Monday, April 20, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ જેલની હવા નહીં ખવડાવા કોન્સટેબલે સેટિંગ કર્યું, પોતાને જ જેલમાં જવાનો...

અમદાવાદઃ જેલની હવા નહીં ખવડાવા કોન્સટેબલે સેટિંગ કર્યું, પોતાને જ જેલમાં જવાનો વારો આવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ACB Trap in Ahmedabad : અમદાવાદમાં (Ahmedabad) ઘણી વખત પોલીસ અને આરોપીઓની જુગલબંધી સામે આવતી હોય છે. જેમાં આરોપી જોડે કટકી કરીને આરોપીને સવલતો આપવામાં આવતી હોય છે. ત્યારે વધુ એક વખત અમદાવાદમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સટેબલે (Police Constable) આરોપીને લોકઅપમાં નહીં રાખવા અને બારોબાર કોર્ટમાં હાજર કરવા માટે લાંચની (Bribe) માગણી કરી હતી. ત્યારે આ લાંચીયા (Bribery) પોલીસ કર્મીને ઝડપી પાડવામાં ACBને સફળતા મળી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ફરિયાદી સામે નરોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતી કર્ણાવતી પોલીસ ચોકી ખાતે મારામારી અંગેની અરજી થઈ હતી. જેમાં ફરિયાદી વિરૂદ્ધ કલમ 151 હેઠળ કાર્યવાહી કરીને લોકઅપમાં નહીં રાખવા માટે અને કોર્ટમાં બારોબાર રજૂ કરવા માટે ફરિયાદી પાસેથી કોન્સટેબલ નિર્મલસિંહ પરમારે 20 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. જોકે ફરિયાદી આટલી મોટી રકમ આપવા સહમત ન થતાં અંતે રૂપિયા 4000 આપવા નક્કી કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી ફરિયાદીએ સમગ્ર બાબત અંગે ACBને જાણ કરીને ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે અમદાવાદ ACBના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર સી. જી. રાઠોડ દ્વારા કર્ણાવતી પોલીસ ચોકીની અંદર લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન કોન્સટેબલ નિર્મલસિંહ પરમારએ ફરિયાદી સાથે વાતચીત કરીને રૂપિયા 4 હજાર લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. ACBએ કોન્સટેબલને ડિટેઈન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular