Wednesday, July 15, 2026
HomeGujaratGandhinagarગાંધીનગરના પ્રજાપતિ પરિવારને આશ્રમ બનાવવાની લાલચ આપી ટોળકીએ ઘરફોડ કરી, પોલીસે 2.60...

ગાંધીનગરના પ્રજાપતિ પરિવારને આશ્રમ બનાવવાની લાલચ આપી ટોળકીએ ઘરફોડ કરી, પોલીસે 2.60 કરોડનો મુદ્દામાલ શોધી કાઢ્યો

- Advertisement -

Theft of Rs 2.90 crore from Gujarati family’s house solved : ઉત્તર પ્રદેશની મથુરા પોલીસે 4 મહિના અગાઉ ગુજરાતી પરિવારના ઘરમાં થયેલી 2.90 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મથુરા પોલીસે આ કેસમાં ગેસ્ટ હાઉસના સંચાલકો સહિત 4 આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલા મુદ્દામાલ પૈકી 2 કરોડ રોકડા તથા 60 લાખથી વધુ કિંમતના દાગીના કબજે કર્યા છે. મથુરા પોલીસે ઘરફોડ ચોરી કેસનો ભેદ ઉકેલી (Mathura police solve major burglary) મોટાભાગનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં બે શખસો ગુજરાતના રહેવાસી છે.

મથુરાના જૈત પોલીસ સ્ટેશનની હદમાં ચાર મહિના અગાઉ એક મોટી ઘરફોડ ચોરી થઈ હતી. ગુજરાતના ગાંધીનગરના વતની રાકેશ પ્રજાપતિ (Rakesh Prajapati Gandhinagar) પોતાના પુત્ર માનવ પ્રજાપતિ સાથે મથુરા-વૃંદાવનમાં રહેવા આવ્યા હતા. રાકેશભાઈએ પોતાની મિલકત વેચીને મેળવેલી એક મોટી રકમ અને લાખોના દાગીના એક ફ્લેટમાં રાખ્યા હતા. વૃંદાવન ખાતે રાકેશભાઈની મુલાકાત ગેસ્ટ હાઉસ સંચાલક આલોક અને રાજન સાથે થઈ હતી. આ બંને શખસોએ રાકેશભાઈને આશ્રમ બનાવવાની લાલચ આપી હતી અને મોટી રોકડની જાણકારી મેળવી લીધી હતી. જેના આધારે મોકાનો લાભ લઈ ફ્લેટમાં રહેલી રોકડ અને દાગીના સહિત 2.90 કરોડની મતા ચોરી લીધી હતી. આ મસમોટી ઘરફોડ ચોરી કેસમાં જૈત પોલીસે ઝીણવટભરી તપાસ આરંભી રાજન, આલોક, પ્રેમ સાગર અને હિરેનને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસને 2 કરોડ રોકડા અને 60 લાખના દાગીના, ઘડીયાળ તથા ફોન મળી આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, પ્રેમ સાગર અને હિરેન ગુજરાતના રહેવાસી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular