Thursday, April 24, 2025
HomeSeriesDeewal Seriesપરવેઝે કહ્યુ સાહેબ સ્કુલમા જતી મારી દીકરીને તેના મિત્રો પુછે છે તારા...

પરવેઝે કહ્યુ સાહેબ સ્કુલમા જતી મારી દીકરીને તેના મિત્રો પુછે છે તારા પપ્પા આતંકવાદી છે

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-82 દીવાલ): બેરેક Barracks માં નિરવ શાંતિ હતી, બેરેક Barracks ની બહારની એલોઝોન લાઈટ Halozone Light પણ ઝાંખી પડી ગઈ હોય તેવું સિન્હા Sinha ને લાગી લાગી રહ્યું હતું, તેમનું મગજ જાણે બહેર મારી ગયું હતું, તેમનું ધ્યાન ત્યારે જ બેરેક Barracks ના દરવાજે ઊભા રહેલા જેલ સીપાઈ સામે ગયું. તેણે અંદર આવવાની પરવાનગી માંગી, સિન્હા Sinha એ હાથના ઈશારે તેને અંદર આવવા કહ્યું તે હાથમાંથી પાણીની બોટલ સાથે આવ્યો તેણે સિન્હા Sinha ના હાથમાં મીનરલ પાણીની બોટલ આપી. છેલ્લાં કેટલાય કલાકોથી મહંમદ Muhammad બોલી રહ્યો હતો, પણ સિન્હા Sinha ને લાગ્યું કે તેમનું ગળુ સુકાઈ ગયું હતું, સીપાઈના હાથમાંથી પાણીનો બોટલ લઈ સિન્હા Sinha પીવા લાગ્યા, સીપાઈ તેમની સામે જોઈ રહ્યો જાણે સિન્હા Sinha ઘણા દિવસથી તરસ્યા હોય તેમ ગટગટ પાણી પીવા લાગ્યા.



તેઓ એક જાટકે આખી બોટલ પાણી પી ગયા, પાણી પીધા પછી સિન્હા Sinha ને લાગ્યું તે તેમના શ્વાસમાં શ્વાસ આવ્યો, ત્યારે જ તેમને યાદ આવ્યું કે તેમની સામે બેઠેલા કેદી Prisoner ઓ કલાકોથી આમ જ બેઠા છે તેમણે પણ પાણી પીધુ ન્હોતુ, તેમણે સીપાઈને પુછ્યું બીજી બોટલ લાવ્યા છો, સીપાઈ સમજી ગયો, તે દોડતો બહાર ગયો બીજી બે બોટલો પાણીની લઈ આવ્યો. સિન્હા Sinha એ મહંમદ Muhammad અને તેના સાથીઓ તરફ બોટલ આપવાનો ઈશારો કર્યો, તેઓ પાણી પીતા હતા ત્યારે સિન્હા Sinha શું વિચારી રહ્યા હતા કદાચ તેમને જ ખબર ન્હોતી. બધાએ પાણી પી લીધુ અને તેમણે સીપાઈ સામે જોયુ સીપાઈ બેરેક Barracks ની બહાર જતો રહ્યો તેણે જતા બેરેક Barracks નો લોંખડનો દરવાજો આડો કર્યો.

સિન્હા Sinha એ યુસુફ Yusuf સામે જોયુ, પહેલા તેણે બેરેક Barracks ના દરવાજા સામે જોયુ અને પછી સિન્હા Sinha સામે જોતા કહ્યું સર અમારૂ ભાગી નિકળવાનું નક્કી જ હતુ, પણ શનિવારે ભાગવાના એક દિવસ પહેલા મને પરવેઝે Pervez પુછ્યું આપણે ભાગીને કયાં જઈશું, પરવેઝે Pervez મને આ પુછ્યું તે પહેલા તો મને પણ આ વિચાર આવ્યો ન્હોતો. તે દિવસે અમે ખુબ વિચાર કર્યો અને પછી અમને લાગ્યુ કે અમદાવાદ Ahmedabad માં બોમ્બ ફુટયા તેમાં તો અમે કઈ જ કર્યું નથી, છતાં અમે જેલમાં છીએ. મારી દીકરીને આજે પણ સ્કુલમાં તેના મિત્રો પુછે કે તારા પપ્પા આતંકવાદી છે, દીકરીની વાત નિકળતા યુસુફ Yusuf ની આંખ ભીની થઈ, તેણે તરત આંખ સાફ કરતા સિન્હા Sinha સામે જોઈ પુછ્યું સાહેબ અમે આતંકવાદી નથી તે તમારા કરતા સારી રીતે કોઈ જાણે છે… હું સ્કુટર લઈ નીકળુ અને કુતરાનું બચ્ચુ પણ આડુ આવે તો બ્રેક મારી દેતો હતો.



