Wednesday, December 11, 2024
HomeSeriesDeewal Seriesવસાવાની નજર બેરેકના એક એક ખુણા ઉપર ફરી રહી હતી ઝડતી કરનાર...

વસાવાની નજર બેરેકના એક એક ખુણા ઉપર ફરી રહી હતી ઝડતી કરનાર સિપાઇને કઈ જ હાથ લાગ્યુ નહિ

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-72 દીવાલ ):મહંમદની Muhammad ધારણા સાચી પડી હતી, જ્યારે ગૌરાંગ ભટ્ટે Gaurang Bhatt પોતાનો મોબાઈલ ફોન Mobile phone ચોરાયો છે તેવી જાણ જેલ અધિકારીઓને Jail Officers કરી ત્યારે જેટલા કેદીઓ Prisoners સારવાર Treatment માટે આવ્યા હતા, તે બધાની બેરેકમાં Barrack ચેકીંગ થવાનું હતું, તેની મહંમદને ખબર હતી. જ્યારે ચેકીંગ Checking આવે ત્યારે તેની બેરેકમાં આઠ કેદીઓની હાજરી અનિવાર્ય હતી. સામાન્ય સંજોગોમાં ચેકીંગ આવે તો ખુદ મહંમદ Muhammad ઝઘડો કરતો હતો, પણ આજે ચેકીંગ આવે અને ચેકીંગ Checking બરાબર થાય તેવું તે ખુદ ઈચ્છતો હતો. સુપ્રીટેન્ડન્ટ વસાવાને Superintendent Vasava ચેકીંગમાં જોઈ મહંમદ ઊભો થઈ ગયો. તે બે હાથ જોડી ઊભો થઈ ગયો પરવેઝને Parvez છોડી બધા ઊભા થઈ ગયા. પરવેઝ સુઈ રહ્યો હતો, વસાવાએ Vasava પરવેઝ સામે જોતા, મહંમદે Muhammad કહ્યું હજી તેને સારૂ નથી. વસાવા આવ્યા ત્યારે તેમના ચહેરા ઉપર ખીન્નતા હતી, તેમણે સાથે રહેલા સીપાઈ Sepoy સામે જોતા તે સમજી ગયા, તેઓ બેરેકમાં Barrack રહેલો સામાન તપાસવા લાગ્યા. મહંમદ થોડીવાર તો કઈ બોલ્યો નહીં, પણ તેણે સામાન ચેક Check કરી રહેલા સીપાઈ સામે જોયુ અને પછી વસાવાને પુછ્યું શું થયું સાહેબ Sir કઈ ગરબડ છે. વસાવાએ તેને કઈ જવાબ Answer આપ્યો નહીં. તેમની નજર બેરેકનો Barrack એક એક ખુણો જોઈ રહી હતી.



- Advertisement -

સીપાઈએ Sepoy આઠે આઠ કેદીનો Prisoners સામાન તપાસ્યો પણ તેમને કઈ મળ્યું નહીં, તે પાછા વસાવા Vasava પાસે આવી ઊભા રહ્યા, વસાવાએ તેમને કહ્યું બેરેકનો Barrack એક એક ખુણો તપાસો સંડાસ બાથરૂમ પણ ચેક Check કરી લો, સંડાસ શબ્દ સાંભળતા મહંમદે અબુ Abu સામે જોયું, તેણે આંખથી કહ્યું ચિંતા ના કરતા બધુ બરાબર છે. સીપાઈએ Sepoy હવે બેરેક તપાસવા લાગ્યા બે સીપાઈ સંડાસ બાથરૂમ ચેક કરવા માટે ગયા પાંચ દસ મિનિટ પછી તેઓ પાછા વસાવા Vasava પાસે આવ્યા તેમના ચહેરા ઉપર ભાવ કહેતો હતો કે કઈ નથી મળ્યું, વસાવા બોલ્યા વગર બેરેકના Barrack લોંખડી દરવાજાની બહાર નિકળ્યા અને દરવાજામાં મેદાન તરફ નજર કરી ઊભા રહ્યા, મહંમદને Muhammad ફાળ પડી કારણ સામે દેખાતા લીમડાના ઝાડ Neem Tree નીચે ફોન Phone હતો, મહંમદને વિચાર આવ્યો કે યુનુસએ Yunus ફોન બરાબર દાટયો તો હશેને. જો વસાવા Vasava ઝાડ પાસે જાય તો મુશ્કેલી થઈ શકે છે. થોડીવાર વસાવા મેદાન તરફ જોતા રહ્યા પછી તેમણે પોતાની બાજુમાં ઊભા રહેલા મહંમદ Muhammad સામે જોયું, તેમના ચહેરા ઉપર એક સ્મીત આવ્યું, તેમણે મહંમદના ખભે હાથ મુકી મેદાન Ground તરફ ઈશારો કરતા કહ્યું બહુ સારો બગીચો Garden બનાવ્યો છે. આવો બગીચો કોઈ બેરેકમાં Barrack નથી.



મહંમદે Muhammad તેમનો આભાર માનતા કહ્યું સાહેબ Sir હવે અહીં જ રહેવાનું છે, તો કઈક તો કરવું પડશે અને તમારી મહેરબાની છે, તમે અમને ફુલ Flower છોડ Tree આપ્યા તો અમે બગીચો Garden બનાવી શકયા, મહંમદે તેમને મળેલો પાવડો ત્રિકમ દુરથી જોઈ શકાય તેવી રીતે લીમડાના ઝાડ Neem Tree નીચે ઈરાદાપુર્વક મુકયા હતા, આમ તો પાવડો, ત્રિકમ સુરંગમાં Tunnel જ મુકી રાખતા પણ રવિવારની Sunday સાંજે મહંમદે Muhammad તેને બહાર લાવવાની સૂચના આપી હતી. વસાવા Vasava પોતાના સ્ટાફ Staff સાથે બીજી બેરેક ચેક કરવા રવાના થયા. તે વોર્ડની Ward બહાર જાય ત્યાં સુધી તમામ ચહેરા ગંભીર હતા. પછી યુસુફે Yusuf ઉત્સાહમાં આવી યુનુસને Yunus તાળી આપી, મહંમદે તેની સામે જોયુ તેનો ચહેરો હજુય ગંભીર હતો. તેના કારણે યુસુફને લાગ્યુ કે કઈક ભુલ Mistake થઈ, મહંમદે Muhammad સ્પષ્ટતા કરતા કહ્યું આ પહેલી વખત ચેકીંગ Checking થયું છે, ફરી પણ તેઓ ચેક કરવા આવશે આપણે ધ્યાન રાખવુ પડશે. હવે ત્રણ દિવસ સુરંગ Tunnel ખોદવાની ન્હોતી તેનો આનંદ પણ હતો અને બેરેકમાં Barrack બધા નવરા હતા, જો કે મહંમદ એકલો બેસી તેનું વિચારવાનું કામ કરતો હતો. બીજા દિવસે મંગળવારે સવારે બંદી ખુલ્યાના એક કલાકમાં જેલર કૌશીક પંડયા Jailer Kaushik Pandya પોતે સ્ટાફ Staff સાથે ચેકીંગમાં આવ્યા ફરી તેમના બેરેકનું ચેકીંગ Barrack થયુ, જો કે ચેકીંગ Checking બાદ બધા સીપાઈના Sepoy ચહેરા ઉપર નિરાશા આવી જતી હતી કારણ તેઓ જે શોધવા આવતા હતા તે તેમને મળતુ ન્હોતુ, મહંમદે જેલર પંડયાને Jailer Pandya પુછયુ સાહેબ કઈ ગરબડ છે બે દિવસમાં બે વખત ચેકીંગ આવ્યું છે, જેલર પંડયાએ Jailer Pandya નિસાસો નાખતા કહ્યું અમારી તકલીફોનો Troubles કોઈ પાર થોડો છે. મહંમદે પુછયુ શું થયું સાહેબ.

- Advertisement -



જેલર પંડયાએ Jailer Pandya જેલની હોસ્પિટલમાંથી Jail Hospital ડૉ. ગૌરાંગ ભટ્ટનો Dr. Gaurang Bhatt ફોન Phone ચોરાયો હોવાની વાત કરી, મહંમદને Muhammad ચહેરા ઉપરનો હાવભાવ બદલાયો તેણે પુછ્યું સાહેબ Sir તમને અમારી ઉપર શંકા છે… પંડયાએ Pandya ચહેરો બગાડતા કહ્યું અરે ના ભાઈ, પણ જ્યાં સુધી ફોન Phone મળશે નહીં ત્યાં સુધી તો અમને ચિંતા રહેશેને… પછી ધીમા અવાજે કહ્યું આ ડૉકટરોને Doctor પણ હજાર વખત કહ્યું હતું ફોન લઈ જેલમાં Jail આવશો નહીં પણ માન્યા જ નહીં, હવે કોને ખબર કે ડૉકટરનો ફોન જેલમાંથી ગાયબ થયો કે તેઓ ફોન Phone લાવ્યા જ ન્હોતા. સીપાઈએ ચેકીંગ Sepoy Checking પુરૂ કરતા બધા બહાર નિકળી રહ્યા હતા ત્યારે પંડયા Pandya પણ બગીચો Garden જોઈ પ્રભાવીત થઈ ગયા પણ, પંડયાએ બેરેકમાંથી Barrack વોર્ડના દરવાજાની બહાર નિકળવાને બદલે બેરેકમાંથી નિકળી સીધા મેદાનના બગીચા Garden તરફ ચાલવા લાગ્યા, પંડયા Pandya જે દિશામાં જઈ રહ્યા હતા તે દિશામાં લીમડાનું ઝાડ Neem Tree હતું. મહંમદના Muhammad ધબકારા વધી ગયા. પંડયાની પાછળ તેમને સીપાઈઓ Sepoy પણ ચાલી રહ્યા હતા, મહંમદને વિચાર આવ્યો કે કોઈક બહાનું કરી તેમને બગીચા Garden તરફ જતા અટકાવુ, પણ પછી લાગ્યું કે અત્યારે તેનો કોઈ પણ અસામાન્ય વ્યવહાર શંકાનું કારણ બનેશે માટે તે કઈ બોલ્યા નહીં, પંડયાની Pandya પાછળ તેના સીપાઈ અને તેમની પાછળ મહંમદ અને યુનુસ Yunus ચાલતા હતા.



- Advertisement -

પંડયા Pandya એક એક ફુલના છોડ ધ્યાનથી જોઈ રહ્યા હતા અને તેમના ચહેરા ઉપર એક પ્રકારની ખુશી Happiness હતી. મહંમદ Muhammad નક્કી કરી શકતો ન્હોતો કે ખરેખર પંડયા Pandya બગીચો Garden જોઈ રહ્યા છે કે તેમની શંકાનું સમાધાન કરવા તે બગીચા તરફ જઈ રહ્યા છે. મહંમદ Muhammad અને યુનુસ Yunus એકબીજાની સામે જોઈ રહ્યા હતા, પંડયા ચાલતા ચાલતા લીમડાના ઝાડ Neem Tree પાસે આવી ઊભા રહ્યા, મહંમદ અને યુનુસના ધબકારા ઝડપથી ચાલી રહ્યા હતા, યુનુસ Yunus પણ વિચારી રહ્યો હતો કે તેણે ફોન Phone ક્યાં દાટયો છે. યુનુસનું ધ્યાન અચાનક જમીન તરફ ગયુ, તેણે જ્યાં ફોન દાટયો હતો, પંડયાના Pandya પગ બરાબર તેની ઉપર હતા. પંડયાએ લીમડાની Neem Tree આસપાસ પણ જોયું, હવે એક ક્ષણમાં પકડાઈ જઈશુ તેવું લાગી રહ્યું હતું ત્યારે પંડયા એદકમ ઉંઘા ફર્યા અને પોતાના સીપાઈએને Sepoy કહ્યું ચાલો બડા ચક્કરમાં જઈશુ, પંડયા Pandya જતી વખતી મહંમદ Muhammad અને યુનુસના Yunus ખભા ઉપર હાથ મુકી નિકળ્યા. મહંમદ અને યુનુસ પોતાની જગ્યા ઉપર જ થોડીવાર ઊભા રહ્યા, તેઓ પોતાના હ્રદયના ધબકારા ધીમા પડે તેની રાહ જોતા હતા, પછી એકદમ તેઓ લીમડાના Neem Tree ઓટલા ઉપર બેસી ગયા, તેઓ એકબીજા સાથે વાત પણ કરતા ન્હોતા, મિનિટો સુધી તેમની વચ્ચે શાંતિ છવાયેલી હતી. આ પ્રકારનું ટેન્શન તો તેમને ક્રાઈમ બ્રાન્ચે Crime Branch પકડ્યા ત્યારે પણ ન્હોતુ. ક્રાઈમ બ્રાન્ચ શબ્દ યાદ આવતા મહંમદે યુનુસ Yunus સામે જોયું, તેણે પંડયા Pandya જ્યાં ઊભા હતા તે તરફ આંખથી ઈશારો કરી કહ્યું ફોન Phone અહીંયા જ છે, મહંમદ ઊભો થયા વગર યુનુસની તરફ ખસ્યો, તેણે યુનુસને કહ્યું Yunus મને લાગે છે, હવે ક્રાઈમ બ્રાન્ચનું ચેકીંગ Crime Branch Checking પણ આવશે, વાક્ય સાંભળતા ફરી યુનુસના ધબકારા વધી ગયા…

(ક્રમશ:)

PART – 71 | મહંમદે પોતાના સાથીઓને કહ્યુ ત્રણ દિવસ હવે સુરંગ ખોદવાનું કામ બંધ કરવુ પડશે



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular