ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): કૃષિ પાક માટે જગતભરમાં ઉત્તમ હવામાન, વ્યાપક મંદીની ચિંતા અને અર્થતંત્રમાં નીચલા સ્તરે ચાલતી નબળાઈએ હેજ ફંડોને કોમોડિટી વાયદામાં લેણના પોટલા હળવા કરવાની ફરજ પડી છે. મજબૂત ડોલર સામે ભારતીય રૂપિયો અને બ્રાઝિલિયન રિલ નબળા પડવાને લીધે સોફ્ટ કોમોડિટી સટ્ટોડિયા ખાસ કરીને ખાંડને મંદીના કળણમાં ખેંચી રહ્યા છે. ટ્રેડરનું માનવું છે કે ગુરુવારે પાકતા જુલાઇ ન્યુયોર્ક વાયદામાં બેથી ૪ લાખ ટનની ડિલિવરી ઉતરશે. શુક્રવારે આઇસીઇ જુલાઇ રો સુગર વાયદો ૧ માર્ચ પછીની બોટમ ૧૮.૨૩ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) નીચે જઈને આખરે ૧૮.૩૬ સેંટ બંધ થયો.
યુરોનેક્સ્ટ ઓગસ્ટ રિફાઈન્ડ સુગર નંબર પાંચ ઘટીને ૫૪૨.૨૦ ડોલર પ્રતિ ટન મુકાયો હતો. જાગતિક ટ્રેડરો કહે છે કે ૨૦૨૨-૨૩ ની સુગર મોસમમાં ભારત નિકાસ પર નિયંત્રણો મૂકશે, સાથે જ બજારનું સેન્ટિમેન્ટ પણ કહે છે કે ભારતે નિકાસ સોદા ધીમા પાડી દીધા છે. શક્યતા પણ એવું કહે છે કે વર્ષાન્ત સુધીમાં ભારત સરકાર સ્થાનિક સપ્લાયને પ્રવાહિત રાખવા વધુ નિયાયંત્રનો મૂકશે. નબળા રૂપિયા અને બ્રાઝિલિયન રિલને લીધે નિકાસકારોને સ્થાનિક કારન્સીમાં વધુ નફો પ્રાપ્ત થાય છે. બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા હોવાથી બ્રાઝિલિયન મિલો વધુ શેરડી, ઇથોનેલને બદલે સુગર ઉત્પાદન તરફ વાળી રહી છે.

બ્રાઝીલના સેન્ટ્રલ સાઉથ સુગર બાઉલમાં જુનના પ્રથમ પખવાડિયામાં, ગતવર્ષના સમાનગાળા કરતાં ૭.૭ ટકા વધુ ૨૪ લાખ ટન ખાંડ ઉત્પાદિત થયાનું અનુમાન છે. મિલોનો અંદાજ છે કે શેરડી પીલાણ ૯૩૯ લાખ ટનથી વધી ૪૫૦ લાખ ટન થયું છે. ગતવર્ષની તુલનાએ સરેરાશ પીલાણ ૧૫.૬ ટકા વધીને ૪૨૨ લાખ ટન થયું હતું. ખાંડ ઉત્પાદન માટે કુલ શેરડીનો વપરાશ હિસ્સો ગતવર્ષે ૪૬.૨ ટકાથી ઘટીને ૪૪.૬ ટકા થવાનું અનુમાન હતું. બ્રાઝીલના ઉત્પાદકોએ શેરડી વાવણી પહેલા તાજેતરમાં ઇથેનોલના ઊંચા ભાવનો ભરપુર લાભ લીધો, પણ હવે સુગર મિલો પીલાણ મોસમ શરૂ થાય તે પહેલા શેરડીને સુગર ઉત્પાદન તરફ વાળી દેશે.
એસએન્ડપી ગ્લોબલના ડેટા કહે છે કે રિબારિયો પ્રેતો એક્સ મિલ હાયડ્રોસ ઇથેનોલને રો સુગરમાં પરિવર્તિત કરવાનો ૨૨ જૂન ખર્ચ ૧૭.૫૭ સેંટ આવતો હતો, એવું પ્લાટસ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં જણાયું હતું. ન્યુયોર્ક જુલાઇ રો સુગર વાયદો ૨૨ જૂને હાયડ્રોસ ઇથેનોલના ભાવ સામે ૦.૮૮ સેન્ટના પ્રીમિયમથી ૧૮.૪૫ સેંટ બંધ થયો હતો. શેરડીમાં ફ્રૂકટોસનુંનું પ્રમાણ ગતવર્ષ કરતાં ૩.૫ ટકા ઘટી જવાથી પ્રતિ ટન શેરડીમાંથી સુગર ઉત્પાદન ૧૩૩.૬ કિલો આવવાની સંભાવના છે. જ્યારે શેરડીમાંથી કૂલ ઇથેનોલ ઉત્પાદન ૧૩.૯ ટકા વધીને ૧.૯૫ અબજ લિટર આવશે.

ગળ્યું ખાવાની શોખીન ભારતીય પ્રજા દરવર્ષે ૨૭૦ લાખ ટન સુગર આરોગી જાય છે. ભારતમાં આ વર્ષે વિપુલ શેરડી પાક આવ્યો છે, તેણે પગલે ખાંડ ઉત્પાદન અંદાજ વિક્રમ ૩૬૦ લાખ ટન મુકાયો છે. પાછલા વર્ષની પુરાંત ૮૦ લાખ ટન છે, આમ ભારતમાં વપરાસી પુરવઠો પણ જબ્બર રહેવાનો. આમ છતાં ભારત સરકારના કાનમાં પુરવઠા અછત ભયની પરિચિત ઘંટડીઓ વાગી રહી છે. ફુગાવા દર ૭ ટકાની ઉપૂર ગયો છે. અને મુંબઇમાં ખાંડના છૂટક ભાવ ૧૦ ટકા વધીને કિલો દીઠ રૂ. ૪૧/૪૨ બોલાય છે.

(અસ્વીકાર સુચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