હું માણસને તો કેવી રીતે મારી શકું… સિન્હા Sinha કઈ બોલ્યા નહીં. યુસુફે Yusuf પરવેઝ Pervez સામે જોયું પછી કહ્યું સર અમે જેલ Jail માંથી તો ભાગી નિકળતા પણ અમારી ઉપર લાગેલો આતંકવાદીનો સીક્કો ક્યારેય અમારો પીછો છોડતો નહીં. અમે આતંકવાદીના સીક્કા સાથે એક શહેરમાંથી બીજા શહેરમાં કુતરાની જેમ ભાગતા રહેતા હતા. પછી તેણે ઉંડો શ્વાસ લીધો અને કહ્યું સર તમારી કોર્ટ પણ અમારી વાત સાંભળવાની નથી તેની મને ખબર છે, કેસ પુરો થશે અને મને પણ ફાંસી થશે, પહેલા મને મરવાનો બહુ ડર લાગતો હતો, પણ ખબર નહીં કેમ પણ હવે તે ડર જતો રહ્યો છે. તમારે ટ્રાયલ વગર પણ મને ફાંસી આપી દેવી હોય તો આજે જ આપી દો, મારી મુમતાઝ Mumtaz તેની મેળે મોટી થઈ જશે, પછી યુસુફ Yusuf મનોમન બબડયો, કુતરાના ગલુડીયા મોટા થઈ જ જાય છે તો મુમતાઝ Mumtaz તો મારી છે.

- Advertisement -

યુસુફે Yusuf પરવેઝ Pervez સામે જોયું, પરવેઝે Pervez યુસુફ Yusuf ની અધુરી વાત આગળ વધારતા કહ્યું સર રવિવારે ભાગવાનું હતું, પણ શનિવારની રાતે મેં અને યુસુફે Yusuf મેજરને કહ્યું અમે ભાગવા માટે તૈયાર નથી, ત્યારે તેમને બહુ આશ્ચર્ય થયું તેમણે અમને ખુબ સમજાવ્યા, પણ અમે કહ્યું મેજર આટલી મહેનત પછી સુરંગ Mine તૈયાર થઈ છે તો તમે બધા નિકળી જાવ, તે રાતે અમારી વચ્ચે ખુબ ઉગ્ર દલિલો થઈ પણ અમે બંન્નેએ ભાગવાની ના પાડી દીધી. તે રાતે કદાચ અમે કોઈ સુઈ શકયા ન્હોતા. સવારે અમે ઉઠ્યા ત્યારે મેજરે કહ્યું અમે જે કઈ કર્યું તેનો અમને આજે પણ અફસોસ નથી, અમે જીવવા માટે ભાગવા ન્હોતા માગતા, પણ અમે તો તને અને યુસુફ Yusuf ને બહાર કાઢવા માટે આ બધુ કર્યું, ત્યાર પછી અમે ખુબ રડયા હતા.



મેજરે કહ્યું તેઓ અમને મુકી ભાગી જાય તેવા કાયર નથી, મહંમદે પરવેઝના પગ ઉપર હાથ મુકી જાણે પોતાની લાગણી વ્યકત કરી હોય તેવું લાગ્યું, પરવેઝે Pervez કહ્યું સર સુરંગ Mine ખોદવા માટે અમે બધા જ ખુબ મહેનત કરી પણ છેલ્લી ઘડીએ અમારા બંન્નેના કારણે પ્લાન પડતો મુકાયો અને આજે અમે તમારી સામે છીએ, સિન્હા Sinha સ્તબ્ધ થઈ ગયા હતા. તેમને લાગ્યુ કે તેમના મગજમાંથી ઓકસીઝન ખલાસ થઈ ગયો છે. મહંમદે Muhammad વાતનો અંત લાવતા પરવેઝ Pervez અને યુસુફ Yusuf ના ખભે હાથ મુકતા કહ્યું સર મારા આ બે બહાદુરોને કારણે આજે અમે અહીં છીએ, આ લોકો ભલે ઓછું ભણેલા અને ગરીબ માણસો છે અને પાછા મુસ્લમાન છે, છતાં માણસ તરીકે બહુ નેક અને ઊંચા દરજ્જાના છે. અમે અમારી વાત અહીંયા પુરી કરીએ છીએ. તમારો કાયદો તમને જે કરવાનું કહેતો હોય તે કરો, બસ તમારા અંહમના કારણે મારા બે માસુમ સાથીઓ જેલમાં આવ્યા અને કિંમત ચુકવી રહ્યા છે, તે કહેવા માટે જ મેં તમને જેલમાં બોલાવ્યા હતા.

સિન્હા Sinha એકદમ ઊભા થઈ ગયા, તેમની પાસે શબ્દો ખલાસ થઈ ગયા હતા તે ઝડપભેર બેરેક Barracks ની બહાર નીકળી મેઈન ગેટ તરફ ચાલવા લાગ્યા, તેમણે બેરેક Barracks ની બહાર ઊભા રહેલા સીપાઈને અને પોલીસ અધિકારીઓને કોઈ પણ પ્રકારની સૂચના પણ આપી નહીં, બેરેક Barracks ના દરવાજે ઊભા રહેલા સીપાઈ કઈ સમજી શકયા નહીં, સિન્હા Sinha ને લાગ્યું કે તે જલદી જેલ Jail ની બહાર નીકળી જાય નહીંતર કોઈ તેમની આંખના આંસુ જોઈ જશે. તે જેલની બહાર નીકળ્યા ત્યારે રાતના 3 ના ટકોરા વાગી રહ્યા હતા. તેમની કાર હવે તેમના ઘર તરફ દોડી રહી હતી, તેમની આંખમાં આંસુ હતા, પણ રાતના અંધારાને કારણે તેમનો ડ્રાઈવર તેમના આંસુ જોઈ શકતો ન્હોતો, તેમનું મન સતત તેમને ધીક્કારી રહ્યું હોય તેમને તેવું લાગી રહ્યું હતું.



પોલીસની નોકરીમાં અનેક વખત તેમણે ખોટું કર્યું હતું પણ આટલો મોટો અનર્થ થઈ જશે તેની તેમને કલ્પના ન્હોતી સિન્હા Sinha ગુજરાત કેડરમાં આવ્યા પછી તેઓ ગુજરાત Gujarat માં દારૂ પીતા ન્હોતા, પણ ઘરે પહોંચી તેમણે પોતના વોર્ડરોબમાં રહેલી વ્હીસકીની બોટલ bottle of whiskey કાઢી અને ઉતાવળે ગ્લાસ કાઢી લાર્જ પેગ બનાવ્યો, તે વ્હીસકીનો પેગ લગાવી બકબક કરતા પોતાના મનને શાંત કરવા માગતા હતા, પણ ગ્લાસ ભર્યો ત્યારે તેમની આંખમાંથી જાણે નદી વહેતી હોય તેમ આંસુ વહેવા લાગ્યા તેમના હાથમાં વ્હીસકી whiskey નો લાર્જ પેગ ભરેલો હતો, પણ જાણે તેમના હાથમાં તાકાત રહી ન્હોતી કે તે પોતાનો હાથમાં રહેલો ગ્લાસ પોતાના હોઠ સુધી લાવે, તેમના રૂમના નાઈટ લેમ્પમાં માત્ર સિન્હા Sinha અને તેમના હાથમાં રહેલા ગ્લાસની આકૃતિ દેખાતી હતી, તે રડતા પોતાની જગ્યાએ જ ઊભા હતા, તેમની આંખમાંથી ટપકતા આંસુ તેમના વ્હીસકી whiskey ના પેગમાં પડી રહ્યા હતા.

(સમાપ્ત)

- Advertisement -

PART – 81 | સિન્હા એ આંખો ઝીણી કરતા યુસુફને પુછ્યુ તમે સુરંગ ખોદાઇ ગઈ પછી ભાગવાનો પ્લાન કેમ બદલી નાખ્યો



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular