Two cousins die in vehicle accident Gondal : રાજ્યમાં વાહન અકસ્માતની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ-કોટડા સાંગાણી રોડ ઉપર કાર અને ટુ વ્હીલર સામ-સામે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં 12 વર્ષીય અને 15 વર્ષીય બે કિશોર મોતને ભેટ્યા (Two killed in vehicle accident in Rajkot district) છે. આ મામલે સ્થાનિક પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના કેસમાં મૃતક કિશોરને ટુ વ્હીલર કોણે આપ્યું હતું તેની જાણકારી મેળવી પોલીસ જવાબદારની સામે આગામી સમયમાં ગુનો નોંધશે. બે કિશોરના અકાળે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
રાજકોટ જિલ્લાન કોટડા સાંગાણી ખાતે રહેતો દર્શીત રાજેશભાઈ ચૌહાણ (ઉ.15) શનિવારે એક્ટિવા લઈને કોમ્પ્યુટર કલાસમાં ગયો હતો. કોમ્પ્યુટર કલાસ પૂર્ણ થતાં દર્શીત ગોંડલના સહજાનંદનગરમાં રહેતા મામા ઇન્દ્રજીતભાઈ પરમારના ઘરે ગયો હતો. મામાના દીકરા હેમેન્દ્ર (ઉ.12)ને એક્ટિવા પાછળ બેસાડીને ઘર તરફ આવવા નીકળ્યો ત્યારે
ગોંડલ-કોટડા સાંગાણી રોડ ઉપર કાર સાથે ટુ વ્હીલર ધડાકા સાથે ભટકાયું હતું. ધડાકાભેર થયેલા અકસ્માતમાં બંને ભાઈઓ એક્ટિવા પરથી ફંગોળાઈ ગયા હતા અને જમીન પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા બંને પિતરાઈ મોત સ્થળ પર મોતને ભેટ્યા હતા. અત્રે નોંધનીય છે કે, મૃતક હેમેન્દ્ર ધોરણ-5માં ભણતો હતો અને પરિવારનો એકનો એક પુત્ર હતો.








