Saturday, July 13, 2024
HomeSeriesDeewal Seriesવોર્ડન પાવડો ત્રિકમ લઈ આવ્યો તેણે કહ્યુ સુબેદાર સાહેબે મોકલાવ્યું છે બધાની...

વોર્ડન પાવડો ત્રિકમ લઈ આવ્યો તેણે કહ્યુ સુબેદાર સાહેબે મોકલાવ્યું છે બધાની નજર મહંમદ તરફ ગઈ

- Advertisement -

પ્રશાંત દયાળ (દીવાલઃ ભાગ-64): ચાંદ Chand માની રહ્યો હતો કે પહેલા વોર્ડની દીવાલ કેવી રીતે પાર થાય અને ત્યાં પછી ત્રીસ ફુટ ઊંચી દીવાલ Wall ચઢવાની હતી, જ્યારે આ દીવાલ ઉપર ચઢીએ ત્યારે તેની ઉપર ઈલેકટ્રીકના જીવતા વાયરો Electric wire હતા તેને અડી જાવ તો પણ ત્યાં જ ભડથુ થઈ જાવ. માની લો કે થોડીક ક્ષણ માટે વીજ પ્રવાહ બંધ કરવામાં સફળતા મળી તો પણ ઉતરવા માટે ત્રીસ ફુટ ઉપરથી કુદકો મારવો પડે અને ત્યાં પાછી એસઆરપીની SRP ચોકી હતી. આ રીતે તો ભાગી શકાય તેમ ન્હોતું, એટલે ચાંદે Chand સવાલ પુછયો કે મેજર Major આપણે દીવાલ Wall કેવી રીતે પાર કરીશું, ચાંદનો સવાલ સાંભળી મેજર કહ્યું આપણે દીવાલ કુદવાની જરૂર જ નથી એક હેલીકોપ્ટર Helicpoter આવશે અને તે આપણી તરફ દોરડુ નાખશે અને આપણે અહીંથી નિકળી જઈશું. આટલુ બોલી મહંમદ Muhammad બધાના ચહેરાના હાવભાવ જોવા લાગ્યો, મહંમદ મઝાક કરે છે તેવી ખબર માત્ર યુનુસને Yunus પડી હતી. તે હસ્યો, મહંમદે કહ્યું આ તો મઝાક થઈ પણ હવે સિરિયસ વાત આપણી બેરેકનો Barrack પાછળનો ભાગ છે ત્યાં આપણે ખોદવાની શરૂઆત કરવાની છે, આપણે ઓછામાં ઓછું દસ ફુટ નીચે જવું પડશે અને ત્યાર પછી આપણે દીવાલની તરફ આગળ વધીશું. બધા મહંમદ Muhammad સામે જોવા લાગ્યા, દાનીશે Danish પુછ્યું મેજર તમને આ બધુ સરળ લાગે છે, મહંમદ હસ્યો તેણે કહ્યું ના સરળ નથી, પણ મહેનત તો આપણે બધાએ કરવી પડશે, યુસુફે Yusuf મુદ્દાનો પ્રશ્ન પુછ્યો… પણ આપણે ખોદીશું કઈ રીતે, ત્યારે વોર્ડને Warden બુમ પાડી મહંમદભાઈ… મહંમદે Muhammad તરત ઓટલા ઉપર રહેલો કાગળ ખીસ્સામાં મુકી દીધો, તેણે દરવાજા તરફ જોયું તો વોર્ડન પાવડો અને ત્રિકમ લઈ ઊભો હતો.- Advertisement -

મહંમદના Muhammad ચહેરા ઉપર રોનક આવી તે બીજા કોઈને કઈ કહેવાને બદલે પોતે જ દોડતો દરવાજા Door તરફ ગયો, તે વોર્ડન Warden પાસે પહોંચ્યો એટલે કહ્યું સુબેદાર સાહેબે મોકલાવ્યું છે… તમે તેમની પાસે માગણી કરી હતીને, તેમ કહી તેણે મહંમદને પાવડો અને ત્રિકમ આપ્યા, મહંમદે Muhammad જેવો તે લેવા માટે હાથ લંબાવ્યો તે જ વખતે એક સીપાઈ Sepoy ત્યાંથી પસાર થતો હતો, તેણે પાવડો અને ત્રિકમ જોતા પુછ્યું કોણે આપ્યું આનું શું કરશો, વોર્ડને સીપાઈને જવાબ આપતા કહ્યું સુબેદાર સાહેબને આમણે અરજી કરી હતી. તેમના વોર્ડમાં Ward ઝાડ પાન Trees ઓછા છે એટલે તેઓ બગીચો Garden બનાવવા માગે છે… સીપાઈએ Sepoy શંકાની નજરે મહંમદ Muhammad સામે જોયું, સીપાઈને ખાતરી થાય તે માટે તેણે વોર્ડનને વધુ સ્પષ્ટતા કરતા પુછ્યું તો ઝાડપાનના રોપા ક્યારે આપશો… વોર્ડને કહ્યું સુબેદારે કહ્યું બે ત્રણ દિવસમાં રોપા આવે એટલે તે મોકલી આપશે. સીપાઈને મહંમદની વાત કઈ ગળે ઉતરી નહીં, પણ સુબેદારે આપી છે, તો મોટા સાહેબોને પુછી જ લીધુ હશે આપણે કેટલા ટકા તેવા ભાવ સાથે તે ત્યાંથી નિકળી ગયો.દરવાજા ઉપર શું થઈ રહ્યું છે તે દુર ઊભા રહેલા મહંમદના Muhammad સાથીઓને સંભાળાતું ન્હોતું, જેના કારણે તેમના ચહેરા ઉપર ચિંતા સાથેનું કુતુહલ પણ હતુ, મહંમદ પાવડો અને ત્રિકમ લઈ બહુ સહજતાથી ચાલતો ચાલતો તેના સાથીઓ પાસે આવ્યો. તેણે એક વખત પાછળ વળી દરવાજા Door તરફ જોયું પણ હવે વોર્ડનની Warden નજર બહારના રસ્તા ઉપર હતી તેમની તરફ ન્હોતી. તેણે યુસુફ Yusuf સામે જોતા કહ્યું જો તારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો આપણે આનાથી ખોદીશું સુરંગ Tunnel. તેણે આટલુ બોલી બધાના ચહેરા સામે જોયું સુરંગ Tunnel શબ્દની સાથે રોમાંચ પણ આવ્યો હતો અને ડર પણ લાગ્યો હતો. મહંમદ Muhammad અને તેના સાથીઓએ એક હજાર વખત સાંભળ્યું હતું કે સાબરમતી જેલના Sabarmati Jail ઈતિહાસમાં History એક પણ કેદી Prisoner આ જેલમાંથી Jail ભાગી શકયો નથી, પણ હવે તેઓ ઈતિહાસને બદલવા જઈ રહ્યા હતા. મહંમદે કહ્યું ચાલો નેક કામની શરૂઆત હમણાંથી જ કરીએ, તેણે બેરેકની આગળના ખુલ્લા મેદાન તરફ ઈશારો કરતા કહ્યું ચાલો દીવાલને Wall અડી દસ-દસ ફુટના અંતરે બે બે ફુટનો ખાડાઓ ખોદી નાખો, યુનુસ Yunus જેવો સમજદાર સાથી પણ થાપ ખાઈ ગયો તેણે કહ્યું મેજર સુરંગ Tunnel તો બેરેકની Barrack પાછળથી શરૂ થશે આપણે આગળ શું કામ ખાડાઓ ખોદવા છે.

- Advertisement -મહંમદ Muhammad હસવા લાગ્યો તેણે પાવડા અને ત્રિકમ તરફ ઈશારો કરતા કહ્યું જેલવાળાએ આપણને સુરંગ Tunnel ખોદવા માટે તો આપ્યું નથી, મેં જેલર પંડયા Jailer Pandya સાહેબને અરજી કરી હતી કે અમારા વોર્ડમાં વૃક્ષો Trees ઓછા છે, માટે વૃક્ષો લગાડવા અને ગાર્ડનીંગ Garden કરવા અમારે પાવડો ત્રિકમ જોઈએ છે. હવે યુનુસને Yunus પોતાના પ્રશ્ન પર હસવુ આવી ગયું, તેણે પહેલો ત્રિકમ ઉપાડયો અને તે બેરેકની બરાબર સામેની દીવાલમાં વૃક્ષ લગાડવા માટે ખાડાઓ ખોદવા લાગ્યો હતો, જે જેલ સીપાઈને Sepoy પાવડો અને ત્રિકમ જોઈ શંકા ગઈ હતી, તે બે-ત્રણ વખત વોર્ડના દરવાજા પાસેથી પસાર થતી વખતે ડોક્યું કરી અંદર શું થઈ રહ્યું છે તેવું જોવાનો તેણે પ્રયત્ન કર્યો હતો, જો કે ત્યારે મહંમદ Muhammad તેના સાથીઓ પાસે ખાડાઓ જ ખોદાવી રહ્યો હતો તેના કારણે સીપાઈને પણ લાગ્યું તે નાહક શંકા કરી રહ્યો છે ખરેખર તેઓ બગીચો Garden જ બનાવશે. મહંમદ ઈચ્છતો હતો કે તેઓ બગીચાનું કામ કરે છે તેની જેલમાં Jail વધારેમાં વધારે લોકોને ખબર પડે, જો મહંમદે કદાચ પહેલા પાવડો અને ત્રિકમ માંગ્યા હોત તો પંડયાએ Pandya આપવાની ના પાડી દીધી હોત, પણ તે દિવસે કોર્ટમાં જે થયું અને કોર્ટ Court અને ત્યાર પછી આઈજીપી સાહેબની IGP Sir વઢ પડી તેના કારણે જેલર પંડ્યા Jailer Pandya હવે મહંમદ અને તેના સાથીઓ સાથે કોઈ માથાકુટ કરવા માગતા ન્હોતા. પંડયાએ જ્યારે સુબેદારને સૂચના આપી કે તેમને પાવડો અને ત્રિકમ આપજો ત્યારે પોલીસવાળામાંથી સુબેદાર Subedar થયેલા સુબેદારને પણ આ નિર્ણય ગમ્યો ન્હોતો, સુબેદારના ચહેરા ઉપર આવેલા અણગમાને સમજી ગયેલા પંડયાએ કહ્યું અરે આ મીયા કોઈ કામ કરે તો સારૂ નવરા બેઠા આપણી સામે ફરિયાદ કરે છે.- Advertisement -

પંડયાએ Pandya બગીચા ખાતામાં કહી થોડાક વૃક્ષોના Trees અને ફુલના Flowers રોપા પણ મોકલી આપવાની સૂચના આપી હતી. મહંમદની Muhammad બેરેક સામે શરૂઆતના દિવસોમાં તો પુરજોશમાં બગીચો Garden બનાવવાની કામગીરી ચાલુ હતી, બગીચા ખાતામાંથી રોપા પણ આવી ગયા હતા અને તેને પાણી પીવડાવવા માટે પાણીની પાઈપની પણ વ્યવસ્થા થઈ હતી, જેલ અધિકારીની Jail Officers સમજ બહાર મહંમદ બગીચો Garden બનાવવાના નામે જે માગણીઓ કરી રહ્યો હતો તેમાં સુરંગ Tunnel બનાવવા માટે જેટલા સાધનો જોઈએ તે બધા તેની પાસે ક્રમશઃ આવી રહ્યા હતા. મહંમદના વોર્ડમાં પહેલા કોઈ કેદી Prisoner રહેતા ન્હોતા તેના કારણે કચરો પણ ખુબ હતો. તેથી મહંમદે કચરો ભર્યા પછી તેને ફેંકવા માટે સફાઈ કામદારો Sweepers ઉપયોગમાં લે તેવી કચરો ભરી ફેંકવાની ખાસ લોંખડના પૈડાવાળી ગાડી પણ મંગાવી લીધી હતી, જેમાં વોર્ડમાંથી કચરો ભરી જેલની અંદર દક્ષિણે એક ડમ્પીંગ સાઈટ Dumping site હતી ત્યાં કચરો પણ ફેંકી આવતા હતા. એક દિવસ તો અચાનક જેલર પંડયા Jailer Pandya રાઉન્ડમાં નિકળ્યા અને તે પોતાના સ્ટાફ Staff સાથે મહંમદના વોર્ડમાં Ward આવી પહોંચ્યા હતા, તેમણે તેમના વોર્ડમાં લાગી ગયેલા નવા ફુલ છોડના ઝાડ Trees જોયા અને મહંમદ Muhammad સામે જોતા કહ્યું અરે તમે તો વોર્ડની રોનક બદલી નાખી. પંડયા અગાઉ તેમની ઉપર થયેલા આરોપને કારણે તેમની બેરેકમાં જવા માગતા ન્હોતા પણ તેમના ધ્યાનમાં આવ્યું કે અહીં આઠ કેદીઓ હોવા જોઈએ પણ તેના બદલે છ જ કેદીઓ Prisoners નજરે પડે છે…

(ક્રમશઃ)

PART – 63 | મહંમદનો પ્લાન સફળ રહ્યો તેને ખબર હતી હવે તેમની બેરેક તરફ આવવાની હિંમત કોઇ જેલ સિપાઇ કરશે નહિતમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular