નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેંતરપિંડીની ઘટનાઓમાં સતત વધી રહી છે. રોજ પોલીસને ચોપડે લાખો રૂપિયાની છેંતરપિંડીના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે વધુ એક છેંતરપિંડીની ચુંગાલમાં અમદાવાદના (Ahmedabad) બિલ્ડરે લાખો રૂપિયા ગુમાવ્યા છે. ઠગે બિલ્ડરને ધોળકા ગણેશપુરા ખાતે આવેલી રોયસલ સીટી ધ ગોવાના નામની પ્લોટિંગમાં સ્કીમમાં 500 જેટલા પ્લોટ વેચાણ કરી ભાગીદારીના બહાને રકમના બદલામાં તેની ઓફિસ આપવાનું કહી બિલ્ડર પાસેથી 39 લાખ રૂપિયાની છેંતરપિંડી આચરી હતી, લાંબા સમય સુધી પૈસા પરત ન આપતા બિલ્ડરે છેંતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેણે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) છેંતરપિંડીની (Cheating) ફરિયાદ નોંધી ગણતરીના દિવસોમાં ઠગની (Thug) ધરપકડ કરી જેલ સળિયા પાછળ ધકેલી આપ્યો છે.
બનાવની વિગત મુજબ, ફરિયાદી રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે. થોડા સમય પહેલા હિમાંશું પટેલ નામનો ઠગ તેમની પાસે આવ્યો હતો. જેણે મોટા બિલ્ડર તરીકે ઓળખ આપી ફરિયાદીનો વિશ્વાસ કેળવ્યો હતો અને પાર્ટનરશિપમાં ધંધો કરવાની ઓફર આપી હતી. ફરિયાદી પણ ઠગની વાતોમાં આવી ગયા હતા. ત્યાર બાદ ફરિયાદીને ધોળકા પાસે આવેલી રોયલ બિચ સીટી ધ ગોવા નામની પ્લોટીંગ સ્કીમમાં 500 જેટલા પ્લોટ વેચાણ કરી આપવાના બહાને ઠગ ભાગીદારીમાં જોડાયો હતો. પ્લોટનું વેચાણ થતાં ઠગ ભાગીદારીના રૂપિયા ફરિયાદીને આપવાના બદલે તેની સી. જી. રોડ ખાતે આવેલી પોતાની ઓફિસ આપવાનું કહી લાંબા સમય સુધી ઓફિસ કે કોઈ પૈસા આપ્યા ન હતા અને ફરિયાદીએ પૈસાની માગણી કરતા તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ ફરિયાદીને તેમની સાથે છેંતરપિંડી થઈ હોવાની જાણ થતા તેમણે આ બાબતે ઠગ હિમાંશુ પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં 39 લાખ રૂપિયાની છેંતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં ઠગની હ્યમુન ઇન્ટેલિજન્સના અધારે બોડકદેવમાંથી આરોપીની ધરપકડ કરી હતી.
કેવી હતી ઠગની મોડેસ ઓપરેન્ડી
ઠગ હિમાંશુ પટેલ (Thug Himanshu Patel) પોતાની જાતને મોટો બિલ્ડર ગણાવી પ્રોજકેટના પ્રઝેન્ટેશન બનાવી રોકાણકારોને જાંસામાં લેતો હતો, તેમજ પ્રોજકટની આજુબાજુના ખેડૂતો અને જમીનદારોને પણ મોટું રોકાણ કરાવી આપવાની લાલચ આપી જે તે માલિકને જગ્યા વેચાણ કરવા માટે પ્રેરિત કરતો હતો. જે બાદ બહારના રોકાણકારોને લાવી ઉંચી કિંમતે જમીન વેચી પોતાની દલાલી મેળવતો હતો. જો કોઈ વિરોધ કરે તો રાજકીય વગ ધરાવતો હોવાનું તેમજ તેની પોલીસમાં પહોંચ હોવાનું કહી પીડિતોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો..
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








