Monday, July 20, 2026
HomeInternationalતુલસી ગબાર્ડના મોટા ભાઈ સામે સગીર બાળકોને હોટલ રૂમમાં બોલાવવાનો આરોપ

તુલસી ગબાર્ડના મોટા ભાઈ સામે સગીર બાળકોને હોટલ રૂમમાં બોલાવવાનો આરોપ

- Advertisement -

Tulsi Gabbard Brother Batarti Gabbard Arrested : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર નિયામક તુલસી ગબાર્ડના મોટા ભાઈ બટાર્ટી ગબાર્ડ (ઉ.55)ની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. બટાર્ટી ગબાર્ડ પર આરોપ લાગ્યા છે કે, તેઓ હોનોલુલુમાં બાળકોને લાલચ આપી હોટલની રૂમમાં બોલાવતા હતા. આ મામલે પ્રતિક્રિયા આપતા તુલસી ગબાર્ડના પિતા અને હવાઈ રાજ્યના સેનેટર માઈક ગબાર્ડે આરોપો પર કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા માત્ર એટલું જ કહ્યું કે, તેમનો પુત્ર માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સારવાર લઈ રહ્યો છે.

ગત 12 જુલાઈએ વાઇકિકી હોટલના સ્વિમિંગ પૂલ પાસે ઘટના બની હતી. આરોપ છે કે, 55 વર્ષીય બટાર્ટી ગબાર્ડે ત્યાં હાજર ઘણા બાળકો સાથે વાતચીત શરૂ કરી હતી. તેમણે બાળકોના નામ પૂછ્યા, તેમને પોતાની નોટબુકમાં લખ્યા અને પછી કથિત રીતે ચ્યુઇંગમ અને પૈસા આપવાની લાલચ આપીને પોતાના હોટલના રૂમમાં આવવા કહ્યું. હોનોલુલુ પોલીસે તેમની સામે બાળકોને હોટલના રૂમમાં બોલાવવાના કથિત પ્રયાસના મામલામાં સેકન્ડ-ડિગ્રી કસ્ટોડિયલ ઇન્ટરફેરન્સ (Second-Degree Custodial Interference) નો ગુનો દાખલ કર્યો છે.

- Advertisement -

દરમિયાનમાં સ્થાનિક ટીવી ચેનલ KI TV ના અહેવાલ અનુસાર બટાર્ટી ગબાર્ડની 16 જુલાઈના રોજ એક ચોરીના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કોર્ટમાં ચોરીના આરોપોનો ઇનકાર કરી પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. આ મામલામાં તેમને જામીન મળી ગયા છે અને આગામી સુનાવણી 14 ઓગસ્ટે થશે. જો કે, બાળકોને કથિત રીતે ફોસલાવવાના મામલામાં હજી સુધી કોર્ટે સુનાવણીની તારીખ નક્કી કરી નથી. હોનોલુલુ પોલીસે પુષ્ટિ કરી છે કે, હાલમાં બટાર્ટી ગબાર્ડ પોલીસ કસ્ટડીમાં નથી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular