં આગની જવાળાઓ ફરી વળતા ત્યાં હાજર અનેક મજૂરો લપેટમાં આવી ગયા હતા. આગની આ ઘટનામાં 5 લોકોના મોતની સત્તાવાર જાણકારી સામે આવી છે. જ્યારે ઈજાગ્રસ્ત 9 લોકો પૈકી 2ની હાલત ગંભીર છે. આ મામલે રામોલ પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ આરંભી છે.








