Monday, April 20, 2026
HomeGujaratછોટાઉદેપુરમાં શાળાથી પરત ફરતા નદીમાં નાહવા પડેલા બે કિશોરના મૃત્યુ, પરિવારમાં શોક

છોટાઉદેપુરમાં શાળાથી પરત ફરતા નદીમાં નાહવા પડેલા બે કિશોરના મૃત્યુ, પરિવારમાં શોક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છોટાઉદેપુર: છોટાઉદેપુરના (Chhota Udaipur News) દુમાલી ગામ ખાતેથી દુખદ ઘટના સામે આવી છે. શાળાથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ નદીમાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન નાહતા સમયે ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા. આજુબાજુ બપોરના સમયે કોઈ ન હોવાથી ડૂબી જવાના કારણે બંને કિશોરનું મૃત્યુ થયું હતું. જ્યારે પરિવાર શોધખોળ કરી રહ્યો હતો, ત્યારે આ સમ્રગ મામલો સામે આવ્યો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયરબ્રિગ્રેડના જવાનો પણ નદી પાસે દોડી આવ્યા હતા અને બંને કિશોરનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ આ મામલે પોલીસને જાણ કરતા છોટાઉદેપુર પોલીસની (chhotaudepur police) ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર જિલ્લાના દુમાલી ગામ ખાતે રહેતા સંદીપ અને આકાશ નામના બે કિશોર સવારે શાળાએ ગયા હતા. બપોરના સમયે આની નદી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બંને કિશોરને નાહવાનું મન થતા તેઓ આની નદીમાં નાહવા માટે પડ્યા હતા. નદીમાં નાહતા-નાહતા તેઓ અચાનક ઉંડાઈમાં ગરકાવ થતા ડૂબવા લાગ્યા હતા અને બૂમાબૂમ કરી હતી. જોકે બપોરનો સમય હોવાથી નદી પાસે કોઈ હાજર ન હતું, જેના કારણે બંને કિશોરને સમયસર મદદ ન મળતા નદીમાં ડૂબી જવાથી તેમના મૃત્યુ થયા હતા.

- Advertisement -

બીજી તરફ ઘણા સમય વિતી ગયો હતો અને કિશોરો શાળાએથી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી. તે દરમિયાન જાણ થઈ હતી કે, બે કિશોરો નદી પાસે પાસે મૃત હાલતમાં પડ્યા છે. જેના પગલે પરિવાર તાત્કાલિક નદી પાસે પહોંચ્યો હતો, જ્યાં બંને કિશોરોનો મૃતદેહ તરતા દેખાયા હતા. પરિવારે આ બાબતે તાત્કાલિક ગામના સરપંચને જાણ કરી હતી. જેને લઈ સરપંચ સહિતના ગ્રામજનો નદી પાસે દોડી આવ્યા હતા. સરપંચે ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટર સાધનો સાથે આવી પહોંચ્યા હતા. નદીમાંથી બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

આ સમ્રગ મામલે ફાયર વિભાગે પોલીસને જાણ કરતા છોટાઉદેપુર પોલીસની ટીમ પણ નદી પાસે દોડી આવી હતી અને બંને કિશોરોના મૃતદેહ અંગે પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. કિશોરના અકાળે મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular