Thursday, September 24, 2026
HomeGeneralભાવનગર મહિલા કોલેજમાં ભાજપની પેજ કમિટીમાં જોડાવાની નોટિસ લાગી, કોંગ્રેસ કરશે વિરોધ

ભાવનગર મહિલા કોલેજમાં ભાજપની પેજ કમિટીમાં જોડાવાની નોટિસ લાગી, કોંગ્રેસ કરશે વિરોધ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરેક પક્ષ પોતાના સંગઠનને મજબૂત કરવામાં લાગી ગયા છે, ત્યારે એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના ભાવનગરમાં બની છે. ભાવનગરની એક મહિલા કોલેજમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થિનીઓને ભાજપમાં જોડાવવા માટે નોટિસ લગાડવામાં આવી છે. આ નોટિસ જોયા પછી લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે આ કોલેજ છે કે પછી ભાજપ માટે કામ કરતી કોઈ સંસ્થા છે.



ભાવનગરની ગાંધી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને એક કોલેજ પ્રશાસન દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી છે જેમાં કહેવામા આવ્યું છે કે ભાવનગર કોર્પોરેશનની હદમાં રહેતી વિદ્યાર્થિનીઓને ભાજપની પેજ કમિટીમાં જોડાવા માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈને આવવું અને પોતાનો મોબાઈલ સાથે રાખવો. ભાવનગરની કોલેજમાં આ જે નોટિસ લાગી છે તેમાં કોલેજના આચાર્યની સહી પણ છે, તેથી એવું માનવમાં આવી રહ્યું છે કે આ નોટિસ તેમની જાણકારીમાં જ લગાવવામાં આવી છે.

કોલેજમાં લાગેલી આ નોટીસના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ, યુવક કોંગ્રેસ અને NSUI તેમજ સેનેટ સભ્યો દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આજે તારીખ 27 જુને સોમવારે બપોરે 12:30 વાગ્યે કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવા તેમજ કોના આદેશથી આવી નોટિસ જાહેર કરવામાં આવી છે તેની માહિતીની માંગ યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ કચેરી ખાતે કરવામાં આવશે.



અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજમાં વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવવા માટે આવતા હોય છે, કોલેજમાં જ જો તેમણે આવી રીતે રાજકીય પક્ષો સાથે જોડવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો આની તેમના શિક્ષણ ઉપર અસર થઈ શકે છે. આ નોટિસ ઉપર તાત્કાલિક ધોરણે યુનિવર્સિટી દ્વારા પગલાં લેવવા જોઈએ.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular