Monday, September 9, 2024
HomeSeriesDeewal Seriesમહંમદ સમજી ગયો ક્યા ભુલ થઈ છે તેણે કહ્યુ હજી ચાર પાંચ...

મહંમદ સમજી ગયો ક્યા ભુલ થઈ છે તેણે કહ્યુ હજી ચાર પાંચ ફુટ ઉંડા જવુ પડશે

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-67 દીવાલ ): ક્લાસ પુરો થયો, પોલીસનો જાપ્તો મહંમદ Muhammad અને તેમના સાથીઓને લઈ નિકળ્યો પણ તેમાં યુનુસ Yunus સામેલ ન્હોતો. કારણ યુનુસ લાયબ્રેરીમાં Library જવા માગતો, યુનુસ સાથે બે સિપાઈ Sepoy હતા, છુટા પડતી વખતે મહંમદે આંખના ઈશારે પુછ્યું શું મામલો છે, ત્યારે તો યુનુસને Yunus પણ ખબર ન્હોતી કે તે જે શોધવા જઈ રહ્યો છે તે તેને મળશે કે નહીં, પણ તે પાંચ વર્ષ પહેલા તે જેલની લાયબ્રેરીમાં Library ગયો હતો ત્યારે તેણે એક પુસ્તક Book જોયું હતું. ખબર નહીં હવે તે પુસ્તક ત્યાં હશે કે નહીં અને હશે તો તેને મળશે કે નહીં તેની પણ તેને ખબર ન્હોતી. એટલે મહંમદને આંખના ઈશારે પુછ્યું કે શું કરવા જઈ રહ્યો છે ત્યારે તેને ખુદને જ ખબર ન્હોતી કે તે શું કરવા જઈ રહ્યો છે. જેલની લાયબ્રેરી Jail Library વૈભવી હતી ત્યાં દુનિયાભરના પુસ્તકો હતા, પણ તે પુસ્તકો વાંચનાર બહુ ઓછા હતા. અનેક પુસ્તકો જેલ Jail પોતે ખરીદતી હતી જ્યારે હજારો પુસ્તકો દાનમાં પણ મળતા હતા. એક સિપાઇ Sepoy યુનુસની આગળ અને એક સિપાઇ તેની પાછળ ચાલી રહ્યો હતો, આ બંન્ને સિપાઇના મનમાં બીજી તો કઈ શંકા ન્હોતી પણ તેમને ડર હતો કે ક્યાંક તે ભાગવાનો પ્રયત્ન કરે નહીં, તેના કારણે તેની આગળ પાછળ સિપાઇ ચાલતા હતા. તેમના હાથમાં હથિયારને નામે માત્ર લાકડી હતી, કારણ જેલ મેન્યુઅલ Jail Manual પ્રમાણે લાકડી સિવાય અન્ય કોઈ હથિયાર Weapon જેલમાં લાવી શકાય નહીં.



- Advertisement -

તેઓ લાયબ્રેરીમાં Library પહોંચ્યા ત્યારે જેલના લાયબ્રેરીયન સાથે લાયબ્રેરી સંભાળતા બે કેદીઓ Prisoner બેઠા હતા. સિપાઇએ તેમને કહ્યું સાહેબની સૂચના છે કે તેમને લાયબ્રેરીનો ઉપયોગ કરવા દેજો, ત્યાં બેઠેલો કેદી ઊભો થયો. તેણે યુનુસને Yunus પુછ્યું કયા વિષયના પુસ્તકો જોવા છે, યુનુસ મનોમન બબડયો.. તને વિષય Subject કહી શકાય તેમ નથી, પણ તેણે તરત કહ્યું મને વિષય તો ખબર નથી મેં ઘણા ટાઈમ Time પહેલા એક પુસ્તક જોયુ હતું. વાંધો નહીં તમે બેસો હું શોધી લઈશ, યુનુસ Yunus ત્યાર પછી એક પછી એક રેક ચેક કરી રહ્યો હતો, પેલો કેદી Prisoner તેની સાથે ફરી રહ્યો હતો. યુનુસને હતું કે આ પોતાની જગ્યા ઉપર બેસે તો સારૂ.

કેદી Prisoner થાકે તે માટે અડધો કલાક સુધી યુનુસ Yunus કામ વગરના પુસ્તકો ફંફોળી રહ્યો હતો, યુનુસનો અંદાજ સાચો પડયો. પેલો કેદી થાકીને લાયબ્રેરીયન Librarian પાસે જઈને બેસી ગયો. યુનુસે યાદ કરવાનો પ્રયત્ન કર્યો કે તેણે પાંચ વર્ષ પહેલા જે પુસ્તક Book જોયુ હતું ત્યારે કયા રેંકમાં હતું, તેને મહંમદ Muhammad ઉપર પણ ગુસ્સો આવી રહ્યો હતો, મહંમદે પાંચ વર્ષ પહેલા જો આ કામ Work કરવાનું નક્કી કર્યું હોત તો સારૂ થતું, યુનુસ Yunus એકલો એકલો પોતાની સાથે વાત કરતો હતો આખરે તેને જે રેંકની શોધ હતી ત્યાં પહોંચી ગયો તેનું ધ્યાન તે શોધી રહ્યો હતો તે પુસ્તક Book ઉપર પડયુ, તેણે પાછળ વળી જોઈ લીધુ કે કોઈ તેની સામે જોઈ તો નથી રહ્યું તેણે તે પુસ્તક રેકમાંથી બહાર કાઢયું તે અંગ્રેજી પુસ્તક English Book હતું, તેનું નામ હતું વન્ડર્સ ઓફ એન્જીનિયરીંગ Wonders of Engineering તેણે પુસ્તક ઝડપથી બહાર કાઢયુ.



- Advertisement -

તેણે અનુક્રમણીકા જોઈ 182ના નંબર ઉપર ટનલ્સ Tunnels નામું પ્રકરણ હતું, તેણે 182મું પાનુ ખોલ્યુ અને ધ્યાનથી તે એક એક લીટી વાંચવા લાગ્યો હતો, સાઉથ આફ્રિકામાં South Africa મશીનના ઉપયોગ વગર કેવી રીતે ટનલ્સ Tunnels બનાવવામાં આવી હતી તેની ઉપર પ્રકરણ Chapter હતું. તે ઝડપથી વાંચતો અને પાછળ વળી જોતો કોઈક તેની પાસે કોઈ આવી જાય નહીં, જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ તેના ચહેરા ઉપર ચમક આવતી ગઈ, તેને જોઈતું હતું તે બધુ આ પ્રકરણમાં હતું, તેણે પાંચ-સાત પાના વાંચ્યા હશે ત્યાં સિપાઇએ Sepoy બુમ પાડી ભાઈ કેટલીવાર છે દોઢ કલાક થઈ ગયો, તેણે તરત પુસ્તક Book હતું ત્યાં મુકી દીધુ, બીજી જ ક્ષણે તેને વિચાર આવ્યો કે તેણે ક્યું પુસ્તક Book વાંચ્યુ તે કોઈ જોવા માટે અહીં આવે તો… તેણે તરત મુકેલુ પુસ્તક બહાર કાઢયુ અને બાજુના રેકમાં મુકી દીધુ, તેને જે જોઈતુ હતું તે મળી ગયુ હતું.

તે ત્યાંથી જવા માટે બહાર નિકળ્યો, સિપાઇએ Sepoy તેને પુછ્યું મળ્યું તને? તે એકદમ ચમકી ગયો તેણે પુછ્યું શું મળી ગયું, સિપાઇએ Sepoy ફોડ પાડતા કહ્યું તારે જે પુસ્તક Book વાંચવુ હતું તે મળી ગયું, યુનુસે Yunus કહ્યું ના મળ્યુ બહુ શોધ્યું પણ તે પુસ્તક કદાચ આપણી જેલમાં Jail નથી, તે મનમાં તો ખુશ હતો. કદાચ તેની વાત સાંભળી મહંમદ Muhammad પણ ખુશ થવાનો હતો. તે સિપાઇ સાથે પોતાના વોર્ડ Ward સુધી આવ્યો, યુનુસ Yunus પોતાની બેરેક Barrack સુધી જાય ત્યાં સુધી સિપાઇ Sepoy વોર્ડના દરવાજા Ward Door સુધી ઊભા રહ્યા, તે બેરેકમાં આવ્યો ત્યારે બપોરની બંદી થવાનો સમય Time થઈ ગયો હતો, એટલે વોર્ડન Wardeb અને સિપાઇ તાળુ લઈ આવ્યા તેમણે બેરેકને Barrack તાળુ મારી દીધુ.



- Advertisement -

બધા શાંત હતા. બધા યુનુસ Yunus શું કહેવા માગે છે તેની રાહ જોતા હતા. યુનુસે વોર્ડન Warden અને સિપાઇના Sepoy દુર જઈ રહેલા પગના અવાજ સાંભળ્યા તેને ખાતરી થઈ કે હવે તે લોકો બહાર જતા રહ્યા છે છતાં તે ઊભો થયો અને તેણે બેરેકના Barrack સળીયા પાસે જઈ થોડુ માથુ નમાવી વોર્ડના મુખ્ય દરવાજા Main Door સામે જોઈ ખાતરી કરી લીધી કે હવે તેમની વાત સાંભળી શકે તેવું કોઈ નથી, તે એકદમ નાચતો નાચતો અંદર આવ્યો, આડો પડેલો મહંમદ Muhammad બેઠો થઈ ગયો, તે મહંમદ પાસે આવી બેઠો. તેણે કહ્યું બોલા થા કેપ્ટન Captain અબ કામ કરેગા, કામ હો ગયા, બાકીના સાથીઓ પણ તેની આસપાસ આવી ગોઠવાઈ ગયા. તેણે કહ્યું હું ટનલ્સ એન્જીનિયરીંગ Tunnels Engineering વાંચી આવ્યો આપણી કયાં ભુલ Mistake થઈ રહી છે તે મને સમજાઈ ગઈ, તેણે મહંમદને પુછ્યું આપણે કેટલાં ઊંડા સુધી ગયા છીએ, મહંમદે Muhammad વિચારીને કહ્યું સાત-આઠ ફુટ સુધી આપણી ઊંડા ગયા છીએ, યુનુસે કહ્યું આપણી ત્યાં જ ભુલ થઈ છે. ટનલ્સ એન્જીનિયરીંગ Tunnels Engineering પ્રમાણે આપણે ઓછામાં ઓછું દસથી બાર ફુટ નીચે જવું પડે કારણ ત્યાર પછી જ કઠણ માટી શરૂ થાય છે. તેણે અબુ Abu તરફ ઈશારો કરતા કહ્યું આના માથા ઉપર માટીનો સ્લેબ એટલે પડયો કારણ ત્યાં સુધી તો પોચી માટી હોય છે.

મહંમદે Muhammad કહ્યું તેનો અર્થ હજી આપણે ચાર-પાંચ ફુટ નીચે જઈ ખોદવું પડશે, યુનુસે Yunus હકારમાં માથુ હલાવ્યુ, બધાના ચહેરા ઉપર નિરાશા આવી ગઈ, મહંમદે Muhammad તેમના ચહેરા જોતા કહ્યું કઈ વાંધો નહીં, સારૂ થયુ આપણી પાસે એન્જીનિયર Engineer છે, તેમ કહી તેણે યુનુસ Yunus તરફ ઈશારો કર્યો. આવતીકાલ સવારથી આપણે થોડા વધુ ઊંડા જવાની શરૂઆત કરીશું, પરવેઝે Parvez પોતાની સમસ્યા યુનુસ Yunus સામે રજુ કરતા કહ્યુ અંદર ગરમી બહુ થાય છે. યુસુફ Yusuf તેની વાત સાંભળી હસવા લાગ્યો તેણે કહ્યું યુનુસભાઈ એક કામ કરો બે-પાંચ ટનના એસી AC પણ સુરંગમાં Tunnel ફીટ થાય તેવું કરો આ આપણો લંગડો લંડનમાં London જન્મેલો છે. પરવેઝને Parvez ગુસ્સો આવ્યો તેણે કહ્યું અરે ભાઈ મને લાગ્યું કે તેનો પણ કોઈ રસ્તો નિકળે તો સારૂ, મહંમદે Muhammad પરવેઝના ખભા ઉપર હાથ મુકતા કહ્યું ભાઈ પરવેઝ Parvez ગરમી તો મને પણ લાગે છે, પણ આ ગરમી Heat જ આપણે બહાર નિકળવાનો રસ્તો કરી આપશે.



(ક્રમશ:)

PART – 66 | કેદીઓ સુરંગમાં હતા અને અચાનક માટી પડવા લાગી એટલે બધા બહાર તરફ ભાગ્યા



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular