SHANTI Mission and United Nations Security Council – UNSC: ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council – UNSC)માં 2028-29ના કાર્યકાળ માટે બિન-સ્થાયી (Non-Permanent) બેઠક જીતવાના અભિયાનની સત્તાવાર શરૂઆત કરી છે. વિદેશ મંત્રી (External Affairs Minister) ડૉ. એસ. જયશંકર (Dr. S. Jaishankar)એ ન્યૂયોર્ક (New York)માં ‘SHANTI‘ મિશન (SHANTI Mission) લોન્ચ કર્યું છે. આ અભિયાન દ્વારા ભારત અન્ય દેશોનું સમર્થન મેળવી UNSCની બિન-સ્થાયી બેઠક માટે પોતાનો દાવો મજબૂત કરશે.
UNSCમાં કુલ 15 સભ્યો હોય છે, જેમાં પાંચ સ્થાયી સભ્યો તરીકે ચીન (China), ફ્રાન્સ (France), રશિયા (Russia), યુનાઇટેડ કિંગડમ (United Kingdom) અને અમેરિકા (United States)નો સમાવેશ થાય છે. જ્યારે બાકીના 10 બિન-સ્થાયી સભ્યોની પસંદગી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly – UNGA) દ્વારા બે વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવે છે. 2028-29ના કાર્યકાળ માટે એશિયા-પ્રશાંત (Asia-Pacific) જૂથની એક બેઠક માટે ભારત અને તાજિકિસ્તાન (Tajikistan) વચ્ચે ચૂંટણી યોજાશે.
ભારતે પોતાના અભિયાનને ‘SHANTI’ નામ આપ્યું છે, જેનું પૂર્ણ નામ ‘Securing Holistic Advancement Through Norms, Trust and Integrity’ છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે ભારતનું અભિગમ માનદંડો (Norms), વિશ્વાસ (Trust) અને નિષ્ઠા (Integrity)ના આધારે સમૂહ પ્રગતિ સુનિશ્ચિત કરવાનો રહેશે. તેમણે કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓમાં ગ્લોબલ સાઉથ (Global South)નો અવાજ વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકશે અને દેશો વચ્ચે સંવાદ તથા સહયોગને પ્રોત્સાહન આપશે.
ભારતના ‘SHANTI‘ ફ્રેમવર્ક (Framework) હેઠળ UNSC અભિયાન માટે છ મુખ્ય પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે. તેમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષામાં ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂત બનાવવો, વધુ લોકશાહી અને પ્રતિનિધિત્વ ધરાવતી બહુપક્ષીય વ્યવસ્થા (Multilateral System)ને પ્રોત્સાહન આપવું, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ભવિષ્યલક્ષી શાંતિ જાળવણી વ્યવસ્થા (Peacekeeping Framework) વિકસાવવી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence – AI) માટે માનવકેન્દ્રિત અભિગમ અપનાવવો, આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર મુક્ત અને નિયમ આધારિત સમુદ્રી વ્યવસ્થાને સમર્થન આપવું તેમજ આતંકવાદ (Terrorism) અને આતંકવાદી નાણાંકીય સહાય (Terror Financing) સામે વૈશ્વિક પ્રયાસોને વધુ મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.
આ ચૂંટણી એવા સમયે યોજાવાની છે જ્યારે વિશ્વ ઝડપથી બદલાતા ભૂરાજકીય (Geopolitical) પડકારોનો સામનો કરી રહ્યું છે. યુક્રેન યુદ્ધ (Ukraine War), ગાઝા સંઘર્ષ (Gaza Conflict) અને ઈરાન (Iran) સામે અમેરિકા અને ઈઝરાયલ (Israel)ની સૈન્ય કાર્યવાહી જેવા વિકાસક્રમો વચ્ચે વૈશ્વિક રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત વૈશ્વિક સ્તરે વધુ અસરકારક અને સમાન ભાગીદારીની ભૂમિકા ભજવવા તરફ આગળ વધી રહ્યું છે.








