Register FIR against Porbandar HQ DYSP and Kutiyana PI : ભરણપોષણની રકમ નહીં ચૂકવવા બદલ સાદી જેલ કેદની સજા પામેલા આરોપીને ધરપકડથી બચાવનારા અને કોર્ટને ગેરમાર્ગે દોરનારા પોરબંદરના DySP, PI અને HC સામે ગુનો નોંધવા કેશોદ ફેમિલી કોર્ટે (Keshod Family Court) આદેશ કર્યો છે. સજા વોરંટને લગભગ બે વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં પોરબંદરની કુતિયાણા પોલીસ બજવણી કરતી ન હતી. આ મામલે અદાલતે પોરબંદર એસપીને કારણદર્શક નોટિસ (Show cause notice to Porbandar SP) પાઠવી ખુલાસો માગ્યો હતો, પરંતુ જિલ્લા પોલીસ અધિક્ષકે આખી વાતને સહજતાથી લઈ લીધી હતી.
બે વર્ષથી સજાનો આરોપી મળતો ન હતો
પ્રાપ્ત માહિતી અનુસાર ભરણપોષણ માટે માયાબહેન મકવાણાએ તેમના પતિ રણછોડ રાયમલભાઈ વિરમગામા (રહે. ખુનપુર, તા.કુતિયાણા) સામે માળિયા હાટીના કોર્ટમાં અરજી કરતા માસિક 2 હજાર લેખે ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસ કલસ્ટર ફેમિલી કોર્ટ શરૂ થતાં કેશોદ ફેમિલી કોર્ટમાં મોકલાયો હતો. આરોપી રણછોડ વિરમગામા ભરણપોષણની રકમ ચૂકવવામાં કસૂરવાર ઠરતાં કોર્ટે આરોપી સામે સજા વોરંટ ઇશ્યુ કરીને ઓગસ્ટ-2024માં પોરબંદર પોલીસ અધિક્ષક મારફતે બજવણી માટે મોકલ્યું હતું. લગભગ બે વર્ષ થવા આવ્યા હોવા છતાં કુતિયાણા પોલીસને ભરણપોષણ કેસની સજાનો આરોપી મળતો ન (Kutiyana police had not been able to find the accused for two years) હતો.
અદાલત સામે પોલીસનું જુઠ્ઠાણું પકડાયું
આરોપી રણછોડ વિરમગામા મળી આવતો નથી તેવા રિપોર્ટ રજૂ કરી અદાલતને ગેરમાર્ગે દોરતી Kutiyana Police ને ફેમિલ કોર્ટમાં બોલાવવામાં આવે છે. ઓગસ્ટ-2024માં મોકલવામાં આવેલા સજા વોરંટ મળ્યું છે, પરંતુ ક્યાંક ગુમ અથવા મુકાઈ ગયું હોવાનું કારણ કુતિયાણા પીઆઈ એમ. ડી. વાળા (PI M D Vala) , હેડ કોન્સ્ટેબલ ડી. એચ. જાડેજા અને કોન્સ્ટેબલ મહેશ મુછાળભાઈએ અદાલતને આપ્યું હતું. આ દિવસે ફેમિલ કોર્ટમાં તારીખ હોવાથી આરોપી રણછોડ વિરમગામાનું નામ પોકારવામાં આવતા તે તેના ભાઈ મુકેશની સાથે હાજર થાય છે. પોલીસને બે વર્ષથી મળી નહીં આવતા આરોપી રણછોડ અને તેના ભાઈનું નિવેદન લેવામાં આવતા ગત 30 જૂનની રાતે કુતિયાણા પોલીસના બે કર્મચારી બાઈક લઈને લીંબુડા ગામ તા. માણાવદર આવ્યા હતા અને પોતે તેમજ તેમના ભાઈ અન્ય બાઈક પર સાથે પોલીસ સ્ટેશન ગયા હતા. રાતે 10.30 કલાકે કોર્ટમાં આવવાનું કહી પોલીસ સ્ટેશનમાંથી જવા દીધા હતા.
પોલીસના મેળાપીપણાની તપાસમાં DySP એ ખેલ કર્યો
અદાલતને સતત ગેરમાર્ગે દોરતી કુતિયાણા પોલીસની આરોપી સાથેના મેળાપીપણાની તપાસ કરવા ફેમિલી કોર્ટે આદેશ (Family court orders probe into police collusion with accused) આપ્યો હતો. આ મામલાની તપાસ પોરબંદર મુખ્ય મથકના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી, પરંતુ તેમણે પોલીસ સ્ટેશનમાં લાગેલા CCTV કેમેરા પૈકીના કેટલાંક ચોક્કસ ફૂટેજ રજૂ કરી આરોપી અને આક્ષેપિત પોલીસ અધિકારી/કર્મચારીને બચાવવા પ્રયાસ કર્યો હતો. રાત્રિ દરમિયાન આરોપી પોલીસ સ્ટેશનમાં રોકાયો હોય તો તેને લોકઅપમાં કેમ મુક્યો નથી વિગેરે વિગેરે તેવા ગંભીર સવાલો ઉભા થયા હતા.
DySP, PI સહિત ત્રણ સામે ગુનો નોંધવા આદેશ
કોર્ટે પોરબંદર એસપીના અહેવાલને કાયદા વિરૂદ્ધ ગણાવી નામંજૂર (Porbandar SP report against the law) કર્યો છે. ન્યાયમૂર્તિ પી.એચ. સિંહે કોર્ટના સિનિયર ક્લાર્ક અફરોઝખાન એસ. તુર્કને કુતિયાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. ડી. વાળા, હેડ કોન્સ્ટેબલ ડી. એચ. જાડેજા અને પોરબંદર મુખ્ય મથકના ડીવાયએસપી સામે કેશોદ પોલીસ સ્ટેશન (Keshod Police Station) માં ગુનો નોંધવા ફેમિલી કોર્ટે આદેશ કર્યો છે. આ મામલે 5 દિવસમાં અદાલત સમક્ષ લેખિત અહેવાલ રજુ કરવા હુકમ કર્યો છે.








