Wednesday, December 11, 2024
HomeSeriesDeewal Seriesમંગાઍ પોતાના બે ટપોરી મોકલ્યા અને કેતનનું કામ જેલમા જ તમામ થઇ...

મંગાઍ પોતાના બે ટપોરી મોકલ્યા અને કેતનનું કામ જેલમા જ તમામ થઇ ગયુ

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-17 દિવાલ): કેતન મઝમુદાર Ketan Mazmudar ઉર્ફે કેતન બાટલીનો ખેલ ખતમ થઈ ગયો હતો, યુસુફ Yusuf અને તેના સાથીઓને તો કોણ કેતન અને કોણ મંગો તેની પણ ખબર ન્હોતી કારણ તેમને પોતાના જ વોર્ડની બહાર નિકળવા મળતુ ન્હોતુ, તો તેમને જેલ Prisonના અન્ય કેદી Prisoner ઓ વિશે વધારે ખબર હોય તેવું ભાગ્યે જ બનતુ હતું. કેદી Prisoner ઓ રાહ જોઈ બેઠા હતા કે તેમની બંદી ફરી ખુલે, પણ જેલ Prison માં સાબરમતી પોલીસ સહિત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દોડી આવ્યા હતા, જ્યાં સુધી પોલીસ પોતાનું કામ પુરૂ કરે નહીં ત્યાં સુધી બંદી નહીં ખોલવાનો જેલ Prisonના સુપ્રીટેન્ડન્ટ વી એમ વસાવાનો આદેશ હતો. સાબરમતી જેલ Prisonમાં એક કેદી Prisoner ની હત્યા થઈ તેવો પહેલો બનાવ હતો. બે કેદી Prisoner ઓ એક બીજાની હત્યાનું પ્લાનીંગ કરે અને જેલ Prison પોલીસને તેની ગંધ સુધ્ધા આવે નહીં, તેના કરતા પણ વધુ મહત્વની બાબત એવી હતી કે, જ્યાં જેલ Prisonમાં સીપાઈની મંજુરી વગર તણખલુ પણ ઉડીને આવી શકતુ નથી, તે જેલ Prison માં ધારદાર ચાકુ કેદી Prisoner ઓ સુધી કેવી રીતે પહોંચી ગયું હતું.



આવી અનેક બાબતોની પોલીસે હવે તપાસ કરવાની હતી. મંગાની પોલીસે તરત કસ્ટડી લઈ લીધી હતી, તેને એક સીંગલ ખોલીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. જો કે હત્યાને નજરે જોનાર કેદી Prisoner ઓના નિવેદન પ્રમાણે તો મંગો હત્યા કરવા માટે આવ્યો જ ન્હોતો, પણ તેના બે ટપોરી જીગો અને મોન્ટુંએ કેતન ketan ને પુરો કરી નાખ્યો હતો. જીગા અને મોન્ટુંની પણ જેલ Prisonમાં એટલી જ દાદાગીરી હતી, તે મંગાના ફોલ્ડર હતા, મંગાનો આદેશ એટલે જાણે ઈશ્વરનો આદેશ થયો હોય તે પ્રમાણે તેનું પાલન કરતા હતા. બંન્ને એકદમ ગરીબ ઘરના હતા. તે જેલ Prisonમાં હોય અથવા જેલ Prisonની બહાર હોય, મંગો જ તેમના ખર્ચા-પાણી ઉપાડતો હતો, કોઈ પણ કેસ થાય પોલીસની પતાવટથી લઈ કોર્ટના વકિલના તમામ ખર્ચની જવાબદારી મંગાની હતી. આમ તો મંગા અને કેતનની બેરેકો અલગ હતી, પણ છ મહિના પહેલા કેતન અને મંગો જેલ Prisonમાં આવેલી હોસ્પિટલમાં સામ-સામે આવી ગયા હતા. મંગાએ તેને ધમકાવવાનો પ્રયત્ન કર્યો અને કેતન તેના ઉપર તૂટી પડયો હતો, જો ત્યારે જેલ Prison સીપાઈએ આવી કેતન ઉપર કાબુ મેળવ્યો ના હોત તો કેતન મંગાને ત્યારે જ પુરો કરી નાખતો.

તે દિવસ કેતનના હાથે બચી ગયેલો મંગો ખરેખર ડરી ગયો હતો, મંગો જાણતો હતો કે તેનો ગુંડાગીરીનો ધંધો ડર ઉપર જ ચાલે છે અને કેતનને તેનો જરા પણ ડર લાગતો ન્હોતો. જો કેતને તેને માર્યો અને મંગો કઈ કરી શકતો નથી તેવી જેલ Prisonમાં અને જેલ Prisonની બહાર ખબર પડી તો મંગાનો ધંધો ખતમ થઈ જવાનો હતો. મંગાએ તે જ દિવસે કેતનની કથા પુરી કરવાનો નિર્ણય લઈ લીધો હતો. તે તેના માટેની વ્યવસ્થા અને સમયની રાહ જોઈ રહ્યો હતો. જો કે કેતન અને મંગાએ કરેલી મારા-મારી પછી બંન્ને સામે જેલ Prison મેન્યુઅલ પ્રમાણે ખટલો ચાલ્યો હતો, અને તેમને પોતાના વોર્ડની બહાર નિકળવા ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. મંગો એકદમ શાંત થઈ ગયો હતો, છેલ્લાં કેટલાંક મહિનાથી તેણે જેલ Prisonમાં કોઈની પાસે ખંડણી માંગી ન્હોતી, કોઈ કેદી Prisoner ને ધમકાવ્યો ન્હોતો, મંગાનો આ બદલાયેલા વ્યવહારની કોઈએ નોંધ લીધી ન્હોતી. જો કે જેલ Prison અધિકારીને આ વ્યવહારની ખબર પડવી જોઈતી હતી, પણ તેવું થયું નહીં. જે દિવસે કેતની હત્યા થઈ તેની આગલી સાંજે બંદી થાય તે પહેલા મંગા પાસે બે ધારદાર ચાકુ આવી ગયા હતા.



તેની પાસે ચાકુ આવી ગયા તેની ખબર જેલ Prisonના વોર્ડન, સીપાઈ અને તેની બેરેકના કોઈ કેદી Prisoner ને પણ થઈ નહીં, મંગાએ બંન્ને ચાકુ પોતાની ઓશીકાના કવરમાં મુકી દીધા હતા. હત્યાના આગલા દિવસે કેતન ખુબ ખુશ હતો, કારણ તેને મળવા તેની પત્ની વૈદેહી આવી હતી. જેલ Prisonમાં કેદી Prisoner ની મુલાકાતનો સમય માત્ર વીસ મિનીટ જ હોય છે, વીસ મિનીટમાં કેદી Prisoner ઓને વીસ જન્મની વાત કરી લેવાની હોય છે. વૈદેહી કોલેજમાં ભણતી હતી ત્યારે કેતન સાથે તેને પ્રેમ થઈ ગયો, કેતન તો ટપોરીગીરી કરતો હતો અને વૈદેહી કોલેજની બહાર મોટરસાયકલ લઈ બેસતો હતો. વૈદેહીની બહેનપણીઓ કહેતી કે કેતન ગુંડો છે, પણ કેમ ખબર નહીં, વૈદેહીને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. કેતન અને વૈદેહીની મુલાકાતો શરૂ થઈ હતી. કેતન અને વૈદેહી મળતા ત્યારે કેતન પોતાની ગુંડાગીરીનો વાતો કરતો અને વૈદેહી અહોભાવ સાથે કેતનની વાતો સાંભળતી હતી. કેતનને કયારેય ડર લાગતો ન્હોતો, પણ વૈદેહીના પ્રેમમાં પડયા પછી તેને વૈદેહીને કોઈ નુકશાન પહોંચાડે નહીં તેવી ચિંતા રહેતી હતી.

- Advertisement -

કેતન પાસે એક ગેરકાયદે રીવોલ્વર પણ રહેતી હતી, જ્યારે કેતન અને તે ફરવા જાય ત્યારે કેતન પોતાની રીવોલ્વર વૈદેહીના પર્સમાં મુકતો હતો, વૈદેહી પણ ડર્યા વગર તે પોતાની પાસે રાખતી હતી. વૈદેહીની હિંમત જોઈ, કેતનને આશ્ચર્ય થતું હતું, પણ વૈદેહી કહેતી કે તુ મારી સાથે હોય પછી મને શું કામ ડર લાગવો જોઈએ, વૈદેહીને ખબર હતી કે તેનો પરિવાર કયારેય કેતન સાથે લગ્ન કરવાની મંજુરી આપશે નહીં, એટલે તેણે કેતનને કહ્યું હતું કે મારી કોલેજ પુરી થાય પછી હું તરત નોકરીએ લાગી જઈશ અને પછી આપણે લગ્ન કરીશું, કેતન પણ મનમાં વિચારી રહ્યો હતો કે વૈદેહી તેને ખુબ પ્રેમ કરે છે, અને તેના માટે બધુ જ કરવા તૈયાર છે, તો તેને પણ આ ગુંડાગીરી છોડી કોઈ નાનો મોટો ધંધો કરી લેવો જોઈએ, કેતનનું હ્રદય બદલાઈ રહ્યું હતું, જો કે વૈદેહીએ તેને કયારેય કહ્યું ન્હોતુ કે તુ આ ધંધો છોડી દે, વૈદેહી તો કહેતી કે તુ જેવો છે, તેવો મારો છે, પણ કેતન હવે બદલાઈ જવા માગતો હતો. કેતનના પપ્પા અને તેની વચ્ચે તો હવે સંવાદ લગભગ બંધ થઈ ગયો હતો, પણ તેની મમ્મી તેની સાથે વાત કરતી હતી, એટલે તેણે પોતાની મમ્મીને વૈદેહી અંગે વાત કરી હતી.



પહેલા તો મમ્મીએ સલાહ અને ઠપકો આપતા કહ્યું કે બેટા તારા ધંધા બરાબર નથી, તુ શું કામ કોઈ છોકરીની જીંદગી ખરાબ કરે છે, ત્યારે કેતને વચન આપ્યું કે તે હવે બધુ છોડી દેશે, તેની મમ્મી ખુબ ખુશ થઈ હતી, પણ વિધાતાએ કઈક જુદો જ લેખ લખ્યો હતો. તે દિવસે કેતન અને તેના મિત્રો હવે જીંદગી સારી થશે તેવી ખુશાલીમાં હતા અને તેમણે દારૂ પીધો હતો, ત્યાર બાદ પાનના ગલ્લાવાળા સાથે માથાકુટ થઈ અને કેતને ગલ્લામાં પડેલી કાતર લઈ તેના પેટમાં ખોંસી દીધી હતી. કેતનના હાથે ગુસ્સામાં હત્યા થઈ ગઈ હતી, જ્યારે તેનો નશો ઉતર્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું, પણ તેણે જોયું તો પોલીસ સ્ટેશનની બહાર વૈદેહી આંખમાં આંસુ સાથે કેતનો ઈંતઝાર કરી રહી હતી, વૈદેહી કોલેજ પુરી કરી નોકરી કરશે અને પછી લગ્ન કરશે તેવું સ્વપ્ન હવે કયારેય પુરૂ થશે નહીં તેવું વૈદેહીની લાગી રહ્યું હતું. કેતન દસ વર્ષથી જેલ Prisonમાં હતો, પણ દર પંદર દિવસે વૈદેહી અચુક કેતનને મળવા માટે જેલ Prison ઉપર આવતી હતી. તે કેતનને તે દિવસે સારા સમાચાર આપવા આવી હતી, અને બીજા દિવસે તેનો કેતન તેને કાયમ માટે છોડી જતો રહ્યો હતો.

(ક્રમશ:)

PART – 16 | કેતન દારુ પીવા લાગ્યો તેવી ખબર પડી ત્યારે મઝમુદાર સાહેબને ખુબ આઘાત લાગ્યો

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular