Thursday, April 16, 2026
HomeInternationalઈમરાનને પકડવા ઑપરેશન શરૂ, લાશોના ઢગલા પડશે તેવી ખાન સમર્થકોની ચિમકી વચ્ચે...

ઈમરાનને પકડવા ઑપરેશન શરૂ, લાશોના ઢગલા પડશે તેવી ખાન સમર્થકોની ચિમકી વચ્ચે ભીષણ સંઘર્ષ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડને લઈ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. આ હાઈવોલ્ટેજ ડ્રામા હવે હિંસા સુધી પહોંચ્યો છે અને હજારો ઈમરાન સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઈમરાન (Imran Khan)ને પકડવા જતી પોલીસ સાથે ઈમરાનના સમર્થકોનું સતત ઘર્ષણ ચાલતું હોય પાકિસ્તાન (Pakistan)માં અરાજકતાનો માહોલ છે. ત્યારે પોલીસ હવે રેન્જર્સ કમાન્ડો સાથે ફરી ઈમરાનની ધરપકડ (Operation Imran Arrest) કરવા માટે લાહોર ખાતે પહોંચી છે. ત્યારે પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું હતું કે, પોલીસે પરત ફરવું જોઈએ જો સ્થિતી વણસી તો તેના જવાબદાર પોલીસ અધીકારીઓ અને સરકાર જ હશે. સાથે જ તેમણે અહીં લાશોના ઢગલા થવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી.

ગતરોજ સોમવારે ઈમરાનની ધરપકડ મામલે શરૂ થયેલો હાઈવોલ્ટેજ ડ્રામા વધું વકર્યો છે. પોલીસ ઈમરાનની ધરપકડ કરવા હવે આર્મીના કમાન્ડોના સહારે આવી છે ત્યારે ઈમરાન પણ ધરપકડથી બચવા પોતાના સમર્થકોના સહારે છે. એવામાં ઈમરાનની પાર્ટીએ સોશિયલ મીડિયા પરથી જાહેરાત કરી હતી કે શક્ય એટલા વહેલા લાહોરના જમાના પાર્ક સ્થિતી ઈમરાનખાનના ઘરે પહોંચો. જે મેસેજ બાદ મોટી સંખ્યમાં ઈમરાનના સમર્થકોએ લોહોર સ્થિત ઈમરાનના નિવાસ બહાર ડેરો જમાવ્યો હતો. દરમિયાન પોલીસ સાથે પણ હિંસક અથડામણ થયાના અહેવાલ મળી રહ્યા છે.

- Advertisement -

વધુ વાંચો- ગર્લફ્રેન્ડ સાથે ડખ્ખો થતા યુવકે ગુપ્તાંગ કાપ્યું, રાજકોટના શાપરની ચોંકાવનારી ઘટના

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ પ્રધાન ઈમરાન ખાન પર મહિલા જજને ધમકી આપવાનો આરોપ છે. આ મામલે તેમની ધરપકડ થાય તે પહેલા જ ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેમને રાહત આપી હતી. પરંતુ તેમની તોશાખાના કેસમાં ધરપકડ બાકી હોય પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં કોર્ટે 29 માર્ચ સુધીમાં તેમને કોર્ટ સમક્ષ હાજર થવાનું ફરમાન પણ કરેલું છે. હાલ જો વાત કરીએ તો ઈમરાન ખાન વિરૂધ્ધ કુલ 80 જેટલા કેસ નોંધાયા છે જેમાં તોશાખાના કેસ સૌથી હાઈપ્રોફાઈલ કેસ હોવાનું માનવામાં આવે છે.

ઈમરાન પર તેમના પ્રધાનમંત્રી પદના કાર્યકાળ દરમિયાન તોશાખાનામાં મળેલી ભેટ સસ્તામાં ખરીદી ઊંચા ભાવે વેચવાનો આરોપ છે. જે મામલે તેમને પાકિસ્તાનના ચૂંટણી પંચે 5 વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય પણ ઠેરવ્યા છે. સાથે જ તેમનું સંસદ સભ્ય પદ પણ રદ કરી દેવામાં આવ્યું છે. પરંતુ જ્યારે ઈમરાન સમર્થકોએ આ નિર્યણ વિરૂદ્ધ પાકિસ્તાની ચૂંટણી પંચની કચેરી બહાર હિંસક પ્રદર્શન કર્યું ત્યારે તેમના વિરૂદ્ધ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ વૉરંટ જાહેર કરવામાં આવ્યું હતું. આમ વિરોધ પ્રદર્શનના કારણે ઈમરાનની મુશ્કેલીમાં વધારો થયો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular