પ્રશાંત દયાળ (ભાગ-75 દીવાલ): મહંમદનું Muhammad બધુ કામ તેના નક્કી કરેલા સમય પ્રમાણે ચાલી રહ્યું હતું, મહંમદની યોજના પ્રમાણે તો સુરંગ Tunnel ચોમાસા પહેલા ખોદાઈ જાય અને તેઓ પોતાની બેરેકમાંથી Barrack નીકળી જવાના હતા, પણ ચોમાસુ Monsoon બેસી ગયું હતું. અમદાવાદમાં Ahmedabad ચોમાસા વખતે બહુ ઓછો ધોધમાર વરસાદ Rain પડે છે, પાછલા ચોમાસાની જેમ ધીમી ધારનો વરસાદ છેલ્લાં ત્રણ દિવસથી પડી રહ્યો હતો, બંદી ખુલતી અને બંધ થતી હતી, પણ બેરેકની Barrack બહાર વરસાદ પડી રહ્યો હોવાને કારણે કેદીઓ Prisoners બેરેકની બહાર ભાગ્યે જ નીકળતા હતા, ચોમાસાનો કેદીઓને કંટાળો આવી રહ્યો હતો કારણ બહાર પાણી હોવાને કારણે તેઓ બેરેકની બહાર નીકળી શકતા ન્હોતા. મહંમદની Muhammad બેરેકમાં પણ તેવી જ સ્થિતિ હતી, વરસાદને કારણે હવે તેઓ બેરેકની Barrack બહાર જતા ન્હોતા, પણ માખીઓ બેરેકમાં આવી જતી હતી. માથા ઉપર પંખો Fan ફરતો હોવા છતાં માખીઓ જાણે તેને કાનમાં કઈક વાત કહેવા આવતી હોય તેમ ક્યારેક કાન Ears ઉપર તો ક્યારેક હાથ પગ ઉપર બેસતી માખીઓને મહંમદ ઉડાડી રહ્યો હતો. મહંમદ કઈક વાંચી રહ્યો હતો, તેનું ધ્યાન પુસ્તકમાં Book હતું કે નહીં તે કહેવુ મુશ્કેલ હતું, પણ તેના હાથમાં ખુલ્લુ પુસ્તક હતું. ઘણી વખત તેને કોઈની સાથે વાત કરવી ના હોય ત્યારે તે હાથમાં પુસ્તક લઈ બેસી જતો હતો. ચોમાસાને કારણે તેમનું સ્કુલે School જવાનું પણ બંધ હતું.આઈજીપી IGP સાહેબ છેલ્લે વીઝીટમાં આવ્યા પછી કોઈ જેલ અધિકારી Jail Officer ચેકીંગમાં આવ્યા ન્હોતા. યુનુસ Yunus ઘણી વખત બારીમાં ઊભો થઈ ઝરમર વરસી રહેલા વરસાદને જોઈ વિચાર કરતો હતો કે જો તેઓ સુરંગમાંથી Tunnel નીકળી ગયા હોત તો આજે પોતાના પરિવાર સાથે કોઈ અજાણી જગ્યામાં જતો રહ્યો હોત, પણ કદાચ તેની તકદીરમાં જ સાબરમતી જેલ Sabarmati Jail લખી હશે. જેલમાંથી નીકળવા માટે તો બધા સવાર સાંજ મહેનત કરતા હતા આમ છતાં હજી તેઓ પોતાની બેરેકમાં Barrack જ હતા. હવે બેરેકની પાછળ તરફ જ્યાં તેઓ સુરંગ Tunnel ખોદી રહ્યા હતા તે તરફ જતા પણ ન્હોતા.
વરસાદની ઋતુમાં જેલ સીપાઈઓને Jail Sepoy પણ નિરાંત હતી કારણ કેદીઓ Prisoners ભાગ્યે જ બેરેકની બહાર નીકળતા હોવાને કારણે તેમની ઉપર બહુ ઓછી નજર રાખવી પડતી હતી, જેલની Jail અન્ય પ્રવૃત્તીઓ પણ લગભગ બંધ થઈ ગઈ હતી. જેનો કેદીઓને Prisoners કંટાળો પણ આવતો હતો આખો દિવસ બેરેકમાં Barrack બેસીને શું કરવુ તે એક પ્રશ્ન હતો. પણ સૌથી વધારે કંટાળો પોતાના મગજનો આવતો હતો કારણે ખાલી મગજ બેરેકમાં બેસી બહુ વિચાર્યા કરતુ હતું. જેલ અંદર અને બહારની સુરક્ષા વ્યવસ્થા Security Arrangements પણ યથાવત હતી દર આઠ કલાકે જેલની Jail અંદર અને બહાર રહેલા એસઆરપી જવાનની SRP Jawan ડ્યૂટી બદલાયા કરતી હતી. તેમાં કોઈ ફેરફાર થયો ન્હોતો, તે દિવસે સવારે લઘભગ દસ વાગ્યા હતા, જેલની બહારના પોઈન્ટ Point ઉપર રહેલા એસઆરપી જવાનને ટીફીન Tiffin આપવા માટે મેસવાન રોજ પ્રમાણે નીકળી હતી, જવાનનો Jawan જ્યાં પોઈન્ટ હોય ત્યાં જઈ મેસવાન તેમને ટીફીન Tiffin આપી રહી હતી, જેલની Jail ઊચી દિવાલની Wall પાછળ પોઈન્ટ ઉપર રહેલા જવાનને ટીફીન આપવા મેસવાન દિવાલને અડી કાચા રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવર Driver સાઈડની પાછળનું વ્હીલ Wheel અચાનક માટીમાં ધસી ગયું, ડ્રાઈવરે પોતાનું ડોકુ બારીની બહાર કાઢી, પાછળની તરફ જોયું અને વ્હીલ બહાર કાઢવા માટે એકસીલેટર પેડલ Accelerator Pedal દબાવ્યું, પણ તેને પાછળના વ્હીલ તરફ નજર કરી તો આગળના વ્હીલ Wheel જોર કરી રહ્યા હતા, પણ પાછળનું વ્હીલ ફરવાને બદલે વધારે જમીનની અંદર તરફ જતું રહ્યું હતું, ડ્રાઈવરને પોતાની પાછળની બારીમાંથી બુમ પાડી ટીફીન Tiffin ભરી આપવા માટે બેઠેલા જવાનને ઉદ્દેશી બુમ પાડી કહ્યું બાપુ ગાડી ફસાઈ ગઈ છે. પાછળ બેઠેલા બન્ને જવાનો Jawan નીચે ઉતર્યા અને તેમણે જમીનમાં એક તરફ ખુંપી ગયેલા વ્હીલને જોયું, ડ્રાઈવર Driver હજી પોતાની સીટ ઉપર જ બેઠો હતો.
પેલા જવાનોએ Jawan કહ્યું અમે ધક્કો મારીએ છીએ, તમે એકસીલેટર Accelerator દબાવો, ડ્રાઈવરે Driver ફરી સેલ માર્યો, એન્જીન Engine ચાલુ થયુ, પાછળ રહેલા મેસવાનના બંન્ને જવાનોએ Jawan ગાડીને ધક્કો મારવાની શરૂઆત કરી, એકસીલેટર વધારવાને કારણે સાયલન્સરમાંથી નીકળતો કાળો ધુમાડો સીધો એક જવાનના મોંઢા ઉપર આવી રહ્યો હતો, બે જવાનોની તાકાત અને મેસવાનનું એન્જીન એક વ્હીલને Wheel માટીમાંથી કાઢવામાં સફળ થયા નહીં, ધીમી ધારે પડી રહેલા વરસાદને Rain કારણે માટી પોચી થઈ ગઈ હતી, જેમ જેમ પ્રયત્ન થતાં ગયા તેમ વ્હીલ વધારે અંદર જવા લાગ્યુ હતું, ડ્રાઈવરે Driver એન્જીન બંધ કર્યું, તે વાનમાંથી નીચે ઉતર્યો, તેણે પણ વ્હીલ પાસે નીચે બેસી કયાસ કાઢી જોયો પણ તેને સમજાઈ ગયુ કે ક્રેઈન વગર અથવા બીજી કોઈ વાનની ખેંચ્યા વગર વાન Van બહાર નીકળી શકે તેમ ન્હોતી. ડ્રાઈવરે કાંડા ઘડીયાળ Clock તરફ જોયુ સવારના દસ વાગી વીસ મિનિટ થઈ હતી, એસઆરપીના SRP નિયમ Rules પ્રમાણે સાડા દસ સુધીમાં તમામ પોઈન્ટ Point ઉપર જમાવનું પહોંચી જવું જરૂરી હતું, ડ્રાઈવરે ટીફીન Tiffin ભરનાર જવાનને પુછ્યું કેટલાં પોઈન્ટ બાકી છે, જવાને વાનની અંદર પડેલા રાંધેલા ખોરાકના તબેલા તરફ જોયુ અને તેમાં પડેલી તૈયાર રસોઈ ઉપરથી અંદર લગાવી કહ્યું 12-15 પોઈન્ટ બાકી છે, ડ્રાઈવરે Driver ફરી ઘડીયાળ જોઈ, તેને અંદાજ આવ્યો કે જો વાન Van કાઢવામાં સમય કાઢયો તો મોડું થઈ જશે, તેણે ખીસ્સામાંથી ફોન Phone કાઢયો અને શાહીબાગ હેડક્વાર્ટરને જાણ કરી કે મેસવાન ફસાઈ ગઈ છે, તરત એક નાની વાન મોકલો, ત્યાર પછી મોટર ટ્રાન્સપોર્ટ સેકશનને જાણ કરી કે ક્રેઈન મોકલી આપો.,
ડ્રાઈવરની Driver સાથે રહેલા બંન્ને એસઆરપી જવાનો SRP Jawan હવે ગપ્પા મારવા લાગ્યા, તેઓ ત્રણે હવે મેસવાનની પાછળના ભાગે રહેલી બેંચ ઉપર બેસી ગયા હતા, ધીમો વરસાદ Rain ચાલુ હતો, જેના કારણે વાનની Van બહાર ઊભા રહે તો ભીંજાઈ જાત, જેના કારણે તેઓ વાનમાં બેસી વાતો કરી રહ્યા હતા. ડ્રાઈવરે Driver આજે કઈ રસોઈ બની છે તે જોવા માટે તપેલા ખોલ્યા, દાળ-ભાત, રોટલી અને ફુવાવરનું શાક હતું, શાકની સોડમ અદ્દભુત હતી ડ્રાઈવરના મોંઢામાં પાણી આવી ગયું હતું, તેણે બીજા તપેલા ખોલ્યા એકમાં કાકડી-ગાજર અને ટમેટા Tomato સમારેલા હતા, ડ્રાઈવરે તે તપેલામાંથી મુઠો ભરી સલાડ લીધું અને તે વાતો કરતા કરતા સલાડ ખાવા લાગ્યો હતો. ડ્રાઈવરનું ધ્યાન બહાર તરફ પણ હતું તેણે જોયુ તો એક ટાટા 407 તેમની તરફ આવી રહી હતી, તે પોલીસ Police મેસની જ ગાડી હતી. તેમાં ડ્રાઈવરની Driver સાથે એક જવાન Jawan હતો, 407 આવી જતા બધા વાનમાંથી Van નીચે ઉતર્યા, 407નો ડ્રાઈવર પણ નીચે ઉતર્યો. તેણે કઈ રીતે ગાડી ફસાઈ ગઈ તે જોવા લાગ્યો, ત્યારે ટીફીન Tiffin ભરી આપનાર જવાનો Jawan ફસાઈ ગયેલી વાનમાંથી તપેલા કાઢી બીજી ગાડીમાં મુકવા લાગ્યા હતા. હવે આગળની ટીફીન સેવા Tiffin Service નવી ગાડીમાં થવાની હતી, બે-પાંચ મિનિટમાં બાકી રહેલા પોઈન્ટના જવાનોને ટીફીન આપવા માટે ગાડી રવાના થઈ, હવે ફસાઈ ગયેલી મેસવાનમાં માત્ર એકલો ડ્રાઈવર બેઠો હતો, તેને પણ હવે એકલો હોવાને કારણે કંટાળો આવી રહ્યો હતો, તેણે ઘડીયાળ સામે જોયું ક્રેઈન માટે ફોન કરી કલાક થઈ ગયો હતો છતાં ક્રેઈન આવી ન્હોતી. તેના મોંઢામાંથી એક ગાળ નીકળી ત્યારે જ તેણે જોયું તો જેલના Jail દરવાજામાંથી એક ક્રેઈન અંદર આવી અને તે ફસાઈ ગયેલી વાનની મદદે કાચા રસ્તે આગળ વધી રહી હતી…
(ક્રમશ:)
PART – 74 | અબુ અને રિયાઝ વિચારી રહ્યા હતા કે કામ પુરુ થાય અને જલદી અહિયાથી નિકળી જઈશું
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.