Rain wreaks havoc in Gujarat : ગુજરાતમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા છે અને હજુપણ આકાશી આફત ક્યારે ટળશે તેની ખબર નથી. રાજ્યમાં ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ (Flood-like situation in many parts of Gujarat) છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારના પાટણ તેમજ વાવ-થરાદ ક્ષેત્રમાં પૂર જેવી સ્થિતિ (Bad situation in Patan and Vav-Tharad areas) સર્જાઈ છે. રાજ્યમાં 21 ડેમ હાઇએલર્ટ પર છે. અનેક હાઇવે અને રસ્તાઓ બંધ કરી દેવાયા છે. GUVNLના વીજ માળખાને નુકસાન થવાથી177 ગામોમાં અંધારપટ છે. NDRF – SDRF ટીમો તેમજ સ્થાનિક તંત્ર રાહત કાર્યમાં જોતરાઈ ગયું છે. નવસારી, વલસાડ સહિત અનેક જિલ્લાઓમાંથી 40 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.
રાજ્યમાં વરસાદની તોફાની બેટિંગથી અનેક શહેરો અને જિલ્લાઓમાં જનજીવન ખોરવાઈ ગયું (Public life disrupted in Gujarat) છે. છેલ્લાં કેટલાંક દિવસોથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘરાજાએ કહેર મચાવ્યો છે. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે રાજ્યના 14 ડેમ સંપૂર્ણપણે છલકાઈ જતાં 21 ડેમો હાઈ એલર્ટ પર આવી ગયા છે. જ્યારે 4 ડેમ એલર્ટ અને 14 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.અતિભારે વરસાદના કારણે અને રસ્તાઓ પર પાણી ફરી વળતા રાજ્યભરમાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. માર્ગ અને મકાન વિભાગના રિપોર્ટ અનુસાર સ્ટેટ હાઇવે, પંચાયત અને અન્ય મળી કુલ 648 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે.








