નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath News: થોડા દિવસ પહેલા ઉનાના (Una) કાજરડી ગામના સરપંચના પુત્ર પર છરી વડે હુમલો કરવાની ઘટના સામે આવી હતી. જે બાબતે ઉના પોલીસે (Una Police) આરોપી સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં ફરિયાદી નાનું ચારણીયા પોતે પોતાના શરીર પર ઈજા પહોંચાડી હોસ્પિટલમાં ડૉકટરને પૈસા આપી ખોટો મેડિકલ રિપોર્ટ કાઢવ્યો હતો. તેમજ જૂની અદાવતનો ખાર કઢાવા સામાપક્ષે ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પૂછપરછમાં સમ્રગ ઘટનાના સામે આવતા પોલીસે નાનુ ચારણીયા અને ડૉ. વઘાસીયા સહિત લોકો સામે પોલીસને ગેરમાર્ગે દોરવા અને ખોટી ફરિયાદ કરવા મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
નાનુ ચારણીયાએ પોલીસને આપેલી માહિતી મુજબ 26 જુલાઈ રોજ કાજરડી ગામમાં કસ્તુરબા વિદ્યાલયની સામે વરસાદી પાણી ભરાયેલું હતું, તે કાઢવા મામલે રામ બંભાણીયા મને અભદ્ર ગાળો બોલવા લાગ્યા હતા. તેમજ આટલેથી ન અટકતા બાંભણિયા પરિવારે મારા પર હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં મને ઈજા પહોંચતા સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ગયો હતો. તેમજ આ મામલે તેણે ડૉ. રસિક વાઘાસીયાએ બંભાણિયા પરિવાર પર જીવલેણ હુમલા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
ઉના પોલીસે સમ્રગ કેસને લઈ CCTV ફૂટેજનું ટેક્નિકલ એનાલસિસ કરતા તે જગ્યાએ કોઈ મારામારીનો બનાવ મળી આવ્યો ન હતો. તેમજ પોલીસે હ્યુમન રિર્સોસની પણ મદદ લીધી હતી. જોકે કોઈ કડી ન મળતા પોલીસને ફરિયાદી નાનુ ચારણીયા ઉપર શંકા ગઈ હતી અને તેની ઉલટ તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, નાનુ ચારણીયાએ પોતે જ પોતાના શરીર પર ઈજા પહોંચાડી હતી અને ઉનામાં ડૉ. રસિક વઘાસિયાની ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર કરાવી પૈસા આપીને ખોટું સર્ટી બનાવડાવ્યું હતું. તેમજ બાંભણિયા પરિવાર સાથે ઝઘડાનો ખાર રાખી ખોટા કેસમાં ફસાવી દેવાનું તરકટ રચ્યું હતું. જે મામલે ઉના પોલીસે નાનુ ચારણીયા, વશરામ ચારણીયા, રામસી ચારણીયા, ભાવેશ ચુડાસમા, સંજય અશોકગીરી અને ડૉ રસિક મગન વઘાસિયા સામે પોલીસને ગેરમાર્ગે દોરવા અને ખોટી ફરિયાદ કરવા બાબતે અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને કોર્ટમાં રિમાન્ડ મેળવવા રજૂ કર્યા છે.
આ અંગે ASP જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, ઉનાના કાજરડી ગામના નાનુ ચારણીયા 26 જૂન રોજ ઉનાની ખાનગી હોસ્પિટલ ડૉ. રસિક વઘાસિયાના ત્યાં ઈજા થઈ હોવાના કારણે દાખલ થયા હતા. આ બાબતે હોસ્પિટલમાંથી જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને નાનુ ચારણીયાની ફરિયાદ નોંધી હતી. જેમાં નાનું ચારણીયાએ જણાવ્યું હતું કે, વરસાદી પાણી કઢાવા મામલે ગામના ત્રણ લોકો તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે આ બાબતે તપાસ કરતાં કોઈ બનાવ ન બન્યો હોવાનું સામે આવ્યું હતું. હોસ્પિટલની પૂછપરછ કરતા નાનુએ પોતે જ પોતાની જાતને ઈજા પહોંચાડી હતી. જે મામલે પોલીસે ટેક્નિકલ અને સંયોગિક પુરાવા મેળવી આ ગુનામાં સંડોવાયેલા તમામ લોકો સામે ગુનો નોંધી કાયેદસરની કાર્યવાહી હાથધરી છે.
ઈનપુટ: ધર્મેશ જેઠવા
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








