નવજીવન ન્યૂઝ રાજકોટ: Rajkot Water Crisis: રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો ચઢવા સાથે ઉનાળાની (Summer) શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ઉનાળાની શરૂઆત થતા જ રાજકોટ શહેરમાં (Rajkot City) પાણીની પણ બુમરાણ શરૂ થઈ ગઈ હતી. એવામાં હવે રાજકોટ શહેરના લોકોને પીવાના પાણીની અછતનો (drinking water Shortage) સામનો નહીં કરવો પડે તેવા સમાચાર મળી રહ્યાં છે.
રાજકોટ શહેરની પ્રજાને લગભગ દરેક ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડે તેવી સ્થિતી હોય છે. તાજેતરમાં જ રાજકોટના કેટલાક વિસ્તારોમાંથી પાણી નહીં મળતી હોવાની બુમ ઉઠી હતી. ત્યારે પ્રધાનમંત્રીની નલ સે જલ યોજનાનો ફિયાસ્કો થયો હોય તેમ ટેન્કર મારફતે પાણી પહોંચડતા હોવાનું સામે આવ્યું હતું. આ તમામ બાબતોને ધ્યાને લેતા તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હોય તે હવે આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું છે.
રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ (Aji Dam) ઉનાળાની શરૂઆતથી જ તળીયા ઝાટક થતો હોય છે. જેના કારણે નાગરિકોને પાણી માટે રીતસર વલખા મારતા જોવા મળતા હોય છે. આ મુદ્દે તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પણ લડવામાં આવે છે. પરંતુ હવે આજી ડેમ તળીયા ઝાટક થાય એટલે નર્મદાના નવા નીર ઠાલવી લોકેને પાણી પહોંચાડવામાં આવે છે માટે નાગરિકોને રાહત મળે છે. આજ પ્રકારે રાજકોટવાસીઓ માટે જુન મહિના સુધી ચાલે એટલું 879 MCTF પાણી આજી-1 ડેમમાં ઠાલવવામાં આવ્યું છે. નર્મદાના નવા નીર ઠાલવાતા આજી ડેમની સપાટી 28.35 ફૂટ સુધી પહોંચી ગઈ છે.
TAG: Water Crisis In Rajkot, Aji Dam Rajkot, Narmada Water
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








