Power to allocate government land was given to Collector and DDO : રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના કાર્યોને ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય (CM Bhupendra Patel took a decision for the development of Gujarat) કર્યા છે. સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારીની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો (Increase in financial powers of Collector and DDO) કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે અરજદારોને ગાંધીનગર સુધી ધક્કા ખાવા નહીં પડે.
રાજ્ય સરકારના બોર્ડ-કોર્પોરેશન અને ભારત સરકારના ખાતાઓને જમીન ફાળવણીના કિસ્સામાં કલેક્ટર દ્વારા ઈન્ટિમેશન જનરેટ કર્યા બાદ કબજા કિંમત અથવા પ્રીમિયમની રકમ 90 દિવસમાં ભરપાઈ ન થાય તો જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની ત્રણ વર્ષની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી મુદત વધારવાની સત્તા કલેક્ટરને અપાતા કામનું પુનરાવર્તન ઘટશે.
કલેક્ટરની સત્તામાં કેટલો વધારો કરાયો ?
રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશન : 2 હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે સત્તામર્યાદા રૂપિયા 15 લાખથી વધારી 1 કરોડ કરાઈ.
કેન્દ્ર સરકારના વિભાગો (જાહેર હેતુ) : 1 હેક્ટર સુધીની જમીન માટે સત્તામર્યાદા રૂપિયા 15 લાખથી વધારી 50 લાખ કરાઈ.
સરકારી કર્મચારી/વ્યક્તિગત રહેણાંક હેતુ : સત્તામર્યાદા રૂપિયા 1 લાખથી વધારી 20 લાખ કરાઈ.
સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ : સત્તામર્યાદા રૂપિયા 6 લાખથી વધારી 50 લાખ કરાઈ.
વ્યાપારિક હેતુ માટે હરાજીથી જમીન ફાળવણી : સત્તામર્યાદા રૂપિયા 1 લાખથી વધારી 5 લાખ કરાઈ.
સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓ : સત્તામર્યાદા રૂપિયા 3 લાખથી વધારી 15 લાખ કરાઈ.
DDOની સત્તામાં કેટલો વધારો ?
વ્યક્તિગત રહેઠાણ : રૂપિયા 20 હજારથી વધારી 1 લાખ
સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ : રૂપિયા 1.50 લાખથી વધારી 7.50 લાખ
દૂધ મંડળીઓ, સહકારી ગોડાઉન અને ગ્રામીણ ગ્રીડ : રૂપિયા 20 હજારથી વધારી 1 લાખ








