Tuesday, July 28, 2026
HomeInternationalજેના ઉપયોગથી ઓવેરિયન કેન્સર થવાના આરોપ છે તે Jhonson & Jhonson કંપની...

જેના ઉપયોગથી ઓવેરિયન કેન્સર થવાના આરોપ છે તે Jhonson & Jhonson કંપની 76 હજાર કેસમાં કરશે સમાધાન

- Advertisement -

Major twist in Johnson & Johnson baby powder cancer claim : વર્ષોથી મલ્ટી નેશનલ કંપની જોહ્નસન એન્ડ જોહ્નસનના બેબી પાવડર અને અન્ય ટેલ્ક-યુક્ત ઉત્પાદનોથી ઓવેરિયન કેન્સર થવાના આરોપોનો સામનો કરી રહી છે. અમેરિકાની આ કંપની સામે થયેલા અંદાજે 76 હજાર કેસોના નિકાલ માટે 5.5 અબજ ડૉલરના પ્રસ્તાવિત કરાર પર Jhonson & Jhonson Pharmaceutical Company સહમત થતા એક મોટો વળાંક આવ્યો છે. કંપનીનો દાવો છે કે, તેના ઉત્પાદનો સુરક્ષિત છે, પરંતુ ખર્ચાળ કેસોથી છૂટકારો મેળવવા આ પગલું ભરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, અંદાજે 76 હજાર કેસોમાંથી ઓછામાં ઓછા 95 ટકા લોકો આ ઓફર સ્વીકારે છે, તો જોહ્નસન ઍન્ડ જોહ્નસન યુએસ કોર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા પ્રોડક્ટ લાયબિલિટી વિવાદો (Biggest product liability controversy in US corporate history) માંથી એકનો અંત લાવી શકશે. જો આવશ્યક મર્યાદા પૂરી નહીં થાય, તો કંપનીએ યુનાઇટેડ સ્ટેટ્સની અદાલતોમાં ફરીથી વર્ષો સુધી દાવાઓનો સામનો કરવો પડી શકે છે.

વિશ્વ પ્રસિદ્ધ હેલ્થકેર કંપની જોહ્નસન ઍન્ડ જોહ્નસન કંપનીની સમજૂતી કોર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા અને લાંબા સમયથી ચાલી રહેલા ઉત્પાદન જવાબદારીના કેસો પૈકીના એકનો અંત લાવી શકે છે. આ પ્રસ્તાવિત સમજૂતી અમેરિકાની ફેડરલ અને સ્ટેટ કોર્ટોમાં દાખલ કરાયેલા અંદાજે 76 હજાર હાલના દાવાઓને આવરી લે છે. J&J ના કાનૂની દાવાનો હવાલો સંભાળતા વાઇસ પ્રેસિડેન્ટ એરિક હાસે જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે જો આગળ લિટિગેશન ચાલ્યું હોત તો કંપનીની જીત થઈ હોત, પરંતુ આ ઉકેલ માટે કંપની આ મામલાને પાછળ છોડી જીવન બચાવતી દવાઓ અને ઉપકરણો વિકસાવવાના તેના મિશન પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.” કંપની 2027માં અંદાજે 3 અબજ ડૉલર ચૂકવવાની અપેક્ષા રાખે છે. જ્યારે બાકીની ચૂકવણી વર્ષ 2028 માટે નિર્ધારિત છે. જો કે, અન્ય લોકો પણ દાવો કરવા ભાગ લે તો આ આંકડો હજુ પણ મોટો થઈ શકે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular