Tuesday, July 21, 2026
HomeGujaratઅરવલ્લીમાં દેશી દારૂ ભરેલી તુફાન જીપે બે એક્ટિવાને અડફેટે લીધી, અકસ્માત બાદ...

અરવલ્લીમાં દેશી દારૂ ભરેલી તુફાન જીપે બે એક્ટિવાને અડફેટે લીધી, અકસ્માત બાદ ચાલક ફરાર

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): Aravalli Accident: અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના મેઘરજ રોડ પર નવનિર્મિત ઉમિયા પ્રવેશ દ્વાર નજીક દેશી દારૂ (Country Liquor)ની પોટલીઓ ભરેલી તુફાન જીપ (Tufan Jeep)એ બેફામ ઝડપે દોડી રોડ પરથી પસાર થતી બે એક્ટિવા (Activa)ને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે એક એક્ટિવા જીપની નીચે ઘૂસી ગઈ હતી. જોકે, સદનસીબે બંને એક્ટિવા ચાલકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ જીપમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, મોડાસાના મેઘરજ રોડ પર બેફામ ઝડપે પસાર થઈ રહેલી તુફાન જીપે બે એક્ટિવાને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. તપાસ દરમિયાન જીપમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત જીપની નંબર પ્લેટ પર સફેદ પટ્ટી ચોંટાડીને તેના પર ડુપ્લિકેટ નંબર (Duplicate Number Plate) લખેલો હોવાનું સામે આવતા દારૂની હેરાફેરી (Liquor Smuggling) માટે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

- Advertisement -

અકસ્માત સર્જ્યા બાદ જીપ ચાલક, જે બુટલેગર (Bootlegger) હોવાનું માનવામાં આવી રહ્યું છે, વાહન ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં લોકોએ તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

જાણ મળતા જ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ-112 (Emergency Response Vehicle-112) સહિત સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત તુફાન જીપ અને તેમાં રહેલો દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરવા તેમજ અકસ્માત સર્જવાના ગુનામાં પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular