Friday, December 1, 2023
HomeSeriesDeewal Seriesસિન્હા ફાઇલ વાંચી રહ્યા હતા ત્યારે ફોનની રિંગ વાગી તેમણે ફોનના સ્ક્રિન...

સિન્હા ફાઇલ વાંચી રહ્યા હતા ત્યારે ફોનની રિંગ વાગી તેમણે ફોનના સ્ક્રિન સામે જોયુ SP વસાવા હતા

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-79 દીવાલ) : ડીઆઈજી હરીશ સિન્હા DIG Harish Sinha ને પ્રમોશન મળી ગયું હતું, તેઓ હવે એસપી SP માંથી ડીઆઈજી DIG થઈ ગયા હતા, તેમનું પોસ્ટીંગ ગુજરાત ઈન્ટેલીઝન્સ બ્યૂરો Gujarat Intelligence Bureau ના ડીઆઈજી DIG તરીકે થઈ ગયું હતું, જો કે સમયની સાથે ઘણુ બદલાયુ હતુ, પણ તેમની સીગરેટ Cigarettes પીવાની આદતમાં કોઈ ફેરફાર થયો ન્હોતો. તેમને મુડ ના હોય તો પણ સીગરેટ Cigarettes પીવે અને મુડ હોય તો પણ સીગરેટ Cigarettes પીવી પડતી હતી. આમ તેમને સીગરેટ Cigarettes પીવા માટે કોઈક બહાનું જોઈતુ હતું. સિન્હા Sinha ની દીકરી પણ હવે મોટી થઈ ગઈ હતી, તે પણ પોતાના પપ્પાને સીગરેટ Cigarettes પીતા જુવે એટલે ટોકતી હતી. દીકરી જ્યારે તેમને વઢતી ત્યારે તેમને મનમાં તો સારૂ લાગતુ હતું. છતાં સીગરેટ Cigarettes છૂટતી ન્હોતી. હવે સિન્હા Sinha ને વાંચવાના નંબર પણ આવી ગયા હતા અને માથામાં હવે ધોળા વાળ દર્શન આપી રહ્યા હતા. લાંબા સમયથી જિલ્લામાં ડીએસપી DSP અને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના ડીસીપી રહ્યા હતા જેના કારણે ખુબ દોડધામ રહેતી હવે પ્રમોશન પછી આઈબી IB માં પોસ્ટીંગ મળ્યુ તેના કારણે જીંદગી દસથી છના ટકોરે ચાલતી હતી. તે દિવસે પણ જમણા હાથમાં સળગતી સીગરેટ Cigarettes હતી અને આંખ ઉપર ચશ્મા લગાવી, સિન્હા Sinha પોતાના ટેબલ ઉપર પડેલી ફાઈલ વાંચી રહ્યા હતા, આખા રાજ્યમાંથી આવતા ઈનપુટ ઉપર એક નજર કરી લેવી જરૂરી હતી.ઈનપુટમાં ખાસ કાંઈ ન્હોતુ, સરકાર સામેના આંદોલન અને ધરણા સહિત વિવિધ વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાણકારી હતી, છતાં તમામ ઈનપુટ વાંચી ફાઈલ ઉપર નોંધ કરવી જરૂરી હતી.

સિન્હા Sinha ફાઈલ વાંચી રહ્યા હતા ત્યારે જ તેમના મોબાઈલ Mobile ફોન ઉપર રીંગ વાગી, તેમનો ફોન તેમના ટેબલ ઉપર પડયો હતો, ફોનની સ્ક્રીન તેમની આંખ સામે હતો તેના કારણે તેમણે રિંગ વાગતા સ્ક્રીન ઉપર નજર કરી સ્ક્રીન ઉપર વસાવા Vasava નામ બ્લીન્ક થયું, તેઓ વિચાર કરવા લાગ્યા કોણ વસાવા Vasava હશે, જો કે યાદ આવ્યુ નહીં, તેમણે પોતાની હાથમાં રહેલી સળગતી સીગરેટ Cigarettes એશટ્રેની કોર્નર ઉપર મુકી જમણાં હાથે ફોન લીધો. ફોન ઉપાડતા સામેથી અવાજ સંભાળાયો જયહિન્દ સર સાબરમતી જેલ Sabarmati Jail થી સુપ્રીટેન્ડન્ટ વસાવા Vasava બોલુ છું, સિન્હાએ તેમને જયહિન્દ કહેતા વસાવા Vasava કહ્યું સર એક ગરબડ થઈ છે, સિન્હાએ ગરબડ સાંભળતા તેમની આંખની ભવરો સંકોચાઈ, સિન્હા પુછ્યું શું થયું વસાવા Vasava અને ત્યાર પછી વસાવા Vasava શું બન્યુ તે કહેતા ગયા અને સિન્હા Sinha પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. તેમનો ફોન ચાલુ હતો ત્યારે એશટ્રેના કોર્નર ઉપર સળગી રહેલી સીગરેટ Cigarettes ઓલવી નાખી હતી, તેમણે બેલ માર્યો અને વાત સાંભળતા સાંભળતા રૂમમાં આવેલા પોલીસવાળાને કહ્યું ગાડી લગાવો.

- Advertisement -

સિન્હાએ વસાવાને કહ્યું હું તરત નિકળી છું, આવું છું, સાબરમતી જેલ Sabarmati Jail ઉપર, સિન્હા ઝડપભેર પોતાની ઓફિસની બહાર નિકળ્યા, તેમની ઓફિસ ગાંધીનગર પોલીસ Gandhinagar Police ભવનમાં હતી, તેમને અમદાવાદ સાબરમતી જેલ Ahmedabad Sabarmati Jail જવાનું હતું, તે પોતાના પાંચમાં માળની ઓફિસમાંથી નીકળી લીફટ લેવા માટે લીફટ પાસે આવ્યા, તેમણે લીફટ કોલીંગ બટન દબાવ્યું પણ લીફટ હજી ગ્રાઉન્ડ ફલોર ઉપર ઉભી હતી, એક ક્ષણ વિચાર કર્યો અને તેઓ સીડી તરફ જઈ નીચે જવા માટે સીડી ઉતરવા લાગ્યા, તેમની પાછળ રહેલા કમાન્ડોને આશ્ચર્ય થયું, તેમને ખબર ન્હોતી કે શું બન્યું છે, સાહેબ કેમ સીડીઓ ઉતરી જઈ રહ્યા છે. સિન્હા Sinha નીચે આવ્યા ત્યારે તેમની કાર પોર્ચમાં લાગી ગઈ હતી, કમાન્ડો દોડી દરવાજો ખોલે તે પહેલા સિન્હાએ જાતે જ દરવાજો ખોલ્યો અને કારમાં બેસતા ડ્રાઈવરને કહ્યું સાબરમતી જેલ Sabarmati Jail લઈ લો, કમાન્ડો ડ્રાઈવરની બાજુની સીટમાં બેસી ગયો, કાર ગાંધીનગરની બહાર નિકળવા માટે દોડવા લાગી.સિન્હા Sinha 9 વર્ષ પહેલાની ઘટના યાદ કરી રહ્યા હતા, 9 વર્ષ પહેલા તેઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં હતા ત્યારે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ Serial blast થયા હતા અને તેમણે કેસને ડીટેકટ કર્યો હતો, પછી તો અનેક વખત તેઓ જેલમાં ચાલતી ખાસ કોર્ટમાં કેસની મુદ્દતમાં પણ જતા હતા, ત્યારે તેઓ મહંમદ Muhammad અને બીજા કેદીઓ મળતા હતા, સિન્હા વિચારી રહ્યા હતા કે જ્યારે કોર્ટમાં બ્લાસ્ટના આરોપી મળતા ત્યારે તેમને તેવું લાગતું ન્હોતું કે તેઓ સુરંગ Mine ખોદવા સુધીનું કામ કરી શકે તેમ છે, સાબરમતી જેલ Sabarmati Jail માં સુરંગ Mine કેવી રીતે ખોદાઈ હશે અને સુરંગ Mine ખોદાઈ તો પણ જેલના અધિકારીઓને કેમ ખબર પડી નહીં તે તેમને સમજાતુ ન્હોતુ, તેમની કાર હવે ઈન્દ્રોડા Indorda સર્કલ વટાવી હાઈવે ઉપર દોડી રહી હતી, ડ્રાઈવરને કારણ ખબર ન્હોતી, પણ સાહેબ ઉતાવળમાં છે એટલી તેને ખબર હતી જેના કારણે કારની સ્પીડ એકસો દસની હતી, પણ કારની સ્પીડ કરતા સિન્હાના વિચારો બમણાવેગથી દોડી રહ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે રોજ તો અમદાવાદ તરત આવી જાય છે, પણ જાણે આજે ગાંધીનગરથી અમદાવાદનો રસ્તો લાંબો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું.

સિન્હા Sinha ની કાર કોબાથી હાઈવેથી વિસત પેટ્રોલ પંપથી ડાબી તરફ સાબરમતી Sabarmati તરફ અમદાવાદ શહેરમાં પ્રવેશી હતી, અમદાવાદ શહેરમાં તમે ગમે ત્યારે પ્રવેશ કરો ટ્રાફિક તો નડતો જ હતો, કારની સ્પીડ ઓછી થતાં સિન્હા Sinha એ કારના કાચની બહાર જોયું, ટ્રાફિક જોતા તેમને ચીડ આવી, તેમણે ડ્રાઈવરને કહ્યું સાયરન સ્ટાર્ટ કરો, ડ્રાઈવરને આશ્ચર્ય થયું કારણ સિન્હા સાહેબે આ પહેલા ગમે એટલો ટ્રાફિક હોય તો પણ સાયરન ચાલુ કરવાનું કહ્યું ન્હોતું, ડ્રાઈવરે સાયરન ચાલુ કરી, એટલે તરત તેમની કાર આગળના વાહનો ડાબી તરફ હટવા લાગ્યા, સિન્હા Sinha એ કારના આગળના કાચમાંથી જોઈ રહ્યા હતા, તેમણે એકાદ બે સિનિયર પોલીસ Senior Police અધિકારીઓને પણ જેલમાં સુરંગ Mine ની ઘટના થઈ હોવાની જાણકારી આપી હતી, કાર ચિમનભાઈ પટેલ Chimanbhai Patel બ્રીજ ઉપરથી નિકળી સુભાષબ્રીજ સર્કલથી ડાબી તરફ વળી, જેલમાં અધિકારીઓ ડાબી તરફ એક ખાસ ગેટ હતો, કારની સાયરન ચાલુ હોવાને કારણે ગેટ ઉપર રહેલો જમાદાર સાવધાન થઈ ગયો, જેવી સિન્હાની કાર પસાર થઈ તેની સાથે તેણે સલામી આપી અને એકાદ મિનિટમાં સિન્હાની કાર સાબરમતી જેલ Sabarmati Jail ના મુખ્યદરવાજા ઉપર આવી ઊભી રહી.સિન્હા Sinha સાહેબ આવે છે તેવી જાણકારી હોવાને કારણે તેમને લેવા માટે જેલર પંડયા Jailer Pandya બહાર જ ઊભા હતા, સિન્હા કારમાંથી ઉતરતા જ જેલર પંડયા Jailer Pandya એ સલામ કરી, પંડયા Pandya ના ચહેરા ઉપર ચિંતા હતી, સિન્હા Sinha એ પંડયા સાથે વાત કરવા માટે તેમની નેઈમ પ્લેટ વાંચી, પંડયાએ સલામ કરતા જેલના ગેટ ઉપર રહેલા સીપાઈએ સિન્હા Sinha અને પંડયા Pandya માટે ગેટ ખોલી નાખ્યો, સિન્હાએ પુછ્યું પંડયા આપણને ક્યારે ખબર પડી કે સુરંગ Mine ખોદાઈ છે, સિન્હા ચાલતા ચાલતા પંડયાને બધા સવાલ પુછી રહ્યા હતા. સિન્હા Sinha ની ચાલવાની ઝડપ એટલી હતી કે પંડયાને રીતસર દોડવુ પડતું હતું, જેલમાં દાખલ થયા પછી પંડયા તેમને જ્યાં બ્લાસ્ટ એકયુઝ હતા તે બેરેક તરફ ગયા હતા, સિન્હા ત્યાં આવી પહોંચતા ત્યાં હાજર બધા અધિકારીઓએ તેમને સલામ કરી, સિન્હાએ બેરેકમાં Barracks જઈ જોયું તો મહંમદ Muhammad સહિત તેના બધા સાથીઓના હાથમાં હાથકડી બાંધી દેવામાં આવી હતી બધા જમીન ઉપર બેઠા હતા, સિન્હાનું માથુ ગુસ્સાથી ફાટી રહ્યું હતું. તેમણે સુપ્રીટેન્ડન્ટ વસાવા Vasava સામે જોયું, વસાવાએ કહ્યું સર બેરેક Barrack ની પાછળ સુરંગ Mine ખોદાઈ છે, સિન્હાએ મહંમદ Muhammad સામે જોયું તેણે નજર નીચી કરી લીધી, 9 વર્ષ પહેલા પણ મહંમદ Muhammad પકડાયો ત્યારે તેણે સિન્હા Sinha સામે નજર નીચી ન્હોતી કરી, વસાવાએ મહંમદ Muhammad તરફ ઈશારો કરતા કહ્યું સર તે કહે છે કે હું વાત કરીશ તો સિન્હા સાહેબ સાથે જ કરીશ માટે મેં તમને બોલાવ્યા…

(ક્રમશ:)

- Advertisement -

PART – 78 | સિટી કંટ્રોલ રૂમના ફોન એક પછી રણકવા લાગ્યા કમિશનરને પણ જાણકારી મળી કે જેલમાં સુરંગ ખોદાઇ છે

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular