Tuesday, July 28, 2026
HomeNationalકોઈપણ પ્રદર્શનકારી વિદ્યાર્થી પર કાર્યવાહી નહીંઃ સુપ્રીમ કોર્ટે જંતર-મંતર પ્રોટેસ્ટ પર કર્યો...

કોઈપણ પ્રદર્શનકારી વિદ્યાર્થી પર કાર્યવાહી નહીંઃ સુપ્રીમ કોર્ટે જંતર-મંતર પ્રોટેસ્ટ પર કર્યો આદેશ

- Advertisement -

Supreme Court on Jantar Mantar Protest: સુપ્રીમ કોર્ટમાં જંતર-મંતર પ્રદર્શન મામલાની સુનાવણી પછી મોટો આદેશ કર્યો છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની પીઠે પોતાના આદેશમાં કહ્યું કે કોઈપણ વિદ્યાર્થી પર કોઈ કાર્યવાહી થવી ના જોઈએ. ચીફ જસ્ટિસે આ પહેલા સુનાવણી દરમિયાન પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે લોકતંત્રમાં પ્રદર્શન થતા રહે છે. તેમણે કહ્યું કે મામલાની સ્વતંત્ર નિષ્પક્ષ તપાસ થાય.

સુપ્રીમ કોર્ટનો આદેશ

- Advertisement -

નીટ પેપર લીક પ્રદર્શનને લઈને સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. ઉચ્ચ ન્યાયાલયે દેશભરમાં કોઈ પણ વિદ્યાર્થી સામે કઠોર કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે 18 વર્ષથી ઓછા વિદ્યાર્થીઓને તુરંત છોડી દેવાનો આદેશ કર્યો છે. જોકે ગુનાહીત ઈતિહાસ ધરાવતા પ્રદર્શનકરતાઓને કોઈ રાહત નહીં મળે.

કોર્ટે કહ્યું કે પ્રદર્શન સાથે જોડાયેલા તમામ સીસીટીવી ફૂટેજ, ડ્રોન રેકોર્ડિંગ, વાયરલેસ સંચાર અને અન્ય સંબંધિત રેકોર્ડને સુરક્ષિત મુકવામાં આવે. પ્રદર્શનકરતા વિદ્યાર્થીઓનો ડિજિટલ ડેટા અને વ્યક્તિગત જાણકારી સાર્વજનિક ના કરવામાં આવે. કોર્ટે કેન્દ્ર અને સાત રાજ્યોને નોટિસ પણ આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારોના પક્ષ જાણ્યા પછી હાઈ લેવલ કમિટિ નિર્માણ થશે. કોર્ટે કહ્યું કે તે હાલની ઘટનાઓની પુરી રીતે નિષ્પક્ષ અને પારદર્શી તપાસ કરાવશે.

ચીફ જસ્ટીસે સુનાવણી દરમિયાન કહ્યું કે જેણે પણ બળજબરી કરી છે તેની સામે કાયદો પોતાનું કામ કરશે. તપા પુરી રીતે નિષ્પક્ષ અને સ્વતંત્ર થવી જોઈએ. ચીફ જસ્ટિસે કહ્યું કે જો જવાબદારી નક્કી ના કરવામાં આવી તો તપાસનો કોઈ મતલબ નથી.

- Advertisement -

જસ્ટિસ સૂર્ય કાંતે કહ્યું કે, તમામ પિટીશનમાં કેટલાક આરોપ છે, પણ જો તમે મોટી મોટી રીતે જોવો તો એક આરોપ છે પેલેટ ગનના ઉપયોગ, જેને કારણે 19 વર્ષના યુવકની આંખો જતી રહી. ઈલેક્ટ્રિક બેટનના ઉપયોગના મામલાના આરોપ છે. એક યુવતીને ICU માં દાખલ કરવામાં આવી. ખીલ્લી વાળી લાકડીઓના ઉપયોગથી જીવના જોખમનો આરોપ. એખ મીડિયા કર્મચારી પર હુમલાનો પણ મામલો છે. તેના પર બેરહેમીથી હુમલો રવામાં આવ્યો. પછી સિવિલ ડ્રેસમાં પોલીસ પર હિંસાનો આરોપ છે. એક બીજો મામલો છે જેમાં યુવતીને વગર કોઈ કારણે પોલીસવાળાએ થપ્પડ મારી દીધી હતી.

કેન્દ્ર અને દિલ્હી સરકારની તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા રજૂ થયા. તેમણે કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓ પર બળ પ્રયોગને હલ્કામાં નથી લઈ રહી. એવામાં કાર્યવાહી થવી જોઈએ, પણ આ પ્દર્શન દરમિયાન 250 પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા છે. યોગ્ય તપાસ કરીને સત્ય બહાર લાવવું જોઈએ. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે મહેતાને ટોકતા કહ્યું કે આ કારણે અમે ઈચ્છીએ છીએ કે તપાસ થાય. ત્યારે મહેતાએ કહ્યું કે હું નથી સમજતો કે વિદ્યાર્થીઓએ હિંસા કરી. તેમાં અસામાજિક તત્વો ઘુસી ગયા હશે. તેમણે કહ્યું કે અમે અસામાજિક તત્વોનો ડેટા રજૂ કરીશું. તેમણે દાવો કર્યો કે એવા લોકો પ્રદર્શનમાં શામેલ હતા જે હત્યા, રેપ અને NDPS કેસોમાં શામેલ હતા.

અરજકર્તાના વકીલે આરોપ લાગ્યા કે સાદા કપડામાં પોલીસ કર્મચારી પણ હતા. તેમણે કહ્યું કે અમે તેમની ઓળખ કરી છે. અરજકર્તાના વકીલ ગોપાલ શંકરનારાયણને કોર્ટે કહ્યું કે આ પુરા દેશમાં થઈ રહેલા પ્રોટેસ્ટ સાથે જોડાયેલો મામલો છે. MP, ાગપુર, બિહાર, વગેરેમાં ઘટનાઓ બની છે. તેમણે કહ્યું કે ફક્ત દિલ્હીમાં નહીં, ઘણી ઘટનાઓ કોર્ટના સામે મુકવામાં આવી છે.

- Advertisement -

સીનિયર એડવોકેટ શાદાન ફરાસ્તે કહ્યું કે બિહાર સરકારનું કહેવું છે કે તે, FIR પાછી લઈ રહી છે. પણ 150થી વધારે નાબાલીક હજુ પણ કસ્ટડીમાં છે. તેમને તુરંત છોડી દેવા જોઈએ. 48 કલાક કરતા વધારેની કસ્ટડી રહી છે. 40 કલાક બાદ મેજિસ્ટ્રેટ પાસે રજૂ કરાયા અને એક છોકરાની ઉંમર તો ફક્ત 13 વર્ષ છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular