Thursday, October 22, 2026
HomeGujaratRajkotઆરોપી આતંકવાદી હોય તો પણ કાયદાથી ઉપર જઈને કાર્યવાહી ન કરાય, હાઇકોર્ટે...

આરોપી આતંકવાદી હોય તો પણ કાયદાથી ઉપર જઈને કાર્યવાહી ન કરાય, હાઇકોર્ટે રાજકોટ પોલીસની કાઢી ઝાટકણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Rajkot News: ગુજરાતમાં પોલીસ દ્વારા ઘણી વાર કોર્ટ ન્યાય કરે તે પહેલા પોલીસ જ કથિત ન્યાય કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આવો ન્યાય કરવામાં પોલીસ ઘણી વાર કોર્ટના આદેશોની અવમાનના કરી જાય છે. આવો જ એક કિસ્સો 2016માં બન્યો હતો. રાજકોટ પોલીસ (Rajkot Police) દ્વારા 2016માં એક આરોપીને જાહેરમાં માર મરવામાં આવ્યો હતો. જેના બાદ આરોપી અજય કુંભરવાડિયાએ હાઇકોર્ટમાં (High Court of Gujarat) કોર્ટની અવમાનનાની (Contempt of Court) પિટિશન કરી હતી. જેની સુનાવણી દરમિયાન ગઇકાલે બુધવારે હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી હતી.

કોર્ટે રાજકોટના 5 પોલીસકર્મીઓને કસ્ટડીમાં રહેલા આરોપીને જાહેરમાં માર મારવાના કેસમાં કોર્ટની અવમાનનાનું આરોપનામું ઘડ્યું છે. જેની સામે દલીલ કરતાં પોલીસકર્મીઓએ જણાવ્યું હતું કે, આરોપી સામે ઘણા બધા ગુના નોંધાયેલા હતા. જેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે, “આરોપી ભલે આતંકવાદી કેમ ન હોય, તમારે કાયદાની અવમાનના ન કરવી જોઈએ. આરોપીઓને મારવાની સત્તા તમને કોણે આપી છે.”

- Advertisement -

એ. એસ. સુપેહિયા અને એમ. આર. મેંગડેની સંયુક્ત બેંચે ગઇકાલે આ કેસની સુનાવણી કરતાં રાજકોટના 5 પોલીસકર્મીઓ બી. ટી. ગોહિલ, એમ. જે. ધાંધલ, વી. એસ. લાંબા, જયભા પરમાર અને પ્રદ્યુમનસિંહ ઝાલા સામે સુપ્રીમ કોર્ટના ડી. કે. બાસુ અને અર્ણેશ કુમાર જજમેન્ટની અવમાનના બદલ ચાર્જફ્રેમ દાખલ કરી છે અને તેમની બિનશરતી માફી ગ્રાહ્ય રાખી નથી.

2016માં રાજકોટમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આરોપી અજય કુંભરવાડિયાને પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં અને ત્યાર બાદ જાહેરમાં પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આરોપીએ કોર્ટમાં જણાવ્યા અનુસાર ધંધાલે પહેલા આરોપીને જબરજસ્તી દારૂ પીવડાવ્યો અને બાદમાં તેની સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધીને આરપીને માર માર્યો હતો. આ ઉપરાંત જાહેરમાં લઈ જઈને બે પોલીસકર્મીઓએ આરોપીને પકડી રાખ્યો હતો અને ધંધાલે લાકડી વડે આરોપીને ફટકાર્યો હતો.

અજયના વકીલ આઇ. એચ. સૈયદે કોર્ટમાં દલીલ કરી હતી કે, “પોલીસે 24 કલાક કરતાં પણ વધુ સમય અજયને કસ્ટડીમાં રાખ્યો હતો. કોર્ટે ચાર્જફ્રેમ કર્યા પહેલા પોલીસ દ્વારા માગવામાં આવેલી માફીનો સ્વીકાર ન કરવો જોઈએ.”

- Advertisement -

કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે અગાઉ પણ બે વાર ચરફ્રેમ કરવાનો નિર્ણય કર્યો હતો, સુપ્રીમ કોર્ટે પણ પોલીસકર્મીઓની અરજી સ્વીકારી ન હતી. ચાર્જફ્રેમ થયા બાદ પોલીસકર્મીઓને તેમનો બચાવ કરવા અને બિનશરતી માફીની તેમની અરજી પર દલીલ કરવાની તક આપવામાં આવશે.

પોલીસકર્મીઓની વિનંતી પર કોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે કે, તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં ન આવે. જ્યારે કુંભરવાડિયાના વકીલે દલીલ કરી હતી કે, આરોપીઓ સામે શિસ્તભંગના પગલાં ન લેવા તે તો માત્ર તેમને ઠપકો આપીને છોડી દેવા જેવું છે. કોર્ટે આગામી સુનાવણી 13 જુલાઈએ કરવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જ્યારે કોર્ટે ચાર્જફ્રેમ કરવાનો નિર્ણય કર્યો ત્યારે પોલીસકર્મીઓએ ગુજસીટોકના ગુનામાં છોટાઉદેપુર જેલમાં બંધ કુંભરવાડિયા સાથે સમાધાન કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular