Wednesday, July 29, 2026
HomeGujaratGandhinagarવરસાદી માહોલની વચ્ચે યોજાશે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન, મોબાઈલ ફોન લઈ...

વરસાદી માહોલની વચ્ચે યોજાશે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન, મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ

- Advertisement -

Manjalpur Assembly by-election voting : વરસાદી મૌસમમાં આવતીકાલે 30 જુલાઈના રોજ વડોદરા માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થનારૂં છે. તંત્રએ મતદાન માટેની તમામ તૈયારીઓને ઓપ આપી દીધો છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવા ઉપર પ્રતિબંધ (Ban on carrying mobile phones inside polling stations) છે. રાજ્યમાં પ્રથમ વખત મતદારોના મોબાઈલ ફોન સુરક્ષિત રહે તે માટે ડિપોઝિશન સેન્ટર (Mobile phone deposition center) ઉભા કરવામાં આવશે. બીજી તરફ વરસાદી માહોલ હોવાથી જરૂર જણાય ત્યાં વોટર-પ્રૂફ ટેન્ટ-મંડપ, અને પાણી ભરાવાની સ્થિતિમાં ડી-વોટરિંગ પંપ સાથેની Q Team કાર્યરત કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, નોંધનીય છે કે 85 વર્ષથી ઉપરના અને દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

માંજલપુર વિધાનસભા બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક રહી છે. સ્વ. યોગેશ પટેલ આ બેઠક ઉપર સતત જંગી લીડથી જીત મેળવતા હતા. આ વખતે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થનારો છે. 2 લાખ 19 હજાર લાખ મતદારો માટે 260 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. મતદાન શાંતિ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. વરસાદની આગાહી વચ્ચે વધુને વધુ મતદાન કરાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે.

- Advertisement -

સમગ્ર મતદાન પ્રક્રિયા પર નજર રાખવા માટે 100 ટકા વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું લાઈવ મોનિટરિંગ કલેક્ટર કચેરી કંટ્રોલ રૂમથી કરવામાં આવશે. સુરક્ષા માટે 1400થી વધુ પોલીસ કર્મીઓની સાથે અર્ધ-લશ્કરી દળોની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular