Sunday, April 19, 2026
HomeGujaratRajkotજેતપુરમાં ઐતિહાસિક કિલ્લાની દીવાલ ધરાશાયી થતાં મકાન પર પડી, કાટમાળ નીચે ફસાયેલા...

જેતપુરમાં ઐતિહાસિક કિલ્લાની દીવાલ ધરાશાયી થતાં મકાન પર પડી, કાટમાળ નીચે ફસાયેલા બે બાળક સહિત ત્રણના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જેતપુર: Jetpur News : ગુજરાતમાં વરસાદી સિઝનની શરૂઆત થતાં ફરી એકવાર મકાનો ધરાશાયી થવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. મકાન તેમજ સ્લમ ક્વાર્ટસ ધરાશાયી થવાના કારણે અનેક નિર્દોષ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક મકાન ધરાશાયી થવાની ઘટના રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુરમાંથી સામે આવી છે. જેતપુરના (Jetpur) ગોદરા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી (House collapsed) થતાં એક પરિવારના બે બાળકો સહિત ત્રણ વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. જ્યારે કાટમાળ નીચે દટાઈ જતા અન્ય 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે સમ્રગ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકો પણ પોતાના ઘરેથી બહાર દોડી આવ્યા હતા. તેમજ સમ્રગ મામલે સ્થાનિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથધરી હતી. જેમાં 5 લોકોને જીવતા બહાર કાઢ્યા હતા, પરંતુ ત્રણ લોકોનું કાટમાળમાં દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ જેતપુર પોલીસને (Jetpur Police) થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા છે. આ દુર્ઘટના સર્જાતા સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, જેતપુર જિલ્લાના ગોદરા વિસ્તારમાં આજે બપોરે દુર્ઘટના સર્જાઈ છે .જેમાં બે બાળકો સહિત 3 લોકોના મોત અને 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાના અહેવાલો મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ર્જજરિત મકાનમાં પરિવાર જીવના જોખમે વસવાટ કરી રહ્યો હતો. ત્યારે આજે બપોરે 3 વાગ્યાની આસાપાસ આ મકાનની બાજુમાં આવેલા પૌરાણિક કિલ્લાની દીવાલ એકાએક ધરાશાયી થતાં મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેના કારણે મકાનમાં પરિવાર 8 જેટલા લોકો સ્લેબ નીચે દાટાયા હતા. જેના કારણે વિસ્તારમાં બૂમાબૂમ થતાં આસાપાસના લોકો પણ મદદે દોડી આવ્યા હતા. લોકોએ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા તાત્કાલિર ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દાટાયેલા લોકોનું રેસ્કયૂ ઓપરેશન હાથધર્યુ હતું. જેમાં 5 જેટલા લોકોને જીવતા બહાર કાઢવામાં ફાયર વિભાગને સફળતા મળી જોકે 3 લોકો કાટમાળ નીચે દટાઇ જતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. જેમાં એક 7 વર્ષીય બાળકી સિદ્ધિ, 10 વર્ષીય બાળકી મેઘના અને 50 વર્ષીય વુદ્ઘા જયાબેનનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યુ છે. ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ લઈ જવમાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, બનાવના પગલે સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઘટનાસ્થળે દોડી આવી નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઈજાગ્રસ્ત ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

- Advertisement -

આ અંગે ધારાસભ્ય જયેશ રાદડિયાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યાર જે દુર્ઘટના બની તે ખૂબ દુખદ છે. મૃતક પરિવારોને સહાય મળે એ માટે અમે સરકારને રજૂઆત કરીશું. મૃતક પરિવાર સાથે અમારી સંવેદના છે. પરિવારને તમામ પ્રકારે મદદ આપવાની હું ખાતરી આપું છું. તેમજ 5 ઈજાગ્રસ્તોને વહેલીતકે સારવાર મળી રહે તેવા પ્રયાસો કરીશું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular